સૂર્યાસ્ત પછી હનુમાનજીને આ રીતે અર્પણ કરો લવિંગ, દરેક મનોકામના થશે પુરી.

0
207

હનુમાનજીની કૃપા મેળવવા માટે સૂર્યાસ્ત પછી કરો આ કામ, સંકટથી મળશે મુક્તિ.

જીવનમાં આવતી સમસ્યાઓ અને સંકટો વ્યક્તિની ખુશી છીનવી લે છે. સંકટોથી બચવા માટે હનુમાનજીના શરણમાં જઈને તેમને સંકટમાંથી મુક્તિ અપાવવા માટે વિનંતી કરવી, અને સાચા મનથી તેમની પૂજા વગેરે કરવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ખાસ ઉપાય જણાવવામાં આવ્યા છે. સૂર્યાસ્ત પછી આ ઉપાયો કરવાથી વ્યક્તિને જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યા આવતી નથી. આવો જાણીએ હનુમાનજીની કૃપા મેળવવા માટે સૂર્યાસ્ત પછી શું કરવું જોઈએ.

આ મહત્વપૂર્ણ ઉપાયો સૂર્યાસ્ત પછી કરો :

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે હનુમાનજીની પૂજા કરવાનો યોગ્ય સમય સૂર્યાસ્ત પછી જ છે. સૂર્યાસ્ત પછી હનુમાનજીની પૂજા અને ઉપાય કરવાથી વિશેષ ફળ મળે છે. હનુમાનજીની પૂજા કરતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખો કે તેમની પૂજા ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુખ રાખીને કરવી જોઈએ.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે હનુમાનજીના બાર નામનું સ્મરણ કરવાથી દુ:ખ અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે.

સૂર્યાસ્ત પછી 5 રોટલી પર દેશી ઘી અને ગોળ લગાવીને હનુમાનજીને ભોજન અર્પણ કરો. એ પછી હનુમાનજીની સામે તમારી ઈચ્છા બોલવાથી વિશેષ લાભ થશે. બાદમાં આ રોટલી ગાય અથવા કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને આપી શકાય છે.

મંગળવાર મંગળ ગ્રહ સાથે સંબંધિત છે. મંગળ ગ્રહને મજબૂત કરવા માટે આ દિવસે અનેક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. આ દિવસે ફટકડીનો ઉપાય કરવાથી વ્યક્તિને ખરાબ સપના આવતા બંધ થઈ જાય છે.

મંગળવારે સૂર્યાસ્ત પછી લવિંગના 108 દાણાની માળા બનાવીને હનુમાનજીને અર્પણ કરો અને ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. તેનાથી વિશેષ લાભ થશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

વિદ્યાર્થીઓએ મંગળવારે હનુમાનજીના મંદિરમાં પેન અર્પણ કરવી જોઈએ. તેનાથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં ચોક્કસ સફળતા મળશે.

દામ્પત્ય જીવનમાં પ્રેમ જાળવી રાખવા માટે મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં લાલ ધ્વજ ચઢાવવાથી લાભ થાય છે.

હનુમાનજીને તુલસીના પાન અર્પણ કરવાથી પણ લાભ થાય છે. મંગળવારે સૂર્યાસ્ત પછી હનુમાનજીના મંદિરે જવું. ત્યાં હનુમાનજીની સામે ઘીનો દીવો પ્રગટાવો અને દીવામાં બે લવિંગ મૂકો. આ પછી તમારી મનોકામના હનુમાનજીની સામે રાખો અને ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. ટૂંક સમયમાં તમારી મનોકામના પૂરી થશે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. અમે તેની પુષ્ટિ કરતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.