નળ સરોવર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું આઇ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર) હેઠળ અને વનવિભાગના અનુસાર અભયારણ્ય શ્રેણી હેઠળ આરક્ષીત એક સરોવર છે.
સ્થળ : અમદાવાદ જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લો, ગુજરાત, ભારત
નજીકનું શહેર અમદાવાદ
અક્ષાંશ – રેખાંશ 22°46′33″N 72°02′21″E
વિસ્તાર ૧૨૦.૮૨ ચો. કિ.મી.
સ્થાપના ૧૯૬૯
નિયામક સંસ્થા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત
અધિકૃત નામ નળ સરોવર
આ સરોવરની મહત્તમ ઉંડાઇ ૨.૭ મીટર છે પરંતુ ૬૦% કરતા વધારે વિસ્તારમાં પાણીની ઉંડાઇ એક થી સવા મીટર જેટલી જ છે, પરંતુ જળાશય ૧૨,૦૦૦ હેકટર જેટલો વિશાળ ફેલાવો ધરાવે છે. પાણીની ઓછી ઉંડાઇને કારણે પાણીની સપાટી નીચે વિવિધ વનસ્પતિનો ઉગાવો સારો એવો રહે છે. જેને લીધે ખોરાકની વિપુલતા વધતી હોવાથી પક્ષીઓ મોટી સંખ્યામાં અહીં આવે છે.
આ સરોવરમાં અનેક નાના નાના બેટ આવેલા છે. આ સરોવર ગુજરાતનાં જોવાલાયક સ્થળોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ સરોવરની દેખરેખ તેમ જ વ્યવસ્થાનું કાર્ય ગુજરાત રાજ્યનો વન વિભાગ સંભાળે છે. શિયાળામાં અહીં દેશ-વિદેશથી પક્ષીઓ આવે છે જેમાં ફ્લેમિંગો તેમનાં સુંદર રંગ અને દેખાવને કારણે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. પણ મુલાકાતે જતાં પહેલાં તપાસ કરવી જરૂરી છે. મુલાકાતનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી ફેબ્રુઆરી છે. વૈજ્ઞાનિકો યાયાવર પક્ષીઓના અભ્યાસ માટે તેના પગમાં કડીઓ પહેરાવે છે અને તેના વડે પક્ષીઓના સ્થળાંતરની જાણકારી મેળવે છે.
ભૂગોળ : નળ સરોવર જળાશય અને નળ સરોવર અભયારણ્યની સરહદ એકમેકમાં પરોવાયેલી છે. રાજ્ય સરકારનાં મહેસુલ વિભાગ અને વન વિભાગ દ્વારા નીચે પ્રમાણેની સરહદ જાહેર કરવામાં આવેલ છે. રાજ્ય સરકારનાં મહેસુલ વિભાગ અને વન વિભાગ દ્વારા પ્રમાણીત નળ સરોવર જળાશય અને નળ સરોવર અભયારણ્યની સરહદ :
દિશા – સરહદ
ઉત્તર – શાહપુર
પૂર્વ – કાયલા, વેકરીયા, મેણી, દુર્ગી
દક્ષીણ – શિયાળ
પશ્ચિમ – દિગ્વિજયગઢ, પરાળી, મુળબાવળા કે મુળ બાવળા, રાણાગઢ, ભગવાનપર, જાળીયાળા, નાની કઠેચી
અક્ષાંશ અને રેખાંશ – 22° 46’33” N અને 72° 02’21″E
સમુદ્રની સપાટીથી ઉંચાઇ – ૯.૧૦ મીટર
ઇકોલોજી : આ અભયારણ્ય સરેરાશ ૧,૭૪,૧૨૮ જેટલા પક્ષીઓનું આશ્રયસ્થાન છે.
પ્રવાસન માહિતી : અભયારણ્યનાં મુખ્ય અધિકારીના કાર્યાલય નળ સરોવર ખાતે આવેલું છે, જે પ્રવાસન માહિતી પૂરી પાડે છે.
વસવાટ : નળ સરોવર, તેમાં આવેલા ટાપુઓ અને આસપાસનાં ગામોમાં પઢાર નામની વિચરતી જનજાતી વસતી જોવા મળે છે જે ગુજરાતમાં ફ્કત આ વિસ્તાર પુરતી મોટેભાગે સિમિત રહી છે. આ જાતિના લોકો વિશીષ્ટ સાંસ્કૃતિક વારસો ધરાવે છે.
સંપાદક : પ્રજાપતિ તુષાર “ઝાકળ” (અમર કથાઓ ગ્રુપ)