જો તમારે સમસ્યા વગર અને સુખી જીવન જીવવું છે તો આચાર્ય ચાણક્યની આ વાતો મગજમાં ફીટ કરી દો.
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમનું જીવન સુખી અને સમસ્યાઓ રહિત હોય, પણ એવું થઈ નથી શકતું. ઘણી વાર પરિસ્થિતિ એવી બની જાય છે કે, એક ખોટો નિર્ણય આજીવન મુશ્કેલીનું કારણ બની જાય છે. આચાર્ય ચાણક્યએ આવી પરિસ્થિતિથી બચવા માટે લાઈફ મેનેજમેન્ટના ઘણા સૂત્રો ચાણક્ય નીતિના માધ્યમથી આપણને જણાવ્યા છે. તેમાંથી કેટલાક સૂત્ર આ મુજબ છે.
(1) આગમાં ઘી ન નાખવું જોઈએ. એટલે કે ક્રોધી વ્યક્તિને વધુ ગુસ્સો ન અપાવવો જોઈએ.
(2) મનુષ્યની વાણી જ ઝેર અને અમૃતની ખાણ છે. દુષ્ટ વ્યક્તિની મિત્રતાથી શત્રુની મિત્રતા સારી હોય છે.
(3) દૂધ માટે હાથણી પાળવાની જરૂર નથી હોતી. એટલે કે જરૂરિયાત મુજબ સાધન એકઠા કરવા જોઈએ.
(4) મુશ્કેલ સમય માટે ધનનું રક્ષણ કરવું જોઈએ. આવતી કાલનું કામ આજે જ કરી લો.
(5) સુખનો આધાર ધર્મ છે. ધર્મનો આધાર અર્થ એટલે કે ધન છે. અર્થનો આધાર રાજ્ય છે. રાજ્યનો આધાર તેમની ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવો છે.
(6) વૃદ્ધ લોકોની સેવા જ વિનયનો આધાર છે. વૃદ્ધ સેવાથી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે.
(7) જ્યાં લક્ષ્મી (ધન) નો નિવાસ હોય છે, ત્યાં સહજતાથી જ સુખ સંપત્તિ આવે છે.
(8) શાસકે પોતે યોગ્ય બનીને યોગ્ય પ્રશાસકોની મદદથી શાસન કરવું જોઈએ. યોગ્ય સહાયકો વગર નિર્ણય લેવો ઘણો મુશ્કેલ હોય છે.
(9) શીંગડા અને મોટા નખ વાળા પશુઓ ઉપર વિશ્વાસ ન કરો.
(10) સ્વાભિમાની વ્યક્તિ પ્રતિકૂળ વિચારોને સામે રાખીને ફરી વખત તેની ઉપર વિચાર કરે.
આ માહિતી એશિયાનેટન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.