સ્ટાફની એકતા જાણવા માટે મેનેજરે અપનાવી એવી રીત કે દરેક લોકોએ જરૂર જાણવી જોઈએ.

0
715

ફુગ્ગાઓ પર નામ લખીને રૂમમાં મુકવામાં આવ્યા, દરેકને તેમના નામનો ફુગ્ગો શોધવાનો હતો… ત્યાર પછી શું થયું.

કેટલાક લોકો હંમેશા પોતાની સમસ્યાઓમાં જ ગૂંચવાયેલા રહે છે. જ્યારે તેઓ જાણે છે કે તેઓ નજીકમાં ઉભેલી વ્યક્તિની મદદ કરીને તેમની સમસ્યાઓને સરળતાથી દૂર કરી શકે છે. એવું કરવાથી શક્ય છે કે કોઈ અન્ય વ્યક્તિ તમારી મદદ કરવા તૈયાર થઇ જશે. અને તમારી સમસ્યા પણ દૂર થઈ શકે છે.

હંમેશા આપણી આસપાસ રહેતા લોકોની મદદ કરવી જોઈએ, આ વિચાર સાથે આપણે કામ કરવું જોઈએ, આપણે આ વાતને માત્ર ઓફિસિયલ લાઈફમાં જ નહીં પણ સામાજિક જીવનમાં પણ ધ્યાનમાં રાખવી જોઈએ. આજે આ સીરિઝ અંતર્ગત અમે તમને એક એવી ઘટના જણાવી રહ્યા છીએ, જેનો સાર આ જ છે કે, જો આપણે એકબીજાની મદદ કરીએ તો બધાની તકલીફ દૂર થઈ શકે છે.

જ્યારે કંપનીના મેનેજરે કર્મચારીઓને એક ટાસ્ક આપ્યો

એક બહુ મોટી કંપનીએ મિટિંગનું આયોજન કર્યું હતું. ઘણા કર્મચારીઓને ત્યાં બોલાવ્યા. મીટીંગ આખો દિવસ ચાલવાની હતી, તેથી જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભોજન પૂરું થયું અને લોકો પાછા ફરવા લાગ્યા. દરવાજે દરેક વ્યક્તિને એક ફુગ્ગો આપવામાં આવ્યો અને તેના પર તેમનું નામ લખવાનું કહેવામાં આવ્યું.

બધા ફુગ્ગાઓ બીજા રૂમમાં રાખવામાં આવ્યા. પછી લોકોને રૂમમાં જઈને તેમનો ફુગ્ગો શોધવાનું કહેવામાં આવ્યું, તે પણ માત્ર ત્રણ મિનિટમાં. આ સાંભળીને લોકો એકબીજાને ધક્કો મારતા મારતા ફુગ્ગો શોધવા લાગ્યા.

આ ધક્કા મુક્કીને કારણે રૂમમાં ભારે અવ્યવસ્થા ફેલાઈ ગઈ હતી. લોકો ફુગ્ગાને શોધવાને બદલે એકબીજા સાથે ભટકતા હતા, ઉપરા-ઉપરી પડી રહ્યા હતા, ફુગ્ગો શોધવા કરતા તેમનો સમય પોતાનો બચાવ કરવામાં વધુ વેડફતો હતો અને કોઈને તેમના નામનો ફુગ્ગો મળ્યો નહિ.

પછી તેમને કહેવામાં આવ્યું કે હવે તેઓ એક પછી એક રૂમમાં જઈને કોઈપણ એક ફુગ્ગા લઈ આવે. જુઓ આ ફુગ્ગા ઉપર કોનું નામ લખેલું છે. અને જેનું નામ લખેલું હોય તેને તે ફુગ્ગો આપી દેવો.

આ રીતે, બે મિનિટમાં દરેક વ્યક્તિને તેમના નામ સાથે લખેલો ફુગ્ગો મળી ગયો. પછી કંપનીના મેનેજરે કહ્યું કે “આપણે આપણું કામ આ જ રીતે હળીમળીને કરવાનું છે. આપણી કંપની ત્યારે જ સફળ થશે, જ્યારે તમે બધા તમારું કામ કરશો, તેમજ તમારા સાથીઓની પણ મદદ કરશો. આ મીટિંગનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું હતું કે તમે બધા સાથે મળીને કામ કરવા વિશે જાણો અને તેનું મહત્વ સમજો. ”કર્મચારીઓ તેમના બોસનોની વાત સમજી ગયા હતા.

લાઈફ મેનેજમેન્ટ : જીવનમાં પણ એવું જ થાય છે કે લોકો પોતાની આસપાસ ખુશીઓ શોધતા હોય છે, પરંતુ તેમને તે મળતી નથી. હકીકતમાં, બીજાના સુખમાં જ આપણું સુખ રહેલું છે. તમે તેમને તેમની ખુશી આપો, તમને તમારી ખુશી આપોઆપ મળી જશે.