તો આવી રીતે કરી હતી બ્રહ્માજીએ નારીની કલ્પના, ભોલેનાથના પરમ ભક્ત ભૃંગી અને માં ના શ્રાપ સાથે જોડાયેલી છે કથા.

0
485

શરીરમાં માતા-પિતા બંનેનો હોય છે અંશ, આ કથા દ્વારા જાણો ફક્ત એકને જ પૂજવાથી શું થયું ભોલેનાથના પરમ ભક્ત ભૃંગી સાથે. મહાદેવના ગણોમાં ભૃંગીની કથા તો તમે જરૂર સાંભળી કે વાંચી હશે. કારણ કે ભોલેનાથના ગણોમાં તેમનું વિશેષ સ્થાન છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે નારીની ઉત્પત્તિનો પણ શ્રેય ક્યાંકને ક્યાંક તેમને જ જાય છે. એવી એક કથા મળે છે જેમાં શિવજીના પરમ ભક્ત ભૃંગીએ જયારે માં પાર્વતી અને ભોલેનાથને અલગ સમજ્યા તો તેમણે શ્રાપ ભોગવવો પડ્યો? સાથે જ તેમને નારીનું મહત્વ સમજાવવા માટે ભોલેનાથે લીલા રચવી પડી હતી. આવો તે પ્રસંગ વિષે જાણીએ.

શિવ સાથે વિરાજિત છે ભૃંગી, આવી રીતે મળ્યા ત્રણ પગ : ભૃંગી મહાદેવના ગણોમાં વિશેષ સ્થાન ધરાવે છે. કહેવામાં આવે છે જ્યાં શિવ હશે ત્યાં ગણેશ, નંદી, શ્રુંગી, ભૃંગી, વીરભદ્રનો વાસ સ્વયં જ હશે. ભોલેનાથ અને માતા પાર્વતી સાથે તેમનો એ ગણ હંમેશા સાથે ચાલે છે. ભૃંગીની ખાસ વાત એ છે કે, તેમને ત્રણ પગ છે. શિવ વિવાહ માટે નીકળેલી જાનમાં તેનું વર્ણન મળે છે ‘बिनु पद होए कोई.. बहुपद बाहू’ (એટલે શિવગણોમાં ઘણા પગ વગરના હતા અને કોઈ પાસે ઘણા પગ હતા). આ પદ તુલસીદાસજીએ ભૃંગી માટે જ લખ્યું છે. આમ તો તે ત્રીજો પગ શ્રાપમાંથી રાહત આપવા માટે મળ્યો હતો.

ભૃંગીએ કરી આવી ખોટી જિદ્દ, મળ્યો માં નો શ્રાપ : ભૃંગી મહાન શિવભક્ત હતા. ભોલેનાથના ચરણો પ્રત્યે તેમનો પ્રેમ અનન્ય હતો. કહેવામાં આવે છે કે, તેમણે સપનામાં પણ શિવ સિવાય કોઈનું ધ્યાન કર્યું ન હતું. ત્યાં સુધી કે તે દેવી પાર્વતીને પણ શિવથી અલગ માનતા હતા. તેમના મનમાં હંમેશા ‘शिवस्य चरणम् केवलम्’ નો જ ભાવ રહેતો હતો. તેમની બુદ્ધી એ વાતનો સ્વીકાર જ કરતી ન હતી કે શિવ અને પાર્વતીમાં કોઈ ભેદ નથી. તેને લઈને એક વખત ભૃંગીએ એક ખોટી જિદ્દ કરી, ત્યારે તેમને સમજાવવા માટે ભોલેનાથ અને માં પાર્વતીને અર્ધનારીશ્વર રૂપ ધારણ કરવું પડ્યું.

જયારે ભૃંગી પહોંચ્યા ભોલેનાથની પરિક્રમા કરવા : કથા અનુસાર એક વખત ભૃંગી ભોલેનાથની પરિક્રમા કરવા કૈલાશ ગયા. ત્યાં હંમેશાની જેમ મહાદેવની ડાબી જાંગ તરફ આદિશક્તિ બિરાજમાન હતા. મહાદેવ સમાધિમાં હતા અને પાર્વતી ચેતન્ય હતા, તેમના નેત્ર ખુલ્લા હતા. ભૃંગી શિવ પ્રેમમાં પાગલ થઇ રહ્યા હતા. તે માત્ર શિવજીની પરિક્રમા કરવાનું વિચારતા હતા, કેમ કે બ્રહ્મચર્યની તેમની પરિભાષા અલગ હતી. તેમને લાગ્યું કે, પાર્વતીજી તો શિવજીના વામાંગમાં વિરાજમાન છે. તેથી તે કેવી રીતે પરિક્રમા કરે. ત્યારે તેમણે માં પાર્વતીને કહ્યું કે, તે શિવથી અલગ થઈને બેસે જેથી તે પરિક્રમા કરી શકે.

