મહાદેવને લગાવવામાં આવતા ત્રિપુંડનું શું છે ધાર્મિક મહત્વ, જાણો તેને લગાવવાની સાચી રીત.

0
275

ત્રિપુંડ શું છે, ત્રિપુંડ લગાવવાના ફાયદા શું છે, તે કેવી રીતે લગાવવું, જાણો દરેક પ્રશ્નોના જવાબ.

તમે કોઈ પણ શિવ મંદિરમાં ભગવાન શિવને લગાવેલ ત્રિપુંડ જોયો જ હશે. પરંતુ શું તમે આનું ધાર્મિક મહત્વ અને ભગવાનની પૂજામાં વપરાતા તિલક અને તેનાથી સંબંધિત જ્યોતિષીય ઉપાયો જાણો છો, જો નહીં, તો જાણવા માટે આ લેખ વાંચો.

હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની પૂજામાં વપરાતા તિલકનું ખૂબ મહત્વ છે. આસ્થા સાથે જોડાયેલા આ તિલકને જયારે સાધક પોતાના ઈષ્ટને સમર્પિત કર્યા પછી તેને પોતાના માથા ઉપર લગાવે છે, તો તેનાથી તેનું સૌભાગ્ય વધે છે. આ જ કારણ છે કે સામાન્ય માણસથી લઈને સિદ્ધ સંતો સુધી તેનો ઉપયોગ સદીઓથી કરતા આવ્યા છે.

આપણે ત્યાં અલગ-અલગ દેવી-દેવતાઓ માટે અલગ-અલગ પ્રકારના તિલક લગાવવામાં આવે છે. જો આપણે ભગવાન શિવ વિશે વાત કરીએ, તો તેમને લગાવેલા તિલકને ત્રિપુંડ કહેવામાં આવે છે. ચાલો જાણીએ ભગવાન શિવને લગાડવામાં આવતા ત્રિપુંડ સહિત અન્ય તિલકના ધાર્મિક મહત્વ અને ઉપાય વિશે.

ત્રિપુંડ શું છે?

ભગવાન શિવની મૂર્તિ અથવા શિવલિંગ પર ત્રણ રેખાઓ વાળા તિલકને ત્રિપુંડ કહેવામાં આવે છે, જે હથેળીમાં અથવા કોઈપણ પાત્રમાં ચંદન અથવા ભસ્મ મૂકીને ત્રણ આંગળીઓની મદદથી બનાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ત્રિપુંડની દરેક લાઇનમાં નવ દેવતાઓ નિવાસ કરે છે. આમ કુલ 27 દેવતાઓ ત્રિપુંડમાં નિવાસ કરે છે.

ત્રિપુંડ લગાવવાના ફાયદા :

ત્રિપુંડ જે ભગવાન શિવને લગાવવામાં આવે છે, તેને શિવ ભક્તો તેમના કપાળ પર પ્રસાદ તરીકે ધારણ કરે છે. એવું માનવામાં આવે છે કે ત્રિપુંડને પ્રસાદ સ્વરૂપે ચઢાવવાથી શિવની કૃપા હંમેશા સાધક પર બની રહે છે અને જીવનમાં કોઈપણ પ્રકારના ભય, ભૂત-પ્રેત કે અવરોધ વગેરેનો ભય નથી રહેતો. ત્રિપુંડના પ્રભાવથી તેમના જીવનમાં શુભતા અને સફળતા જળવાઈ રહે છે અને ભૂલથી પણ તેમની આસપાસ નકારાત્મક ઉર્જાનો ભટકતી નથી.

તિલક કેવી રીતે લગાવવું?

મહાદેવના આશીર્વાદ મેળવવા માટે તેમને ત્રિપુંડ લગાવતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું. ઉદાહરણ તરીકે, ભગવાન શિવની મૂર્તિ, ચિત્ર અથવા શિવલિંગ પર હંમેશા તન-મનથી પવિત્ર થઈને અને સ્વચ્છ વસ્ત્રો પહેરીને તિલક કરો. તિલક કરતી વખતે તમારો ચહેરો હંમેશા ઉત્તર દિશા તરફ હોવો જોઈએ. શૈવ ધર્મ પરંપરા સાથે સંકળાયેલ ત્રિપુંડને લગાડવા માટે, અનામિકા આંગળી, મધ્યમા આંગળી અને અંગૂઠાનો ઉપયોગ કરીને, કપાળ પર ડાબી આંખથી જમણી આંખ સુધી આડી રેખા ખેંચવી જોઈએ. ત્રિપુંડનું કદ આ બે આંખોની વચ્ચે જ સીમિત હોવું જોઈએ.

ભસ્મના તિલકનું મહત્વ :

ભગવાન શિવની પૂજામાં ભસ્મનો વિશેષ ઉપયોગ થાય છે. એવું માનવામાં આવે છે કે, જો સોમવારે શિવલિંગ પર ભસ્મનું વિશેષ તિલક લગાવવામાં આવે અને તેને પ્રસાદ તરીકે કપાળ પર ધારણ કરવામાં આવે તો જલ્દી જ શિવની કૃપા વરસે છે.

ભગવાન શિવને ચંદનનું તિલક :

ભગવાન શિવને લગાવેલા ભસ્મના તિલકની જેમ ચંદનના તિલકનું પણ પોતાનું વિશેષ મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જે લોકોની કુંડળીમાં ચંદ્ર દોષ હોય તેમણે ખાસ કરીને સોમવારે ભગવાન શિવને સફેદ ચંદનનું તિલક લગાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવને સફેદ ચંદનનું તિલક લગાવવાથી સાધકને તન અને મન બંનેની શક્તિ મળે છે, અને તે પોતાના જીવનનો સૌથી મોટો નિર્ણય સરળતાથી લઈ લે છે.

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.