તુલા રાશિફળ 2022 : આ વર્ષે આર્થિક તંગીમાંથી મળશે મુક્તિ, લવ મેરેજ પણ થઈ શકશે.

0
3210

જાણો તુલા રાશિવાળા માટે વર્ષ 2022 કેટલો લાભ અને કેટલી મુશ્કેલીઓ લઈને આવશે, વાંચો વાર્ષિક રાશિફળ.

તુલા રાશિફળ 2022 :

વર્ષ 2022 ની શરુઆતમાં મંગળ ધનુ રાશિમાં ગોચર કરશે, તે તમારી રાશિના ત્રીજા ગૃહમાં છે. આ ગૃહ નાના ભાઈ બહેનોનો ગૃહ હોય છે અને મંગળના આ ગૃહમાં ઉપસ્થિત હોવું તેમને આરોગ્ય કષ્ટ આપી શકે છે. મંગળની આ સ્થિતિ તમારા માટે ધન લાભના યોગ પણ ઉભા કરી રહી છે, તે દરમિયાન બેંક બેલેન્સ વધારવામાં સફળ રહેશો.

તેની સાથે જ આ વર્ષ તમને મનપસંદ પગાર વધારો આપી શકશે. 26 ફેબ્રુઆરી પછી વિદ્યાર્થીઓને શિક્ષણમાં ઉચિત પરિણામ મળવાની સંભાવના ઉભી થશે. મંગળ ગ્રહ તમારી લવ લાઈફને ઉત્તમ બનાવવાનો છે. તમારા અને પ્રેમી/પ્રેમિકા વચ્ચેના દરેક વિવાદ દુર થશે અને તમે આત્મવિશ્વાસ વધારવામાં સફળ થશો.

આ વર્ષે આર્થિક તંગીમાંથી મુક્તિ મળશે. દેવું ચુકવવામાં સક્ષમ થશો. એપ્રિલ પછી બૃહસ્પતિ (ગુરુ) નું ગોચર મીન રાશિમાં હશે તેનાથી તમારી કુંડળીના પડકારો અને અડચણો અને રોગનો ગૃહ પ્રભાવિત થશે. રાશિના સાતમાં ગૃહમાં રાહુ તમારા દાંપત્ય જીવનમાં સમસ્યાઓનું કારણ બનશે. રાહુની સ્થિતિ તમારા માનસિક તણાવમાં પણ વધારો કરશે, પણ બૃહસ્પતિની શુભ કૃપા વિદ્યાર્થીઓના જીવનમાં આનંદના સમાચાર લાવશે.

વર્ષ 2022 માં શનિ પણ તમારી પાસે વધુ મહેનત કરાવવાના છે. મહેનત અને સ્માર્ટ વર્ક બંને ચાલુ રાખો. શનિની સ્થિતિ કૌટુંબિક જીવનમાં અશાંતિનું કારણ બનશે. વર્ષ 2022 ના અંતિમ બે મહિના (નવેમ્બર અને ડીસેમ્બર) રોમાન્સ માટે સૌથી ઉત્તમ રહેશે. મંગળ આ સમય દરમિયાન તમારા આઠમા અને નાવમા ગૃહમાં ગોચર કરશે. જેના પરિણામ સ્વરૂપ પ્રેમી/પ્રેમિકા સાથે લગ્નના બંધનમાં બંધાઈ શકો છો. પરણિત લોકો માટે શરુઆતનો સમય સંઘર્ષપૂર્ણ રહેશે.

જાન્યુઆરીથી લઇને એપ્રિલ સુધી જીવનસાથીનો સહકાર અને સાસરીયા પક્ષ તરફથી કોઈ ભેંટ પ્રાપ્ત કરી શકશો. મે અને જુન વચ્ચે ગ્રહોની સ્થિતિ તમારા અને તમારા જીવનસાથી વચ્ચે વિવાદ ઉભો કરશે.