સાસુની લાડકી વહુ બનવા માટે માટે ભૂલ્યા વિના અપનાવી લો આ ટિપ્સ
આજકાલ વ્યસ્ત જીવનશૈલીના કારણે માણસ પાસે પોતાના માટે સમય નથી. માત્ર પુરૂષો જ નહીં મહિલાઓની પણ આ જ સમસ્યા છે. આવી સ્થિતિમાં વ્યસ્તતાને કારણે મહિલાઓને ઘરના કામકાજ પૂરા કરવાનો સમય મળતો નથી. સંયુક્ત કુટુંબમાં રહેતી સ્ત્રીઓની પોતાની અને તેમના પતિની તેમજ પરિવારના અન્ય સભ્યોની સંભાળ રાખવાની જવાબદારી હોય છે.
જેના કારણે બહુ ઓછા સંબંધો એવા હોય છે, જ્યાં સાસુ અને વહુ વચ્ચે માં-દીકરી જેવો પ્રેમ રહે છે. ઘણીવાર સાસુ અને વહુ વચ્ચેના સંબંધોમાં ખટાશ અને અણબનાવની વાતો થાય છે. જો તમારું પણ તમારી સાસુ સાથે સારા સંબંધો નથી તો હવે તમારે ગભરાવાની જરૂર નથી. આજે અમે તમને કેટલાક એવા સરળ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે તમારી સાસુને તમારી બેસ્ટ ફ્રેન્ડ બનાવી શકો છો.
જાણો સાસુની પસંદગી વિશે : માત્ર તમારી પોતાની અને તમારા પતિની પસંદગીને મહત્વ ન આપો. તમારી સાસુની પસંદગીઓ વિશે પણ જાણવાનો પ્રયાસ કરો. આમ તો, વિશ્વની લગભગ દરેક સ્ત્રીઓને ફરવું અને ખરીદી કરવાનું પસંદ હોય છે. જો તમારે તમારી સાસુનું દિલ જીતવું હોય તો તેમની સાથે ખરીદી કરવા જાઓ અને તેમને સારી વસ્તુઓ ટ્રાઈ કરવો. શોપિંગ કરતી વખતે તમને એ પણ ખબર પડશે કે તેમને શોપિંગ કે બહારની દુનિયામાં શું-શું પસંદ છે. આ સિવાય જ્યારે પણ તમે ખરીદી કરવા જાઓ ત્યારે તમારી સાસુ માટે ચોક્કસ કંઈક લાવો અને તેમને હસતા હસતા તે વસ્તુ આપો. જુઓ કે તેઓ કેટલી ખુશ થાય છે.
દરેકને આપો સમય : તમારા પતિની સાથે સાથે તમારા સાસુ-સસરાની વાતો પણ ધ્યાનથી સાંભળો. પરિવારમાં એવી ભૂમિકા ભજવો કે તમે તેમની વચ્ચે પુલનું કામ કરો. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે દરેકના ફેવરિટ બનવાની સાથે દરેક બાબતમાં તમારી સલાહ લેવામાં આવશે. એક વાત ધ્યાનમાં રાખો કે વિવાહિત જીવનમાં કોઈ તમને તમારી ઓળખ અને વિચાર બદલવા બદલવા માટે કોઈ કહેતું નથી અને તેની કોઈ જરૂરત પણ નથી. જો કોઈ વસ્તુની જરૂરત છે તે છે ધીરજ, ધીરજથી કામ લઈને દરેકને સાંભળવાની અને યોગ્ય રીતે પોતાની વાત રાખવાની. પછી જુઓ તમને કેટલો પ્રેમ મળે છે.
પતિ સાથે મજાક મસ્તી કરો : વહાલી વહુ બનવાનો એક મંત્ર એ છે કે તમારા પતિને સાસુની સામે સાસુની બાજુ લઈને મજાક કરવું અને પતિની ખરાબ આદતો વિષે જણાવો. આમ કરવાથી સાસુને લાગશે કે તમારું પક્ષ ફક્ત પતિ તરફ જ નથી, પરંતુ સાસુ તરફ પણ છે. જો તમે લગ્ન કરવા જઈ રહ્યા છો અને તમે તમારી સાસુ-સસરાને મળો છો, તો આ ટિપ્સ તમારા માટે ઘણી મદદરૂપ છે. આ સાથે તમારો સમય પણ સારો વીતતો રહેશે અને તમે એકબીજાની નજીક પણ આવશો.
સાસુ સાથે સમય પસાર કરો : જો તમે કામ કરતા હોવ તો રાત્રે ઘરે ગયા પછી સાસુ માટે થોડો સમય કાઢો. ભલે તમે તેમની સાથે 5 મિનિટ બેસો પણ બેસો ખરા. આ સમયે દીકરી બનીને તમે તેમને ઘરની પરિસ્થિતિ વિષે પૂછી શકો છો, કોઈ મહેમાન આવ્યા હતા કે નહીં અથવા તે આજે ક્યાંક ગયા હતા કે નહીં, તેના વિશે વાત કરી શકો છો અથવા દિવસ દરમિયાન કોઈ વસ્તુને લઈને સમસ્યા તો નથી નથી. આ સિવાય તમારી ઓફિસ વિશેની કોઈ પણ રમુજી વાત તેમને કહો. આનાથી સાસુને લાગશે કે તમે માત્ર તમારા પતિ અને કરિયર પૂરતા મર્યાદિત નથી પણ ઘર અને તેમના વિશે પણ વિચારો છો. જો તમે ગૃહિણી છો તો તમે ગમે ત્યારે તેમના માટે સમય કાઢી શકો છો.
આ માહિતી ઓન્લી માય હેલ્થ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.