રણ ખેલા તે રાણા, કરવત હાંકી કાતરીયા
વીણી વીણીને વેતરીયા, સુડી વેતરે સોપારીયા
રાજુલાની સીમમાં બ્રાહ્મણ પરિવારની બેન દિકરીઓ પોતાની ઇજ્જ ત બચાવવા લુ ટારાને કરગરીને ફફ ડતી હતી, પણ લુ ટારાતો એનાં મનસુબા જ દેખતા હતા. એવે ટાણે રાજુલા ગામનો આહિર રાણો કાતરીયો અને એનાં ઘરેથી આહિરાણી બંને ગામતરે જતાં હતાં હાલતા હાલતા દુઃખ સુખની વાતો કરતા જાય છે. કાળીયા ઠાકરને ઠપકો દેતાં જાય છે, ને કેતા જાય કે ઠાકર અમારા ટાણા સાચવી લેજે એટલી કાયમ મેર કરજે આવી વાતો હાલે છે !
એમાં અચાનક આહિરાણી ના કાનમાં કોઈ બેન દિકરીનું રુદન સંભળાયુ. આહિરાણીના પગ થંભી ગયા મોઢામાંથી શબ્દો નીકળી ગયા કે, હે આયર કોઈ તો છે. ત્યાં તો આહિરે પણ તર વારની મુઠ પર હાથ મુકી દીધો. વાત કરતાં વાર લાગે ત્યાં તો લુ ટારા દેખાણા એનાં મનસુબા બધાં સામે આવી ગયાં.
બ્રાહ્મણની દિકરીઓને ફફડતી જોયને આહિરે આહિરાણી સામે જોયું ત્યાં તો આહિરાણી જવાબ આપ્યો, રાહડે તો આપણે બો વ રમ્યા આજે તો તર વારે રમવાનું ટાણું આવી ગયું. આજે તો આહિર ને આહિરાણી બંને સંગાથે તર વારુની રમત રમવા રણમેદાને ઉતર્યા. આહિરે આહિરાણી સામે જોયુ ત્યાં તો સાક્ષાત મહાકાળી રણમાં રમતી હોય એવી આહિરાણી લાગી.
આહિર જોતો જ રહી ગયો કે એને તો છોકરાની માં ના સ્વરુપે જોય હતી, આજે તો સાક્ષાત મહાકાળી લાગતી હતી. આ જોયને આહિરને પોરહનો કોઈ પાર નથી. આજ તો બાજરાના ડુંડા ઉતારે એમ આહિર લુ ટારાના મા થા ઉતા રવા લાગ્યો. કેટલાનેમા ર્યાકેટલાં ભાગી ગયા. આહિરને આહિરાણી માથે પણ ઘણાં ઘા થયેલાં, તો પણ બ્રાહ્મણની બેન દિકરીઓની ઇજ્જ ત બચાવીને પોતે વૈકુંઠની વાટે હાલી નિકળ્યા !
રાણા આતા કાતરીયા.
ગામ.રાજુલા જી.અમરેલી
જય હો રાણા આતા ની શત શત નમન જય મુરલીધર જય માતાજી
– સાભાર આહિર ભૂપત ભાઈ જળુ.