જાણો ચાર યુગોના ટાઇમ અને કળિયુગમાં અનેક દોષો હોવા છતાં એનું મહત્વ કેમ છે

0
2875

સનાતન વૈદિક ધર્મ શાસ્ત્રો મુજબ ચાર યુગો ની એક સાયકલ હોઈ છે.

સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળયુગ.

સતયુગ માં ધર્માત્મા મનુષ્યો હોઈ છે ને ક્રમશઃ બીજા યુગ આવતા ધર્મ ઘટતો જાય છે.

ચારેય યુગો ના માપ.

સતયુગ હોઈ એમાં ૧૭,૨૮,૦૦૦ વરસ

ત્રેતા માં ૧૨,૯૬,૦૦૦ વરસ

દ્વાપર માં ૮,૬૪,૦૦૦ વરસ

અને કળિયુગ માં ૪,૩૨,૦૦૦ વરસ.

આમ આ આખી સાયકલ ૪૩,૨૦,૦૦૦ વરસ માં પૂરી થાય ને વરે પાછી બીજી સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિ એમ નવી સાયકલ શુરૂ થાય.

કદાચ એટલે જ સમય ને સમય ચક્ર નામ દીધું હસે.

શાસ્ત્રો માં દરેક યુગ મા સાધના ફળ ની વાત લખેલ છે.

સતયુગ માં ૧૦ વરસ દિવસ રાત તપ કરવાથી.

ત્રેતા માં ૧ વરસ તપ,

દ્વાપર માં ૧ મહિનો તપ

અને કળિયુગ માં ૧ આખો દિવસ રાત તપ કરવાથી સરખો પુણ્ય થાય.

બીજા યુગો કરતા કળિયુગ માં સાધના જલ્દી ફળદાયી થાય એટલે કળિયુગ માં અનેક દોષો હોવા છતાં એનું પોતાનું મહત્વ પણ છે.

– સાભાર રામ જાડેજા (અમર કથાઓ ગ્રુપ)