આ મંદિરમાં માતાને ચડાવવામાં આવે છે પથ્થર, જાણો ક્યાં આવેલું છે આ મંદિર અને શું છે તેની માન્યતા?
ભારત મંદિરોનો દેશ છે. આ દેશમાં એટલા મંદિર છે કે તેની ગણતરી લગભગ અશક્ય છે. સ્પષ્ટ છે કે સનાતન ધર્મના અનુયાયીઓની સૌથી મોટી જનસંખ્યા વાળો દેશ પણ ભારત છે, તો મંદિરોની આટલી સંખ્યા હોવી પણ સ્વભાવિક છે. પણ ભારતના આ મંદિરો માંથી ઘણા એવા મંદિર છે જે પોતાના ચમત્કારોને કારણે પ્રસિદ્ધ છે. તો બીજી તરફ ઘણા એવા પણ મંદિર છે જે પોતાની વિચિત્ર એવી માન્યતાઓ માટે ઓળખાય છે.
તમે ઘણા એવા મંદિરો વિષે સાંભળ્યું હશે જ્યાં દેવી દેવતાઓને વિચિત્ર એવી વસ્તુ ચડાવવામાં આવે છે. જેમ કે ક્યાંક ભગવાનને સાવરણી ચડાવવામાં આવે છે, તો ક્યાંક દેવતાને ડા રુ ચડાવવાની પરંપરા છે અને ક્યાંક તો સમોસા પણ ચડાવવામાં આવે છે. પણ શું તમે એવા કોઈ મંદિરનું નામ સાભળ્યું છે જ્યાં દેવી દેવતાઓને પથ્થર ચડાવવામાં આવતા હોય? સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય પણ આ એકદમ સાચું છે. આજે અમે આ લેખમાં તમને એવા મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ.
વનદેવી મંદિર :
આ મંદિર ભારતના છત્તીસગઢ રાજ્યના વિલાસપુર શહેર પાસે ખમતકાઈ વિસ્તારમાં આવેલુ છે. મંદિરનું નામ વનદેવી મંદિર છે. વનદેવી મંદિરની સૌથી વિશેષ વાત એ છે કે, અહિયાં રહેલી દેવી ભગવતીની મૂર્તિને ભક્ત ફળ, ફૂલ કે મીઠાઈનો ભોગ ચડાવવાને બદલે પથ્થરનો ભોગ ચડાવે છે.
ભક્તોની આ પરંપરાને લઈને માન્યતા છે કે, સાચા દિલથી આવું કરવાથી માતા તમામ ભક્તોની મનોકામના પુરી કરે છે. મંદિરમાં પથ્થર ચડાવવાની સંખ્યા પણ નક્કી કરવામાં આવી છે. આ મંદિરમાં ભક્ત ફક્ત પાંચ પથ્થર જ ચડાવી શકે છે. નિયમ મુજબ પહેલા ભક્ત માનતા માંગે છે અને ત્યાર પછી માતાના ચરણોમાં તે પથ્થરની ભેંટ આપે છે. આ પરંપરા સદીઓથી ચાલતી આવે છે.
મંદિરના પુજારી જણાવે છે કે, માતાના આ મંદિરમાં બહાર રહેલા કોઈ પણ પથ્થર નથી ચડાવી શકાતા, પણ નજીકના ખેતરમાં મળતા ગોટા પથ્થર જ ચડાવી શકાય છે. માન્યતા છે કે, માતા ભગવતીને આ પથ્થર અતિ પ્રિય છે. છત્તિસગઢની સ્થાનિક ભાષામાં આ પથ્થરને ચમરગોટા કહે છે. સ્થાનિક લોકો જણાવે છે કે, જે પણ ભક્ત અહિયાં આવે છે અને આસ્થા સાથે માતાને ચમરગોટા પથ્થર ચડાવે છે, માતા તેમની મનોકામના જરૂર પૂરી કરે છે. એ કારણ છે કે, મંદિરમાં માતાના દર્શન માટે દુર દુરથી લોકો આવતા રહે છે.
આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.