“EGO” માણસને કઈ હદ સુધી લઈ જઈ શકે છે તે જાણવા આ લેખ વાંચો, સાથેજ જાણો જીવનમાં કઈ ભૂલ ન કરવી?

0
721

નવા વર્ષને એક નવી નજરે જોવાની મજા…

વર્ષ હવે અંત ના આરે છે !!!

આ વર્ષે થોડી-ઘણી વાતો થઇ છે પણ અમુક વાતો એવી જ છે જે વર્ષ ના અંતે કરીએ તો એ વાત હમેશ યાદ રહે અને આખું વર્ષ એ જ વાત મજા થી યાદ રાખીએ. ચાલો આજે કઈક નવી વાત કરીએ.

આ વાતો આમ તો રોજે-રોજ આપણી જોડે બનતી જ હોય છે પણ આપણે એમાંથી કઈક મેળવવાનું ભૂલી જતા હોઈએ છે. તો એ જ ભૂલેલી વાતો…..

વાત એમ બની કે મારા એક દોસ્તને એની ખાસ દોસ્ત સાથે એક નાની વાત પર બહુ જોરદાર ઝઘડો થયો. (જે આપણી જોડે રોજેરોજ બનતું હોય છે !) વાત બહુ ખાસ ના હતી પણ એને મોટું સ્વરૂપ આપ્યું એમના EGO એ. (જે આપણી જોડે રોજેરોજ બનતું હોય છે !)

બંને ને એક બીજા સાથે બહુ જ બને. એકબીજા વગર રહેવાય નહિ અને એકબીજા સાથે ઝઘડ્યા વગર પણ રહેવાય નહિ એટલે દિવસ નો એક ઝઘડો તો પાક્કો જ હોય. પણ આજે વાત થોડી મોટી થઇ ગઈ.

વાંક કોઈએ સ્વીકારવો ના હતો અને મન માં તો ભયાનક ગુસ્સો ભરાયેલો હતો. વાત તો બંને એ કરવી હતી પણ સામે થી કોઈ એ ન’તી કરવી. બંને બાજુ એક જ વાત પર ગુસ્સો અને બંને ને વાત તો કરવી જ હતી પણ કોઈ એ પણ શરૂઆત ન’તી કરવી !

આમ ને આમ વાત લંબાતી ગઈ ! (આ પણ આપણી જોડે હમેશ બનતું હોય છે !)

જે દોસ્તો આખા દિવસમાં વાત કર્યા વગર, ઝઘડ્યા વગર રહી ન’તા શકતા એ દોસ્તો છેલ્લા કેટલાય દિવસો થી નથી બોલી રહ્યા ! બધા ને ખૂબ જ આશ્ચર્ય થયું પણ કઈંજ ખબર ન પડી.

ઘણા ને થોડું દુ:ખ પણ થયું તો એમણે સમજાવવાનો ટ્રાય કર્યો અને અમુક લોકો એ ઝઘડા થી ખુશ પણ થયા તો કાનભમભેરણી પણ કરી ! બંને “સમજાવટ”માંથી કોઈ પણ વાતની અસર કોઈની ઉપર ના થઇ.

છેવટે બંનેને વિચાર આવ્યો કે જો આમ ને આમ વાત નહિ કરીએ તો હમેશ માટે આવું જ રહેવું પડશે. પછી બંનેને એવો પણ વિચાર આવ્યો કે આટલા સમયથી સાથે હતા પણ એક નાની વાતને કારણે એક અમુલ્ય સંબંધ તોડી નાખ્યો.

કારણ?

કઈંજ ખબર નથી. પણ વાત નથી કરવી.

કેમ?

“EGO”

(બંને ન મન માં આ વિચાર આવ્યો) તેલ લેવા ગયો એ “ઈગો”. એને ના વાત કરવી હોય તો કઈ નહિ પણ હું તો વાત કરું.

બંને એ ફોન કર્યો વાત કરી અને એક બીજી વાત પર ઝઘડો કરી બેઠા “પહેલા સોરી કોણ કહેશે?”

(સાભાર – રઘુવંશી હીત રાયચુરા, અમર કથાઓ ગ્રુપ)

આપણા અમુક સંબંધો આપણા માટે ખુબ જ અમુલ્ય હોય છે અને અમુક ગેરસમજ અને આવેશ માં આવીને આપણે એ સબંધ, એની ગરિમા એની મહત્તા આપણે એ સંબંધ આટલા સમય સુધી કેમ રાખ્યો આ બધી વાતો ભૂલી ને એક EGO ને ખાતર એક અમૂલ્ય સંબંધ અને એ સંબંધીને છોડી દેવા તૈયાર થઇ જઈએ છીએ.

કારણકે આપણને EGO ઘણો વ્હાલો હોય છે એ સંબંધી કરતા!

ખરું ને?

જીવન માં બહુ ઓછા લોકોને સાચા અને ખુબ જ સારા સંબંધો મળતા હોય છે. એ સંબંધોને કેવી રીતે ભૂલાય?

એ સમયને?

એ મસ્તી મજાકને?

એ આંસુ અને સ્મિતની રમતને?

આપણા કોઈ નજીકના વ્યક્તિ જોડે ઝઘડો કે અન-બન થઇ હોય તો મનના ઈગોને બાજુ માં મુકીને આપણા એ સંબંધને મહ્ત્વ આપીએ તો કેવું?

આવા સમયે એક સરસ અને રસપ્રદ ઘટના આપના મનમાં બનશે!

“હું શું કામ સામે થી વાત કરું?”

“એને બહુ ‘ચરબી’ કરવાની ઈચ્છા હોય તો એને પાસે રાખે મારે કેટલા?”

આવા નેક વાક્યો તમારા મન માં જોરદાર યુદ્ધ લડશે! પણ આ વાક્યોના યુદ્ધને અને ઈગોને બાજુમાં મુકીને એક વાર એ દોસ્ત સાથે વાત કરજો.

હકથી એની જોડે જઈને કહી દેજો કે તને મારી જરૂર નથી પણ મને તો તારી જરૂર છે પાગલ! અને એક મસ્ત ઝપ્પી આપી દેજો પછી જ મજા આવશે નવા વર્ષને એક નવી નજરે જોવાની મજા.

(સાભાર રાધે ક્રિષ્ના.)