આ તારીખોમાં જન્મેલા લોકો માટે આશીર્વાદ સમાન છે 9 જાન્યુઆરી સુધીનો સમય, વાંચો અંક ભવિષ્યફળ.

0
464

9 જાન્યુઆરી સુધીમાં આ અંક વાળાના જુના અટકેલા કામ પુરા થશે, ધન લાભ થઇ શકે છે, લોકોની ઉધારી પણ ચૂકવાશે.

જ્યોતિષ શાસ્ત્રની જેમ અંક જ્યોતિષ ઉપરથી પણ લોકોના ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ વિષે જાણી શકાય છે. જે રીતે દરેક નામ મુજબ રાશી હોય છે તે રીતે દરેક નંબર મુજબ અંક જ્યોતિષમાં મૂળાંક (નંબર) હોય છે. અંકશાસ્ત્ર મુજબ પોતાનો મૂળાંક કાઢવા માટે તમે તમારી જન્મ તિથીના અંક જોડો અને જે સંખ્યા આવશે, તે તમારો મૂળાંક હશે. ઉદાહરણ તરીકે મહિનાની 2, 11 અને 20 તારીખના રોજ જન્મેલા લોકોનો મૂળાંક 2 હશે. જાણો 9 જાન્યુઆરી સુધીનો સમય કયા લોકો માટે શુભ રહેવાનો છે.

મૂળાંક 1 – મહેનત તો સંપૂર્ણ કરવામાં આવશે પણ તે મુજબ ફળ નહિ મળે. આ અઠવાડિયે શાંતિ અને ધીરજ જાળવવાની જરૂર છે. કોઈ જુના અટકેલા કામ પુરા થશે. વેપારમાં લાભ થશે. ધન કમાવાનું વિચારો. કોઈ પણ કામની સારી અને ખરાબ બાબતોને જાણ્યા વગર તે કામ ઉતાવળમાં ન કરો.

મૂળાંક 2 – આ અઠવાડિયે સાવચેતીની ખાસ જરૂર છે, નકારાત્મક વિચાર દુઃખી કરી શકે છે. બચત કરેલા ધનમાં ઘટાડો થઇ શકે છે અને ધનની સમસ્યા પણ ઉભી થઇ શકે છે. ધ્યાન રાખો કે નકામી વાતોમાં ક્યારે પણ ન પડો. કોઈ શુભ સમાચાર મળી શકે છે. કુટુંબ સાથે ક્યાંક ફરવા માટે બહાર જઈ શકો છો. ઓફીસમાં માન સન્માનમાં વધારો થશે, અધિકારી ખુશ રહેશે.

મૂળાંક 3 – આ અઠવાડિયે કોઈ ચિંતા માંથી મુક્તિ મળી શકે છે, તમારી આર્થિક સ્થિતિમાં ફેરફાર થઇ શકે છે. કોઈ પ્રવાસ ઉપર જવું પડશે, બચત કરેલા ધનમાં ઘટાડો થશે. અધિકારીઓ સાથે સંબંધ સારા રહેશે. તમારી આર્થિક સ્થિતિ આમ તો સારી રહેશે, પણ કોઈ પણ કામ ખુબ જ સંભાળીને કરો. તમે જમીન સંપત્તિનો સોદો કરી શકો છો, ખરીદ વેચાણમાં તમને લાભ થઇ શકે છે.

મૂળાંક 4 – આ અઠવાડિયે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેશો, નુકશાન થઇ શકે છે. ક્યાંક બહાર ફરવા જવાનું થઇ શકે છે. વેપારમાં નવા લોકો સાથે મુલાકાત થશે. કોઈ શુભ સમાચાર મળી શકે છે. કુટુંબ સાથે ક્યાંક ધાર્મિક સ્થળ ઉપર જવાની તક ઉભી થઇ શકે છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાની સંભાવના છે.

મૂળાંક 5 – આ અઠવાડિયે સંપત્તિ કે વેપાર વગેરેથી લાભ થશે. આ સફળતાનું અઠવાડિયું છે, જે ધારો તે કામ પુરા થવાના યોગ છે. તમને ભાગીદારીથી ફાયદો થશે. રોજીંદા કામ ફાયદા આપવા વાળા હશે. મનમાં ગડમથલ ચાલતી રહેશે. કૌટુંબિક સમસ્યાઓના સમાધાનની તક મળશે. ઓફીસમાં માન સન્માનમાં વધારો થશે, અધિકારી ખુશ રહેશે. તમને આર્થિક લાભ થવાની આશા છે. તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે.

મૂળાંક 6 – આ અઠવાડિયે ભાગ્ય સાથે રહેશે, અટકેલા પૈસા પાછા મળશે, આ અઠવાડિયું તમારા માટે શુભ રહેશે. બીમારી વગેરેની જાણ થશે પણ વહેલી તકે જ છુટકારો મેળવી લેશો. કોઈ નવી યોજના બનશે, જે ભવિષ્યમાં લાભદાયક રહેશે. તમારી ગાડી હોવા છતાં પણ તમારે બીજાના વાહનનો ઉપયોગ કરવો પડશે. સૌથી મહત્વની વાત એ છે કે તમને આરોગ્ય સંબંધી સમસ્યાઓ આવી શકે છે, જેનાથી તમે સુસ્ત થઇ શકો છો.

મૂળાંક 7 – આ અઠવાડિયે જમીન અને પ્રોપર્ટીના કામ માંથી ધન લાભ થશે. નવી યોજનાઓ બનશે પણ પૂરી નહિ થઇ શકે. આ અઠવાડિયું તમારા માટે સારું છે. અધિકારીઓ સાથે સંબંધ સારા રહેશે. આ અઠવાડિયું વેપારની ગણતરીએ સારું છે પણ લેવડ દેવડમાં સાવચેતી રાખવાની જરૂર છે. કોઈ જુના મિત્ર સાથે મુલાકાત થઇ શકે છે.

મૂળાંક 8 – આ અઠવાડિયે તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણય મોટો લાભ આપશે, જુના અટકેલા કામ પુરા થશે. ધન લાભ થઇ શકે છે, લોકોની ઉધારી પણ ચૂકવાશે. ઓફીસમાં અધિકારીઓ સાથે સારો મનમેળ રહેશે. આનંદમય વાતાવરણ રહેશે. તમારી ઉપર કેસ કરવામાં આવી શકે છે, સમજી વિચારીને ચાલો. ઓફીસમાં કામનો વધારો રહેશે.

મૂળાંક 9 – આ અઠવાડિયે પૈસા ન ફસાય તો જ તમે ફાયદામાં રહેશો, સાવચેત રહેવાની ખુબ જરૂર છે. કોઈ નવા કામ શરુ કરતા પહેલા સાવચેત રહો. તકલીફો સામે આવી શકે છે. કાર્યક્ષેત્રમાં ફેરફાર સંભવ છે. વિદ્યાર્થી છો તો તમને રમતગમતમાં મોટી સફળતા મળી શકે છે. તમારી આર્થીક સ્થિતિ મજબુત થઇ શકે છે, કુટુંબ સાથે સ્નેહ વધી શકે છે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.