લાચાર પતિની આ વેદના પત્નીઓ સમજશે તો ઘરનો માળો વિંખાવાનો વારો નહિ આવે, દરેકે વાંચવા જેવી ઘટના.

0
1081

પત્ની :- ક્યાં ગ્યા? તમને કવ છુ.

પતિ :- હાં બોલ, શું રાડુ પાડે છે.

પત્ની :- હવે તો પાંચ પંદર દિ ક્યાંક ફરવા લઇ જાવ. બે વરસથી ઘરમાં ને ઘરમા પુરાઇને આ છોકરાઓ મુંઝાય ગયા છે.

પતિ :- હમણા ક્યાંય ના જવાય. હજુ કો-રો-ના ગયો નથી.

પત્ની :- ઓ હો, તમને એકલાને જ કો-રો-ના નડે છે, મલક આખો ફરવા જાય છે એમને કોઇને કો-રો-ના નથી નડતો. તમને એકલાને જ નડે છે.

પતિ :- બે વરસથી ધંધા મંદ ચાલે છે. આવક પણ ઘટી ગઇ છે અને મોંઘવારી વધતી જાય છે. ઘર ખર્ચા માંડ માંડ નીકળે છે અને તને બહાર ફરવા જવાનું સુઝે છે.

પત્ની :- મને ફરવા જવાનો કાંઇ શોખ નથી. તમે તો સવારમાં ટીફીન લઇને નીકળી જાવ છો. આ છોકરાઓ આખો દિવસ મારુ માથુ ખાય જાય છે. મારા પપ્પા ક્યાંય બહાર ફરવા નથી લઇ જતા એવી રાડો પાડી મારુ માથુ પકવી નાખે છે. આપણી શેરીમાથી કેટલાય ફેમીલી એમના છોકરાઓને લઇને આબુ અને સાપુતારા ફરવા ગયા.. પણ મારા પપ્પા અમને ક્યાંય ફરવા નથી લઇ જતા.

પતિ :- સગવડતા હોય ઇ જાય. આબુ – સાપુતારા જવા ખિસ્સામા ફદિયુય હોવુ જોઇએ ને… એમનામ ફરવા થોડુ જવાય છે.

પત્ની :- આ બધા નહી લઇ જવાના બહાના છે.

પતિ :- સારુ, બધી લપ મેલ. હું ક્યાંકથી પૈસાની સગવડતા કરુ છુ.

પતિદેવ બહારથી વ્યાજે 50 હજારનો મેળ કરી પરિવારને લઇ આબુ ફરવા જાય છે..

પણ, પતિદેવના મનમાં સતત એક વિચાર રમ્યા કરતો હોય છે કે આ મંદીમાં હું ઘરનું કેમ પુરુ કરુ છુ ઇ મારુ મન જાણે છે. પત્ની અને છોકરાઓની રોજે રોજ ડિમાન્ડ વધતી જાય છે. એક સાંધુ ત્યાં તેર તુટે છે. સ્ત્રીહઠ આગળ હું લાચાર છુ. પરિવારની જીદ પુરી કરવામાં ને કરવામા મારા માથે અઢી લાખનું દેવુ થઇ ગયુ અને એમાં 50 હજારનું બીજુ દેવુ માથે કર્યુ. આવક વિના આ દેવુ કેવી રીતે ભરીશ. પરિવારની જીદ પુરી કરવામાં મારે ઝેર પીવાના દાડા આવશે.

સમાજમાં એક બીજાની દેખા દેખીમાં કંઇક પરિવારો દેવામાં ડૂબી ગયા. કંઇક પુરુષોએ દ વા પી જીવન ટુંકાવી નાખ્યાના કિસ્સા સમાજમાં બને છે. માટે, તમારા પતિની આવક પ્રમાણે જીવન જીવતા શીખો. કરકસર કરવાથી આબરુ નહી જાય, પણ મોજ શોખ પુરા કરવા કે બીજાને સારુ દેખાડવા માથે દેવુ કરશો તો બરબાદ થઇ જશો.

કોઇની દેખા દેખી કરી નકલ ના કરો, પણ પંડ પ્રમાણે સોડ તાણો.

શહેરમાં રહેતા લોકોમાં કેટલાક પરિવારો એક બીજાની દેખા દેખીમાં માથે દેવુ કરી માભો બતાવવા જાય છે.

માથે દેવુ કરી માભો ના બતાવો, નહી તો ઘરનો માળો વિંખાય જતા વાર નહી લાગે.

– સાભાર આરડી ઉઘરોજ (અમર કથાઓ ગ્રુપ)