વાવ તાલુકાની સમસ્ત જનતાનું આસ્થાનું કેન્દ અને અત્રેના લોક દેવતા ગોહિલ વીર લખાપીરજી નુ દેવળ ખીમાણાવાસ ગામની દક્ષિણે અને વાવથી સુઇગામ તરફ જતા હાઇવે ઉપર 2 કિ.મી અંતરે આવેલુ છે
આ સ્થળ ઉપર દેશ- વિદેશના અનેક યાત્રાળુઓનું સતત આવાગમન રહે છે. તમામ ધર્મ પ્રેમી લોકો અત્રે આવિ માથું ટેકવે છે અને જય લખાપીર ના નાદથી આ સ્થળ સતત ગુંજતું ગાજતું રહે છે. સંવત સત્તરના ઉદયે ટાણે ખીમાણાવાસ ગામના મહાન શિવ ભક્ત પિતા શાદુળજી અને માતા જશુમાનિ ઉદરથી લખાપીરનો જન્મ થયો. જેમનુ બચપણનુ નામ લગધીરજી ઉર્ફ લખોજી હતું. જેમણે 30 વર્ષની નાની વયે ગાય માતાઓના પ્રાણ બચાવવા સિંધના ડાવલશાહ સાથે યુ ધકરી, પ્રાણાર્પણ કરી, શહિદિ વહોરી અમર નામના કરી.
લખાપીરજી એમના સમયમાં આ પ્રદેશના મહાન ધાર્મિક નેતા હતા, સિધ્ધ પુરુષ હતા, ત્યાગી હતા અને રાજયોગી હતા. એમના સ્વરચિત ભજનો પરથી અનુમાન તારવિ શકાય કે તેઓ મહાન કવિ પણ હતા અને મહાન જ્ઞાની પણ હતા. વધુમાં તેઓ શિવ ના સાક્ષાત વિરભદ્ર ગણ સ્વરૂપ અવતારી પુરુષ અને હિદું સમાજના એકતાના આધાર સ્વરૂપ વીર પુરુષ હતા.
લખાપીરજી નુ બહુ આયામી દિવ્ય વ્યક્તિત્વ, કર્તૃત્વ અને તેમના પ્રદાન વિષયક લખવા બેસીએ તો પાનાંને પાનાં ભરાય પણ વાચકોની જિજ્ઞાસા સંતોષવા પીરજીના જીવન વિષયક થોડીક વિગતો અત્રે ટુંકમા રજું કરુ છું.
આ પ્રદેશી લોક કવિતાઓ અને લોકકથાઓ અનુસાર શાદુળજી ગોહિલ શિવજીના પરમ ભક્ત હતા. તેમની શિવજી પાસે સતત એક જ યાચના હતી, હે પ્રભુ ધર્મ માટે કુરબાન થાય અને અમારા ગોહિલ કુળનો ચો-દિશ જય જયકાર થાય એવો મને એક પુત્ર આપો જે સાક્ષાત આપના ગુણ સ્વરૂપ હોય.
આખરે તેમની પ્રાથના ફળી, શિવજીનો સાક્ષાત્કાર થયોને, શિવજીએ તથાસ્તુ કહ્યુ, આમ શાદુળજી ગોહિલને ત્યાં શિવજીના વિરભદ્ર નામના ગણે સાક્ષાત પુત્ર સ્વરૂપે જન્મ લિધો. જેમનુ નામ લગધિરજી ઉર્ફ લખોજી રાખવામાં આવ્યુ.
આ દેવાંશી બાળક લખાજીએ બચપણથી જ લોકો મંત્રમુગ્ધ થાય એવાં ચમત્કારીક કામો કરવાની શરૂઆત કરી. જેની ચર્ચા દેશ વિદેશ માં અને આમ દુર સુદુર સુધિ હિંદુ જનતાનું તેઓ આકર્ષણનું અને આસ્થાનુ કેન્દ્ર બન્યા.
લગધીરજીની કિશોર વયમાં અચાનક સિધ્ધ યોગી હિંગોળનાથજી નો ભેટો થયો. જેમનો આશ્રમ રાજેસ્થાનના શિતલગઢ (ચિતળવાણા)મુકામે હતો. કહેવાય છે કે હિંગોળનાથ નાં ચરણ સ્પર્શ કરતાં લખોજી ભાવ સમાધિમાં સરી પડ્યા. અનેક જન્મોની ઓળખાણ તાજી થઇ, પૂર્વ જન્મની ઝાંખી થઇ, આ યુગ માં અવતરવાનો હેતુ સ્પષ્ટ થયો અને તેમની આંખોમાંથી પ્રેમાશ્રૃ વહેવા લાગ્યાં. હિંગોળનાથે તેમના મસ્તક ઉપર હાથ મુક્યો, આશાર્વાદ આપ્યા અને ગરુબોધ આપ્યો. આમ લખોજી નાથ સંપ્રદાયમાં દિક્ષિત થયા.
યુવાનવયે લખાજીએ ગુરુ હિંગોળનાથની આજ્ઞા અનુસાર લોકોમાંથી અજ્ઞાન અને અંધશ્રધ્ધા દુર કરવા ભજન અને સતસંગ દ્રારા યોગમાર્ગ, પાટપુજા અને વીર પૂજાનો ચો-દિશમાં પ્રચાર શરુ કરી હિંદુ એકતા યક્ષનો આરંભ કર્યો. તેમાં અનેકાનેક માણસો જોડાવા લાગ્યા અને ચોમેર પીરજીનો જય જયકાર થવા લાગ્યો જેના પડઘા સિંધપ્રદેશ સુધિ પડ્યા. જેના પરિણામ સ્વરૂપ સિંધમાં વાટાળ પ્રવૃતિ ચલાવતા મૂર્તિ પૂજાના કટ્ટર વિરોધી ડાવલશાહ થી સહન થયુ નહીં એટલે તે ગાયોનું હ રણ કરી હિંદુ પીરને અપમાનિત કરવા ખીમાણાવાસ ગામ ઉપર ધસી આવ્યો.
