આ હોળી પર ચંદ્ર દેવને કરી લો પ્રસન્ન, ઘરમાં દરેક દિશાથી આવશે ધન.

0
1059

ચંદ્ર દેવના ચમત્કારી ઉપાય : હોળીની પૂર્ણિમા પર ચંદ્ર દેવ કરે છે ધનનો વરસાદ, આ ઉપાયો છે ખૂબ ખાસ.

હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને તેનાથી જોડાયેલા કેટલાક ઉપયોમાંથી એક ઉપાય આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. જે કરવાથી ચંદ્ર દેવ તમારા પર પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાંથી આર્થિક સંકટ દૂર થઈને સમૃદ્ધિ સતત વધતી કરે છે. તો ચાલો ઝડપથી જાણી લઈએ તે સરળ ઉપાય વિષે…

આ વખતે હોળી 17 માર્ચ 2022 ના રોજ આવી રહી છે અને ધૂળેટી 18 માર્ચ 2022 ના રોજ આવે છે પણ તમારે આ ઉપાય હોળીની પૂનમની રાત્રે કરવાનો છે.  જો તમે ગંભીર આર્થિક સમસ્યાઓથી પરેશાન રહી રહ્યા છો, તો હોળીના દિવસે આ ચંદ્ર ઉપાય અવશ્ય કરો.

હોળીની રાત્રે ચંદ્રોદય પછી તમારા ઘરના ધાબા પર અથવા કોઈ ખુલ્લી જગ્યાએ ચંદ્ર દેખાય તો ઉભા રહો અને ત્યાર બાદ ચંદ્રને યાદ કરીને ચાંદીની થાળીમાં સૂકી ખજૂર અને કેટલાક મખાણા મૂકો અને શુદ્ધ ઘીના દીવા સાથે ધૂપ અને અગરબત્તીઓ અર્પિત કરો. હવે દૂધથી અર્ઘ્ય ચઢાવો.

અર્ઘ્ય પછી થોડો સફેદ પ્રસાદ અને કેસર મિશ્રિત સાબુદાણાની ખીર ચઢાવો. નાણાકીય સંકટ દૂર કરવા અને સમૃદ્ધિ પ્રદાન કરવા ચંદ્રને પ્રાર્થના કરો. પછી બાળકોમાં પ્રસાદ અને માખણનું વિતરણ કરો.

ત્યારબાદ દરેક પૂર્ણિમાની રાત્રે ચંદ્રને દૂધ ચઢાવો. થોડા દિવસોમાં તમને લાગશે કે આર્થિક સંકટ દૂર થઈને સમૃદ્ધિ સતત વધી રહી છે.

આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)