ખુબ જ અદ્દભુત અને ચમત્કારી છે આ હનુમાન મંદિર, જ્યાં જવાથી પુત્રની મનોકામના થાય છે પુરી

0
542

અદ્દભુત અને ચમત્કારી હોવાની સાથે પુત્ર પ્રાપ્તિ માટે પ્રખ્યાત છે આ હનુમાન મંદિર, જાણો વિસ્તારથી. મહાબલી હનુમાનજીને દેવતાઓમાં ઘણા શક્તિશાળી માનવામાં આવે છે. તેમની શક્તિઓનો અંદાજો લગાવવો ઘણું મુશ્કેલ છે. સૃષ્ટિનું એવું કોઈ પણ કામ નથી જેને હનુમાનજી નહિ કરી શકે. કળિયુગમાં પણ મહાબલી હનુમાનજી પોતાના ભક્તોની પોકાર જરૂર સાંભળે છે. આખા દેશમાં હનુમાનજીના એવા ઘણા બધા ચમત્કારી મંદિર છે, જેમની સાથે કોઈને કોઈ માન્યતા જોડાયેલી છે.

આ મંદિરોમાં ભક્ત પોતાની મનોકામના લઈને આવે છે, અને હનુમાનજીના આશીર્વાદથી દરેક મનોકામના પુરી થઈ જાય છે. આજે અમે તમને હનુમાનજીના એક એવા જ ચમત્કારી મંદિર વિષે જાણકારી આપવાના છીએ, જેને ઘણું જ પ્રસિદ્ધ માનવામાં આવે છે. આ મંદિરની અંદર મહાબલી હનુમાનજી આવનારા ભક્તોની પુત્રની મનોકામના પુરી કરે છે.

આમ તો જોવામાં આવે તો આખા દેશમાં હનુમાનજીના ઘણા બધા પ્રાચીન મંદિરો રહેલા છે. પણ આજે અમે તમને હનુમાનજીના જે અનોખા અને ચમત્કારી મંદિર વિષે જાણકારી આપવાના છીએ, તે મંદિર અમૃતસરમાં આવેલું છે, જેને ‘બડા હનુમાન મંદિર’ ના નામથી ઓળખવામાં આવે છે. હનુમાનજીનું આ મંદિર ઘણું જ મહત્વપૂર્ણ જણાવવામાં આવે છે. આ મંદિરની અંદર દર વર્ષે લંગુરોનો મેળો ભરાય છે અને દેશ વિદેશથી બાળકો અહીં લંગુર (વાંદરો) બનવા આવે છે. આ મંદિરની અંદર હનુમાનજીની મૂર્તિ બેસેલી મુદ્રામાં છે. તેમની મૂર્તિને જોઈને એવું લાગે છે કે, હનુમાનજી વિશ્રામની મુદ્રામાં બેઠા છે.

મહાબલી હનુમાનજીનું આ મંદિર જે પવિત્ર ધરતી પર બનેલું છે તેના વિષે એવું જણાવવામાં આવે છે કે, રામાયણ કાળમાં ભગવાન રામની સેના અને લવ-કુશ વચ્ચે થયેલા યુદ્ધના સમયે હનુમાનજીને વડના ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યા હતા, કારણ કે મહાબલી હનુમાનજી લવ કુશ પાસેથી અશ્વમેઘ યજ્ઞનો ઘોડો છોડાવવા માટે અહીં આવ્યા હતા.

બડા હનુમાન મંદિર ભક્તો વચ્ચે આસ્થાનું પ્રમુખ કેંદ્ર બનેલું છે. એવું જણાવવામાં આવે છે કે, જે મહિલાઓને પુત્રની પ્રાપ્તિ નથી થતી, તેવી મહિલાઓ જો આ મંદિરમાં આવીને પોતાની સંપૂર્ણ શ્રદ્ધા સાથે માનતા માને છે, તો તેમને પુત્રની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ બાળકોને શ્રીહનુમાનજીના લંગુર બનાવવામાં આવે છે. જયારે ભક્તોની માનતા પુરી થઈ જાય છે, તો સેંકડોની સંખ્યામાં નાના-નાના બાળકો વિશેષ પ્રકારના લાલ રંગના જરી ચોળા ધારણ કરે છે.

આ મંદિરના પૂજારીનું એવું કહેવું છે કે, જે પણ અહીં લંગુર બનવા માટે આવે છે તેમણે ઘણી વાતોનું ધ્યાન રાખવું પડે છે. પૂજામાં મીઠાઈ, નારિયેળ, ફૂલ હાર, પૂજારી પાસેથી આશીર્વાદ લઇ વસ્ત્ર ધારણ કરવા, ઢોલની તાલ પર નાચવું અને દરરોજ બે સમય પગે લાગવું જરૂરી છે. જે વ્યક્તિ બીમાર પડે છે તે મંદિરની ભસ્મ ગ્રહણ કરે છે. જે લંગુર બને છે તે 10 દિવસ સુધી સોઈ-દોરાનું કામ અને કાતર નથી ચલાવી શકતા. જે બાળક લંગુર બને છે તેણે 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો પડે છે. આ મંદિરમાં બાળકને પગે લગાડવા માટે એજ વ્યક્તિ લાવી શકે છે, જેનો બાળક સાથે લોહીનો સંબંધ હોય. લવ કુશે જે ઝાડ સાથે હનુમાનજીને બાંધ્યા હતા તે ઝાડ આજે પણ અહીં રહેલું છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.