અમેરિકાના પૂ. રાષ્ટ્રપતિ ટોમસ જેફરસનના જીવનનો આ પ્રસંગ દરેક ખેડૂત પ્રેમીઓએ વાંચવો જોઈએ.

0
390

અમેરિકાના ત્રીજા રાષ્ટ્રપતિ ટોમસ જેફરસન એક વખત એક આલીશાન હોટલમાં ગયા હતા. હોટલ દેખાવમાં એકદમ સુંદર હતી. તે આલીશાન હોટલની અંદર ગયા અને ત્યાં રોકાવા માટે રૂમની માંગણી કરી. હોટલમાં જતા સમયે ટોમસ જેફરસનની વેશભૂષા એકદમ ગામડાના ખેડૂત જેવી હતી. ટોમસ જેફરસનની આ વેશભૂષાને કારણે હોટલનો મેનેજર તેમને ઓળખી શક્યો નહિ કે તે કોણ છે?

મેનેજરે તેમને ગામડાનો ખેડૂત સમજીને તેમને રૂમ આપવાની ના પાડી દીધી. ટોમસ જેફરસન કોઈ વિવાદ કર્યા વિના ત્યાંથી ચુપચાપ નીકળવા લાગ્યા. હોટલના માલિક અને મેનેજર તો એમને ઓળખી શક્યા નહોતા, પણ હોટલમાં એક વ્યક્તિએ હતો જેણે ટોમસ જેફરસનને ઓળખી લીધા અને તેણે તરત હોટલના માલિકને જણાવ્યું કે “આ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ટોમસ જેફરસન છે.”

હોટલના માલિકે સમય બગાડ્યા વિના તમામ નોકરોને ટોમસ જેફરસનની પાછળ મોકલ્યા. તેઓ હજી વધારે દૂર ગયા નહોતા એટલે નોકરો તેમના સુધી પહોંચી ગયા. નોકરો પોતાના માલિક તરફથી માફી માંગવા લાગ્યા અને તેમને પાછા હોટલમાં આવવાની વિનંતી કરી.

ટોમસ જેફરસને માથું હલાવતા જણાવ્યું કે “ના, આની કોઈ જરૂર નથી. તમે પાછા જાવ અને તમારા માલિકને જણાવો કે, જો તમારી હોટલમાં અમેરિકાના કોઈ સામાન્ય ખેડૂત માટે જગ્યા નથી, તો પછી અમેરિકાનો રાષ્ટ્રપતિ અહીં કેવી રીતે રહી શકે?”

એ પછી ટોમસ જેફરસન અન્ય કોઈ હોટલની શોધમાં આગળ નીકળી ગયા.

મિત્રો આ પ્રસંગ એક પુસ્તકમાં પણ છપાયેલો હતો. આ પ્રસંગ માણસ – માણસ વચ્ચે ભેદભાવ ન કરવાનું શીખવે છે.