વરસાદ પડી રહ્યો હતો અને ડો.આર.પી. યાદવ પત્ની સાથે કારમાં ક્યાંક જઈ રહ્યા હતા. ત્યારે તેમણે રસ્તામાં 4 છોકરીઓને વરસાદમાં પલળતી જોઈ. યાદવજીએ તેમની કાર રોકી અને તેમને લિફ્ટ આપી. તેમની સાથે વાતચીત દરમિયાન, તેમને જાણવા મળ્યું કે તે છોકરીઓ દરરોજ 4-5 કિલોમીટર ચાલે છે અને કોલેજ જવા માટે બસ સ્ટોપ પર જાય છે. યુવતીઓએ યાદવજીની પત્નીને કહ્યું કે, ઘણી વખત છોકરાઓ તેમની સાથેછે દતી પણ કરે છે.
યાદવની પત્ની આનાથી નાખુશ થઈ ગઈ અને તેમના પતિને પૂછ્યું કે, શું તમે આ છોકરીઓની મદદ કરી શકો છો. આનો જવાબ આપતાં તેમણે પત્નીને પૂછ્યું કે ‘જો આજે આપણી દીકરી હોત, તો તેના અભ્યાસ અને લગ્નમાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો હોત’. પત્નીએ કહ્યું- ’18-20 લાખ રૂપિયા’.
પત્નીનો જવાબ સાંભળીને યાદવે બીજા જ દિવસે તેમના પીએફ ફંડમાંથી 19 લાખ રૂપિયા નીકાળીને કોલેજ જઇ રહેલી યુવતીઓ માટે બસ ખરીદી. છેલ્લા એક વર્ષથી નજીકના ગામોના 60 વિદ્યાર્થીનીઓ તેમના દ્વારા સંચાલિત બસમાં કોલેજ જઈ રહી છે.
આ બસ સેવાનું નામ ‘ફ્રી બેટી વાહિની’ છે. આ સેવાથી રાજસ્થાનના સીકર જિલ્લાની યુવતીઓ માત્ર સુરક્ષિત જ નથી રહેતી, પણ પોતાના સપનાને પણ ઉડાન આપી છે. માતાપિતાએ પણ હવે તેમની દીકરીઓને કોલેજ મોકલવાનું શરૂ કર્યું છે. અગાઉ તે તેમની સલામતીની ચિંતાને કારણે કોલેજ મોકલવાથી ડરતા હતા.
આ બસ ચલાવવા માટે દર મહિને લગભગ 36,000 રૂપિયા ડીઝલનો ખર્ચ થાય છે. ડ્રાઇવર અને કંડક્ટરનો પગાર અલગ છે. આ આખો ખર્ચ ડૉ. યાદવ દ્વારા ઉઠાવવામાં આવે છે. યાદવજી રાજસ્થાનના સીકરની સરકારી હોસ્પિટલમાં બાળ રોગના ડોકટર છે, જે બહુ જલ્દી નિવૃત્ત થવા જઈ રહ્યા છે.
સ્ત્રીઓની સલામતીને લગતી ઘણી બાબતો છે, પરંતુ બહુ ઓછા લોકો છે, જે આગળ વધે છે અને આ સમસ્યાને સમાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. ડૉ. યાદવ એવા થોડા લોકોમાં શામેલ છે.
– સાભાર ચીમન ભલાલા (અમર કથાઓ ગ્રુપ)