તમે જે મેળવ્યું છે તે ગુમાવીને નવી શરૂઆત કરવાની થાય તો તમે શું કરશો? આ પાર કે પેલે પારની વાત.

0
360

તમને બે ચોઈસ આપવામાં આવે જેમાં એક તમારી ફેવરીટ છે પણ એમાં કંડીશન્સ અપ્લાય. અને બીજુ જેમાં તમારી પાસે એ ઓપ્શન પહેલેથી જ છે, નો ચેન્જ.

આ પાર કે પેલે પાર જેવી સીચ્યુંએશન. જેમાં આ પાર જવામાં કોઈ ફરક નથી પડતો. પામેલાને ગુમાવવાનું નથી. પણ બીજી પાર પામેલાને ગુમાવીને નવી શરૂઆત કરવાની છે.

મજાની ઘટના તો એ છે કે કે કંઇક પ્રાપ્ત કરીને ગુમવવામાં, નવી શરૂઆત કરવામાં વાંધો નથી પણ રિસ્ક હૈ રે…

ધર્મ સંકટ. જેટલું વિચારવા જાઉં એટલું જ વધારે કન્ફયુઝ થવાનું. એમાં પાછુ લોકોના સજેશન્સ.

એ વધારે કન્ફયુઝ કરે. કારણકે એ ક્યારેય એક સાઈડ તો હોય જ નહિ. બંને બાજુના ઓપ્શન આપણને દરેક સજેશનમાં મળે પણ એ સજેશન ખરેખરમાં તો કન્ફ્યુઝનની દુકાન જ હોય છે.

આવી ઘટનામાં કન્ફયુઝ્ડ માણસની હાલત જોવા જેવી થાય છે. એટલેકે મારી. !

અત્યારે એક ઘટના એવી થઇ છે કે જીત હાંસિલ કરીને એક નવી શરૂઆત કરવા માટે પ્રાપ્ત કરેલું પડતું મૂકી દેવાનું છે. અને નવી શરૂઆત પણ રિસ્કી જ છે. એ સક્સેફુલ થશે કે નહિ એ તો ડેસ્ટીની જ કહેશે.

આવા સમયે ડેસ્ટીની, નસીબ, હાર્ડવર્ક, સ્માર્ટ વર્ક જેવા શબ્દો હેન્ગીંગ ગાર્ડનમાં હેન્ગતા હેન્ગતા મગજના તાર ઉપર અથડાતા હોય છે.

બીજા કોઈ પણ કામ માં ધ્યાન ના લાગે. ફીઝીકલી પ્રેઝન્ટ પણ મેન્ટલી એબ્સન્ટ.

શું કરવું? નવી શરૂઆત એક રિસ્ક સાથે? કે જુના ને જ ચીપકેલા રહેવું?

અત્યારે મગજમાં કેવી પ્રિન્ટ ઉભી થઇ છે કહું?

હું એક બ્રીજની મધ્યમાં ઉભો છું.

જેમાં મારી જોડે બે ઓપ્શન છે.

એક રસ્તો એકદમ ક્લીયર છે જે મેં પહેંલાથી જ પાર કરેલો છે.

બીજી બાજુનો રસ્તો એવો છે જેમાં મને નાનકડી શરૂઆત તો દેખાય છે પણ જયારે આંખના પડદા થોડા ઓઅહોડા કરીને આગળ જોવાનો પ્રયત્ન કરું છું ત્યારે દેખાય છે માત્ર અંધકાર. એ અંધકાર પણ સાલો એન્ટકી છે, એ અંધકારની સાથે સાથે સક્સેસ અને ફેલ્યર એવા બે પાસાઓ દેખાય છે. જેમાં આફ્ટર સક્સેસ શું અને આફ્ટર ફેલ્યાર શું? એવું ઈમેજીન થયા કરે છે!

આ દિમાગ પણ જોરદાર કલરિયો છે. हलके हलके रंग छलके जाने अब क्या होने को है!!!

ત્યારે ફંટુશ દિમાગમાં એવી બાળ ઈચ્છા થઇ જાય છે કાશ પેલા સહદેવની જેમ આપણે પણ ફ્યુચર જોઈ શકતા હોત. (હિસ્ટ્રીમાં થોડો કાચો છું એટલે ખોટું લખ્યું હોય તો માફ કરશો.)

તો અત્યારે જ નક્કી કરી લેત કે શું કરવું છે.

સાથે ગીત ગાવાનું પણ મન થાય કે “કેસા યે રિસ્ક હૈ… લાઈફ બન જાતી ડિસ્ક હૈ !!”

દિમાગ અને દિલ વચ્ચે આઈપીએલ મેચનું ઓક્શન રમી રહ્યું છે જેમાં કોનું પલડું ભારે થશે એ તો રામ જાણે પણ મને બનાવનારને અત્યારે બહુ મજા આવી રહી હશે એ વાત પાક્કી છે. કારણકે આ ઘટનામાં તમારી અંદરનું સત્ય અને બીજી ઘણી બધી ક્વોલીટીઝ ઝલકે છે એ વાત નક્કી છે. એટલે આવી ઘટનાઓ થાય તો સારું એ વાત કહેવી સહેલી છે પણ ફેસ કરવી થોડી ક્રન્ચી છે જેમાં ક્રંચ સીચ્યુંએશનની જગ્યાએ આપણે ખુદ જ થઇએ છીએ.

લેટ્સ સી આગળ આ માંકડું મગજ કયો નિર્ણય લે છે.

(આમ તો સાચું કહી દઉંને તો હું પેલા અચોક્કસ ફ્યુચરની નવી શરૂઆત તરફ જ રિસ્ક લેવાનો છું. બાકી જે થાય એ જોયું જશે. જોઈએ આ ગેમ્બલ સફળ થાય છે કે હું હાર્યો જુગારી બનીને ટોણા ખાઉં છું. જોરદાર યુ ધજેવી ફીલીંગ છે! એટલે વિજયી ભવ: ના આશીર્વાદ પોતાને આપીને “અસ્તુ”.)

– સાભાર રઘુવંશી હીત રાયચુરા (અમર કથાઓ ગ્રુપ)