સવારે અને સાંજે અદ્રશ્ય થઇ જાય છે આ અદ્દભુત મંદિર, દર્શન માટે દુર દુરથી આવે છે લોકો.

0
893

જાણો એક એવા મંદિર વિષે જે દિવસમાં બે વખત થઈ જાય છે ગાયબ, કાર્તિકેય સાથે છે તેનો સંબંધ.

ભારતમાં ઘણા એવા મંદિરો છે, જે આખી દુનિયામાં ઘણા પ્રસિદ્ધ છે. આ મંદિરોમાં દર્શન કરવા માટે લોકો દુર દુરથી આવે છે. ભારતમાં ભગવાન શિવના પણ ઘણા પ્રાચીન મંદિર છે જે ઘણા પ્રસિદ્ધ છે. તે યાદીમાં ગુજરાતના સ્તંભેશ્વર મહાદેવ મંદિરનો પણ ઉલ્લેખ છે. સૌથી જુનું મંદિર હોવાની સાથે સ્તંભેશ્વર મહાદેવ મંદિરને ‘ગાયબ મંદિર’ પણ કહેવામાં આવે છે. શ્રાવણ મહિનામાં આ મંદિરમાં લોકોની ભીડ ઉમટી પડે છે. લોકો દુર દુરથી મહાદેવના દર્શન કરવા માટે આવે છે.

કહેવામાં આવે છે કે, સ્તંભેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ ભગવાન શિવના પુત્ર કાર્તિકેયે પોતાના તપોબળથી કર્યું હતું. આ મંદિર સમુદ્રમાં આવેલું છે અને દિવસમાં બે વખત અદ્રશ્ય થઇ જાય છે. ઘણા લોકોને મંદિરનું ગાયબ થવું એક ચમત્કાર લાગે છે. એટલું જ નહિ લોકો પોતાની મનોકામના પૂરી થવાની કામના લઈને આ મંદિરમાં દર્શન કરવા માટે આવતા રહે છે. જો તમે પણ ભગવાન શિવના ભક્ત છો તો આ મંદિરના દર્શન કરવા માટે જરૂર જાવ.

કેમ કહેવામાં આવે છે ‘ગાયબ મંદિર’?

સ્તંભેશ્વર મહાદેવ મંદિર રોજ સવારે અને સાંજે થોડી વાર માટે ગાયબ થઇ જાય છે. તેની પાછળ કુદરતી કારણ છે. ખાસ કરીને અહીં સમુદ્રનું સ્તર એટલું વધી જાય છે કે મંદિર સંપૂર્ણ રીતે તેમ ડૂબી જાય છે. પછી થોડા સમયમાં સમુદ્રનું સ્તર ઘટી જાય છે અને મંદિર ફરીથી દેખાવા લાગે છે. એવું હંમેશા સવારે અને સાંજના સમયે થાય છે. મંદિરના ગાયબ થવા વિષે લોકો એવું માને છે કે, સમુદ્ર દરરોજ શિવજીનો અભિષેક કરે છે એટલે તે ગાયબ થઈ જાય છે. એટલુ જ નહિ શ્રદ્ધાળુ ભગવાન શિવના આ મંદિર જોવા માટે દુર દુરથી આવે છે.

સ્તંભેશ્વર મહાદેવ મંદિર કેવી રીતે જવું?

સ્તંભેશ્વર મહાદેવ મંદિર ગુજરાતના વડોદરાથી લગભગ 40 કી.મી. દુર જંબુસર તાલુકામાં આવેલું છે. કાવી કંબોઈ ગુજરાતના વડોદરાથી લગભગ 75 કી.મી. દુર છે. કાવી કંબોઈ વડોદરા, ભરૂચ અને ભાવનગર જેવા સ્થળોથી રોડ માર્ગે સારી રીતે જોડાયેલું છે. વડોદરાથી તમે સ્તંભેશ્વર મહાદેવ મંદિર જવા માટે પ્રાઈવેટ ટેક્સી કે પછી અન્ય વાહન કે સાધન લઇ શકો છો. તે ઉપરાંત અહિયાં પહોંચવા માટે રોડ, રેલવે કે પછી વિમાન દ્વારા પણ સરળતાથી પહોંચી શકાય છે. આ મંદિર સાથે જોડાયેલી વધુ જાણકારી માટે તમે www.stambheshwarmahadev. com ની મુલાકાત લઈ શકો છો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.