લગ્ન જીવનમાં પરેશાનીઓ અને પૈસાની તંગીનું કારણ બની શકે છે આ ગ્રહ, તમારા કામમાં આવી શકે છે આ ઉપાયો

0
290

જો તમને જોવા મળે આ લક્ષણો તો સમજવું કે તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ છે નબળો, જાણો તેને મજબુત કરવાના ઉપાય.

જીવનમાં આવતી સમસ્યાઓ અને અન્ય સંકેતોને સમજીને આપણે તે ગ્રહ સંબંધિત ઉપાયો કરી શકીએ છીએ. શુક્ર 9 ગ્રહોમાંનો એક છે. તેને તેજસ્વી ગ્રહ પણ કહેવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો પ્રમાણે શુક્ર રાક્ષસોના ગુરુ છે. આ ગ્રહ તુલા અને વૃષભ રાશિનો સ્વામી છે. જેની કુંડળીમાં આ ગ્રહ પ્રબળ હોય તેને દરેક પ્રકારની ભૌતિક સુખ-સુવિધાઓ મળે છે. આ ગ્રહના પ્રભાવ હેઠળના લોકોને તેમના જીવનમાં ઘણી કીર્તિ અને યશ મળે છે. જાણો જ્યારે આ ગ્રહ આપણા જીવનમાં અશુભ સ્થિતિમાં હોય ત્યારે શું થાય છે?

નબળા શુક્રના લક્ષણ :

જે વ્યક્તિની જન્મ પત્રિકામાં શુક્ર નબળો એટલે કે અશુભ સ્થાનમાં હોય છે, તેને પોતાના જીવનમાં પૈસાની તંગીનો સામનો કરવો પડે છે. આવી વ્યક્તિ ભૌતિક સુખ-સુવિધાઓ મેળવી શકતી નથી અને તે માત્ર અભાવમાં જ જીવે છે.

આવા વ્યક્તિના જીવનમાં આકર્ષણ સમાપ્ત થઈ જાય છે, એટલે કે તેના ચહેરાનું તેજ સમાપ્ત થઈ જાય છે. ફોલ્લીઓ અને ખીલના કારણે ચહેરો ખરાબ થઈ જાય છે. આવા લોકો સાથે કોઈ મિત્રતા નથી કરતું અને દરેક વ્યક્તિ તેમનાથી ભાગી જાય છે.

શુક્ર અશુભ હોય ત્યારે લગ્ન જીવનમાં સુખમાં ઘટાડો થાય છે. પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહે છે અને તેની અસર તેમના રોમાન્ટિક જીવન પર પણ પડે છે. ક્યારેક બ્રેકઅપ અને છૂટાછેડા જેવી પરિસ્થિતિ પણ સર્જાય છે.

આ છે શુક્ર ગ્રહને મજબૂત કરવાના ઉપાયો :

1) શુક્ર ગ્રહ સંબંધિત શુભ પરિણામ મેળવવા માટે તમે મંત્રનો જાપ કરી શકો છો. જો તમે સવારે સ્નાન વગેરે કર્યા પછી આ મંત્રનો જાપ કરો તો લાભ થાય છે. જો તમે દરરોજ મંત્રનો જાપ કરી શકતા નથી, તો તમે ફક્ત શુક્રવારે પણ કરી શકો છો. આ છે શુક્રના મંત્રો –

ૐ શુક્રાય નમઃ

ૐ હિમકુન્દમૃણાલાભં દૈત્યનાં પરમં ગુરું

2) કુંડળીમાં શુક્ર ગ્રહને બળવાન બનાવવા માટે દર શુક્રવારે વ્રત કરવું જોઈએ. આ દિવસે ખાટી વસ્તુઓ ખાવાનું ટાળો અને દેવી લક્ષ્મીની પૂજા કરો.

3) શુક્ર ગ્રહથી શુભ પરિણામ મેળવવા માટે કીડીઓ અને સફેદ ગાયને લોટમાં સાકર ભેગી કરીને ખવડાવવી જોઈએ.

4) શુક્રવારના દિવસે ઘરમાં શુક્ર યંત્રની સ્થાપના કરો અથવા કોઈપણ શુભ યોગ સાથે નિયમાનુસાર આ યંત્રની દરરોજ પૂજા કરો.

5) શુક્રને મજબૂત કરવા માટે હીરા અને સફેદ પુખરાજ પહેરવામાં આવે છે. આ બંને રત્નો ખૂબ જ ઝડપથી પોતાની અસર દર્શાવે છે. આ પહેરતા પહેલા કોઈ વિદ્વાન જ્યોતિષની સલાહ લેવી જોઈએ.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.