ઇતિહાસના પૂર્વપાનાં પર નજર કરીએ તો આરબ લોકોએ સિંધ પર ફતેહ મેળવી તે સમયે હજારોની સંખ્યામાં મુસ્લિમ ઓલિયા, પીર, ફકીર અને સુફી સંતોએ સિંધમાં અડિંગો જમાવ્યો તેઓ યેન કેન પ્રકારેણ હિંદુ પ્રજાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની ફરજ પાડતા હતા. આ સમયે સુમરાવ નામના બળવાન ક્ષત્રિયે રાજ્યની લાલચમાં આવિ ઇસ્લામ ધર્મ સ્વિકાર કર્યો, આ સુમરાવ ના વંશજ સુમરાઓ કહેવાય. જેમણે સીંધ પર ચાર સૌ વર્ષ શાશન કર્યુ અને હિંદુ પ્રજા પર દમનકારી નીતિ અપનાવિ ખૂબજ વાટાળ પ્રવૃતિ ચલાવિ. આમ આ ડાવલશાહ પણ એ જ નીતિધારી સુમરા વંશજ હતો.
ડાવલશાહ સુમરાએ ખીમાણાવાસ ગામની ગાયોનુ હરણ કરી હિંદુ પીર લખાજીને લડતનુ આહવાન કર્યુ તે સમયે લખાજીના નેત્રુત્વમાં પીરજીના તમામ ગોહિલ ભાયાતો અને આજુબાજુના બાર ગામના વિર રાજપુતોએ એકત્રિત થઇ ડાવલશાહની ફોજ પર પ્રચંડ હુમલો કર્યો
લખાપીરજીની દેવી શક્તિ અને વિર રાજપુતોના પ્રચંડ જોર સામે ડાવલશાહ ટકી શક્યો નહી, તેના લશ્કરમાં નાશ ભાગની શરૂઆત થઇ. ડાવલશાહ પણ જીવ બચાવવા ભાગ્યો જેનો પીછો લખાપીરજીએ કર્યો અને ભાગતા ડાવલશાહનો પીરજીએ અંત કર્યો.
પીર પ્રબંધ કર્તા કેશવજી બારોટના મત અનુસાર આ ધર્મયુ ધત્રણ દિવસ સુધિ ચાલ્યુ. એમા લખોપીર પણ કામ આવ્યા અને આમ ગાયોના પ્રાણ બચાવી વિ.સં. સત્તર સૌ બત્રિસ અષાડ સુદ બીજના દિવશે તેઓ કૈલાશ ધામમાં પરત ફર્યા .
અત્યારે લખાપીરજીનુ દેવળ છે ત્યાં લખાપીરજીના હાથને સમાધિ આપવામાં આવિ છે. આ સ્થળ ઉપર બેસતા વર્ષે અને અષાઢ સુદ બીજના દિવસે વર્ષ દરમ્યાન બે મોટા લોક મેળો ભરાય છે અને વિશાળ સંખ્યામાં જનમેદની એકઠી થાય છે.
ગાયોના રક્ષણાર્થ અનેક વિર પુરૂષોએ પ્રાણની આહુતિ આપી છે, તેઓ તમામ પૂજાય છે પણ તેમને કોઇને પીર ની પદવી નથી. જે ક્ષત્રિય વીર રાજપુતો નાય સંપ્રદાયમાં દિક્ષિત થયા અને ધર્મ માટૈ કુરબાન થયા તેમને જ હિંદુ પીર તરીકેની પદવિ પ્રાપ્ત થયેલ છે.
મુસ્લિમ શાસન દરમ્યાન હિંદુ ધર્મના રક્ષણ માટે નાથ સંપ્રદાયી તુંવર વીર રામદેવજી એ હિંદુ પીર સંપ્રદાયની સ્થાપના કરી. જેમના ગુરુ બાલકનાથજી હતા. નાથ સંપ્રદાયમાં પ્રથમ પીર કે આદિ પીર તરીકે ગોગદેવજી ચોહાણને માનવામાં આવે છે. જેમણે મહમદ બિન કાસીમ સામે સૌ પ્રથમ બાથ ભીડવાનું કામ કર્યુ. જેમણે અગ્યાર વખત મુસ્લિમ શાસકો સામે ધર્મયુ ધોકર્યા. અને બારમી વખત ગાયોના રક્ષણ માટે પ્રાણાર્પણ કર્યુ જેમના ગુરુ ગોરખનાથજી હતા
તો નાથ સંપ્રદાયમાં અંતિમ હિંદુ પીર તરીકેની માન્યતા લખાપીરજી ગોહિલને મળેલ છે. જેમણે ગાયોના રક્ષણ માટે ડાવલશાહ સાથે યુ ધકરી પ્રાણાર્પણ કર્યા. જેમના ગુરુ હિંગોળનાથજી હતા.
આ ધરતી પીળી પાગાંરી માંથી.
ટાઇપીગ R.t.gohil
સમલિબેટ યુ ધભુમિ
(સાભાર ભૂપતસિંહ રાજપૂત, અમર કથાઓ ગ્રુપ)