રિસાઈ ગયા માં પાર્વતી અને આપી દીધો શ્રાપ : ત્યારે દેવી પાર્વતી સમજી ગયા કે ભૃંગી છે તો તપસ્વી પરંતુ તેમનું જ્ઞાન અધૂરું છે. ત્યારે તેમણે ભૃંગીની વાતને અવગણી. પરંતુ ભૃંગી પોતાની હઠમાં જ હતા. તે વારંવાર માં પાર્વતીને દુર થવા માટે કહેવા લાગ્યા. ત્યારે માં પાર્વતીએ તેમની ઉપર વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે, તે ખોટી વાત બંધ કરે. પહેલા તો તેમણે ભૃંગીને ઘણી રીતે સમજાવ્યા. તેમને પ્રકૃતિ અને પુરુષના સંબંધોની વ્યાખ્યા આપી. વેદોના ઉદાહરણ આપ્યા, પરંતુ ભૃંગી હતા જે સમજવા માટે તૈયાર જ ન હતા.

ભોલેનાથે ભૃંગીને સમજાવવા માટે કરી લીલા : જયારે માતાએ તેમની વાતને ધ્યાન બહાર કરી દીધી, તો ભૃંગીએ સર્પનું રૂપ ધારણ કર્યું અને શિવજીની પરિક્રમા કરવા લાગ્યા. તે સરકતા સરકતા દેવી પાર્વતી અને મહાદેવ વચ્ચેથી નીકળવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેમની આ દૂષ્ટતાનું પરિણામ એ આવ્યું કે, શિવજીની સમાધી ભંગ થઇ ગઈ. તે સમજી ગયા કે મુર્ખ ભૃંગી પાર્વતીને મારા વામ અંગ ઉપર જોઇને વિચલિત છે. તે બંનેમાં ભેદ કરી રહ્યા છે. તેમને સાંકેતિક રૂપથી સમજાવવા માટે શિવજીએ તરત જ અર્ધનારીશ્વર સ્વરૂપ ધારણ કરી લીધું. પાર્વતી માટે હવે તેમાં વિલીન થઇ ગયા હતા.

તેમ છતાં પણ ન માન્યા ભૃંગી અને બની ગયા ઉંદર : કથા મુજબ શિવજી શરીરના જમણા ભાગેથી પુરુષ અને ડાબા ભાગેથી સ્ત્રી રૂપમાં દેખાવા લાગ્યા. હવે તો ભૃંગીની યોજના ઉપર પાણી ફરવા લાગ્યું. ત્યારે ભૃંગીએ ઉંદરનું રૂપ ધારણ કરી લીધું. અને ઉંદરના રૂપમાં પ્રભુના અર્ધનારીશ્વર રૂપને કોતરીને એક બીજાથી અલગ કરવાના પ્રયત્નમાં લાગી ગયા.

ત્યારે માતાએ તેમને શ્રાપ આપ્યો કે, ભૃંગી તમે સૃષ્ટિના આદિ નિયમોનું ઉલંઘન કરી રહ્યા છો. જો તમે માતૃશક્તિનું સન્માન કરવામાં પોતાને નીચા સમજો છો, તો અત્યારે આ જ સમયે તમારા શરીરમાંથી તમારી માતાના અંશ અલગ થઇ જશે. આ શ્રાપ સાંભળીને મહાદેવ પણ વ્યાકુળ થઇ ઉઠ્યા. ભૃંગીની બુદ્ધી ભલે વિચલિત થઈ ગઈ હોય, પણ મહાદેવ જાણતા હતા કે તેનો અર્થ કેટલો ગંભીર છે.

શરીરમાં પિતા અને માતાના અંશની આવી વ્યાખ્યાઓ : શરીર વિજ્ઞાનની વ્યાખ્યા મુજબ માણસના શરીરમાં હાડકા અને પેશીઓ પિતા પાસેથી મળે છે, જયારે લોહી અને મા સ માતાના અંશમાંથી પ્રાપ્ત થાય છે. હવે શ્રાપ મળતા જ ભૃંગીની દુર્ગતિ થઇ ગઈ. તેના શરીરમાંથી તરત લોહી અને મા સ અલગ થઇ ગયા. શરીરમાં રહી ગયા માત્ર હાડકાઓ અને પેશીઓ.

