સારું કામ કરવા વાળાની નિંદા થતી રહે છે, તેને અવગણીને આ ખાસ વાત પર આપશો ધ્યાન તો નહિ આવે કોઈ મુશ્કેલી

0
386

સારું કામ કરી રહ્યા છો તો ટીકાઓ પર ધ્યાન આપવું જોઈએ નહિ, ફક્ત આ વસ્તુ પર ફોક્સ કરો અને પછી મેળવો આવું પરિણામ. રવિન્દ્રનાથ ટાગોર મહાન કવિ હતા અને તેમનું વ્યક્તિત્વ પણ ઘણું નિરાળું હતું. તે જે પણ કામ કરતા હતા તેને તપસ્યા માનીને કરતા હતા. તે પોતાના કામમાં સંપૂર્ણ રીતે ડૂબી જતા હતા.

રવિન્દ્રનાથ ટાગોરના સારા કામોથી અને તેમની પ્રસિદ્ધિથી બળતરા કરવાવાળા લોકો પણ ઘણા વધારે હતા. અમુક લોકોએ તો યોજનાબદ્ધ રીતે સમાજમાં રવિન્દ્રનાથ ટાગોરની આલોચના કરવાની શરૂ કરી હતી. અને આ વાત રવિન્દ્રનાથ ટાગોર સુધી પણ પહોંચતી હતી કે, લોકો તેમની નિંદા કરી રહ્યા છે. ક્યારેક-ક્યારેક તો લોકો તેમની સામે જ તેમને અપમાનજનક શબ્દ કહી દેતા હતા, પણ રવિન્દ્રનાથ ટાગોર કોઈનો વિરોધ કરતા ન હતા. તે હસીને આલોચકોનો સામનો કરતા હતા. તે આવી વાતોથી પ્રભાવિત થતા નહતા અને પોતાના કામમાં લાગ્યા રહેતા હતા.

એક દિવસ પ્રસિદ્ધ ઉપન્યાસકાર શરતચંદ્રએ રવિન્દ્રનાથ ટાગોરને કહ્યું, આ તમારી આલોચના અને નિંદા થઈ રહી છે, તે સાંભળી મને સારું નથી લાગી રહ્યું. તમે કહો તો અમે તેમનો વિરોધ કરીશું. આ બધાને પાઠ ભણાવીશું. અને હું તમને પણ એજ કહીશ કે આલોચકોને પાઠ ભણાવો.

ત્યારે રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું કે, આ કામ મારાથી નહિ થઈ શકે. નિંદા કરવાવાળાનું પોતાનું સ્તર છે અને મારું પોતાનું સ્તર છે. હું નીચે ઉતરીને તેમના સ્તર પર નથી જઈ શકતો. અને તેમને તેમનું સ્તર છોડવાની સલાહ પણ નથી આપી શકતો. આમ પણ શું ફરક પડે છે? જો આપણે મોટું કામ કરવા ઇચ્છીએ છીએ, તો આપણને એવી વાતોને અવગણતા આવડવું જોઈએ. તમે પણ મગજમાંથી આ વાતો કાઢી નાખો.

શીખ : રવિન્દ્રનાથ ટાગોરે આપણને એ શીખ આપી કે, જો આપણે મોટા કામ કરવા હોય, તો પોતાની ઉર્જા બુરાઈ કરવાવાળા લોકો પર ખર્ચ નહિ કરવી જોઈએ. પોતાની ઉર્જાને સારા કામ પુરા કરવામાં લગાવવી જોઈએ. મોટા કામ કરવાવાળાની નિંદા તો થાય જ છે. એટલા માટે આ વાતો પર ધ્યાન આપવાથી કોઈ લાભ નથી, ફક્ત પોતાના કામ પર ફોકસ કરો.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.