સવારે ઉઠતા જ મળે આ સંકેત તો થાય છે લાભ, તકલીફ થાય છે દુર, આવે છે પૈસા.

0
901

જો તમને સવારના સમયે મળે આમાંથી કોઈ એક સંકેત તો સમજો કે તમારો દિવસ સારો જવાનો છે.

જો સવારે ઉઠતા જ અહીં નીચે જણાવેલી કોઈ પ્રકારની ઘટના બને તો સમજી લો કે કુદરત કાંઈક સંકેત આપી રહી છે. આજે આપણે, લોકોને મળતા એવા સંકેત વિષે જાણીશું જેના દ્વારા એ વાતની જાણ થાય છે કે ધનલાભ થવાનો છે કે પછી કાંઈક બીજું. આ સંકેતોને સમજવા માટે એ જાણવું જરૂરી છે કે, શેનાથી શું ફળ પ્રાપ્ત થાય છે. આજે અમે કેટલાક ખાસ સંકેતો વિષે આ આર્ટીકલના માધ્યમથી જણાવીશું.

આવા અવાજ સંભળાય : કહેવામાં આવે છે કે જો સવારે ઉઠતા જ શંખનાદ, મંદિરની ઘંટડીઓ કે મંત્રોચ્ચારનો અવાજ સંભળાય તો તેને ઘણું શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કોઈને કોઈ સારા સમાચાર મળશે.

કચરો વાળતા જોવા મળે : કહેવામાં આવે છે કે જો સવાર સવારમાં તમને સફાઈ કર્મચારી કચરો વાળતા કે સાફ સફાઈ કરતા જોવા મળે, તો માનવું કે વહેલી તકે તમને ધન મળવાનું છે. આ શુભ સંકેત માનવામાં આવે છે.

ગાયનું ભાંભરવું : કહેવામાં આવે છે કે જો સવારે તમે જેવા જાગો અને તમને સફેદ ગાય દરવાજા સામે આવીને ભાંભરતી જોવા મળે તો તે ઘણું શુભ હોય છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં ખુશીઓ આવશે કે વહેલી તકે માંગલિક કાર્ય થશે.

જુવો દૂધ કે દહીં : કહેવામાં આવે છે કે જો સવારે ઉઠતા જ જો તમારી નજર દૂધ, દહીં કે દૂધની બનેલી સફેદ વસ્તુ ઉપર પડે છે, તો તેને ભાગ્ય વૃદ્ધીના સંકેત માનવામાં આવે છે. સાથે જ માં લક્ષ્મીની કૃપા તમારા ઉપર થવાની છે એવું માનવું જોઈએ.

પૂજાની થાળી અને અખંડ સૌભાગ્યવતી મહિલા : કહેવામાં આવે છે કે જો જાગ્યા પછી જેવા જ તમે ઘરની બહાર નીકળો કે ઘરની અંદર ઉઠતા જ શૃંગાર કરેલી અખંડ સૌભાગ્યવતી મહિલા જુવો જે પૂજાની થાળી લઇ પૂજા કરવા જતી દેખાય તો તે ઘણું શુભ માનવામાં આવે છે. તેનાથી કામમાં સફળતા મળે છે.

પાણીથી ભરેલી ડોલ : કહેવામાં આવે છે કે જો તમે કોઈ કામથી સવારના સમયે ઘરેથી નીકળો છો અને તમારી સામે પાણીથી ભરેલી ડોલ જોવા મળે તો તે ઘણું શુભ માનવામાં આવે છે. કહેવામાં તો ત્યાં સુધી આવે છે કે પાણીથી ભરેલી ડોલ કાર્યમાં સફળતા મળવા તરફ ઈશારો કરે છે.

નોંધ : ઉપરોક્ત સમાચારમાં આપવામાં આવેલી માહિતી માત્ર છે. અમે તેની પુષ્ટિ નથી કરતા. આપવામાં આવેલી માહિતી પ્રચલિત માન્યતાઓ અને જાણકારીઓ ઉપર આધારિત છે. તેથી કોઈ કાર્ય શરુ કરતા પહેલા નિષ્ણાંત પાસે જાણકારી જરૂર પ્રાપ્ત કરી લો.

આ માહિતી રીવા રિયાસત અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.