માઁ-બાપનાં આશિર્વાદથી સુખી રહેવાય છે : જીવનના સુખ માટે માં-બાપ કેવી રીતે ભજવે છે મહત્વપૂર્ણ પાત્ર.

0
465

માઁ-બાપનાં આશિર્વાદથી સુખી રહેવાય છે..

ક્યારેક એસી માં બેસીને ઠંડકનો અનુભવ કરો ને ત્યારે સમજજો કે તે પહેલાના સમયમાં માં બાપે પાડેલા પરસેવાની ઠંડક છે,

ક્યારેક ઘરની બહાર નીકળતા બે ડગલા પણ ના ચાલવું પડે તો સમજજો કે તે માં બાપના ઘસાઈ ગયેલા પગની રહેમત છે,

ક્યારેક સમય કરતા વહેલા જમવાની થાળી તૈયાર મળી જાય ત્યારે સમજજો કે તે ક્યારેક ભૂખ્યા રહીને સુઈ ગયેલા માં બાપની મહેરબાની હશે,

ક્યારેક વગર કારણે સુખની અનુભૂતિ થાય અને જીવન સંપૂર્ણ લાગે ત્યારે સમજજો કે તે હૃદયથી ગરીબ રહેલા માં બાપના ચાર હાથના આશીર્વાદનો પ્રતાપ છે..

બધું મે કર્યું મે કર્યું મે કર્યું જ નહી.. તે તમે ત્યારે જ કર્યું હશે જયારે તમને સૌથી પહેલા કોઈએ છાતી સરસું ચાપ્યું હશે, જેની આંગળી અને ખભા પર બેસીને તમે દુનિયા જોઈ હશે.

(સાભાર એન ડી રાજપૂત, અમર કથાઓ ગ્રુપ, પ્રતીકાત્મક ફોટા)