મૃત્યુ તો થઇ શકતું ન હતું કેમ કે, તે અવિમુક્ત કૈલાશના ક્ષેત્રમાં હતા અને સ્વયં સદાશિવ અને મહામાયા તેમની સામે હતા. તેમના પ્રાણ હરવા વાળા યમદૂત ત્યાં પહોંચવાનું સાહસ જ ન કરી શકતા હતા. ભૃંગી અસહ્ય પીડાથી વ્યાકુળ થવા લાગ્યા. કારણ કે તે શ્રાપ પણ આદિશક્તિ દ્વારા આપવામાં આવ્યો હતો, અને તેમણે એ શ્રાપ ભૃંગીની ભેદબુદ્ધીને યોગ્ય રસ્તા ઉપર લાવવા માટે આપ્યો હતો. એટલા માટે મહાદેવ પણ વચ્ચે ન પડ્યા.

આ રીતે માફ કર્યા માતાએ ભૃંગીને : શ્રાપને લઈને ભૃંગી સમજી શક્યા કે પિતૃશક્તિ કોઈ પણ પ્રકારે માતૃશક્તિથી અલગ નથી. માતા અને પિતા મળીને જ આ શરીરનું નિર્માણ કરે છે. એટલા માટે બંને જ પૂજ્ય છે. ત્યાર પછી ભૃંગીએ અસહ્ય પીડા સહન કરતા કરતા માં ની પૂજા કરી. માતા તો માતા જ હોય છે. તેમણે તરત તેમની ઉપર કૃપા કરી અને તેમની પીડા દુર કરી દીધી. માતાએ શ્રાપ પાછો લેવાનું કાર્ય શરુ કર્યું પરંતુ ધન્ય હતા ભક્ત ભૃંગી પણ. તેમણે માતાનો શ્રાપ પાછો લેતા અટકાવ્યા.

માતાને કહ્યું રહેવા દો આ જ સ્વરૂપમાં : ભૃંગીએ કહ્યું, હે માતા! મારી પીડા દુર કરીને તમે મોટી કૃપા કરી છે. પરંતુ મને આ સ્વરૂપમાં રહેવા દો. મારું આ સ્વરૂપ સંસાર માટે એક ઉદાહરણ બનશે. આ સૃષ્ટીમાં ફરીથી કોઈ મારી જેમ ભ્રમનો શિકાર બનીને માતા અને પિતાને એક બીજાથી અલગ સમજવાની ભૂલ નહિ કરે. મેં આટલો અપરાધ કર્યો છતાં પણ તમે મારી ઉપર અનુગ્રહ કર્યો. હવે હું એક જીવંત ઉદાહરણ બનીને હંમેશા તમારી આસપાસ જ રહીશ.

ભક્તની આ વાત સાંભળીને મહાદેવ અને પાર્વતી પ્રસન્ન થયા. અર્ધનારીશ્વર રૂપ ધારણ કરેલા માતા પાર્વતી અને શિવજીએ તરત ભૃગીને તેના ગણોમાં મુખ્ય સ્થાન આપ્યું. ભૃંગી ચાલવા ફરવામાં સમર્થ બની શકે એટલા માટે તેમને ત્રીજો પગ પણ આપ્યો. પગથી તે પોતાનો ભાર સંભાળીને શિવ પાર્વતી સાથે ચાલે છે. અર્ધનારીશ્વર ભગવાને કહ્યું – હે ભૃંગી! તું સદા અમારી સાથે રહીશ. તારી ઉપસ્થિતિ આ જગતનો સંદેશ હશે કે, દરેક જીવમાં જેટલો અંશ પુરષ છે એટલો જ અંશ નારી છે.

ત્યારે બ્રહ્માએ નારીની કરી કલ્પના : કથા મળે છે કે સંસારમાં મૈથુની સૃષ્ટિની વ્યવસ્થા શિવજીએ આપી છે. તેના માટે તેમણે સૌથી પહેલા બ્રહ્માને પોતાનું અર્ધનારીશ્વર સ્વરૂપ દેખાડ્યું. તે જોઇને જ બ્રહ્માએ નારીની કલ્પના કરી. નારી અને પુરુષના સંયોગથી સૃષ્ટિની રચનાની વ્યવસ્થા આપી. અર્થાંત નર-નારી મળીને શુક્ષ્મ બ્રહ્માની જેમ સૃષ્ટિકરતા બની જાય છે. પરંતુ શિવે પાર્વતી સાથે વિવાહની વ્યવસ્થા આપી. અને સૌથી પહેલા વિવાહ શિવજી અને માતા પાર્વતીના જ છે.

આ માહિતી નવ ભારત ટાઈમ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.