શ્રીગણેશ સાથે લગ્ન કરવા માંગતી હતી તુલસી, પણ લગ્નની જગ્યાએ મળ્યો શ્રાપ, જાણો શા માટે?
એક સમયની વાત છે. નવયૌવન સંપન્ના તુલસી દેવી નારાયણ પરાયણ થઈને તપસ્યા કરવા માટે તીર્થોમાં ભ્રમણ કરતી ગંગા કિનારે આવી પહોંચી. ત્યાં તેમણે શ્રીગણેશને જોયા, જે યુવાન હતા, અત્યંત સુંદર, શુદ્ધ હતા અને તેમણે પીતાંબર ધારણ કરેલું હતું. સુંદરતા જેમના મનનું અપ હરણ નહિ કરી શકતી હતી, જે કામનારહિત, જિતેન્દ્રિયોમાં સર્વ શ્રેષ્ઠ અને યોગીન્દ્રોના ગુરુના ગુરુ છે, તથા મંદ મંદ હસતા જન્મ, મૃત્યુ અને વૃદ્ધાવસ્થાનો નાશ કરવાવાળા શ્રીકૃષ્ણના ચરણ કમળોનું ધ્યાન કરી રહ્યા હતા. તેમને જોતા જ તુલસીનું મન શ્રીગણેશ તરફ આકર્ષિત થઈ ગયું.
ત્યારે તુલસી તેમના લંબોધર અને ગજમુખ હોવાનું કારણ પૂછીને તેમનો ઉપહાસ કરવા લાગી. ધ્યાન ભંગ થવાથી ગણેશજીએ પૂછ્યું – વત્સે, તમે કોણ છો? કોની કન્યા છો? અહિયાં તમારા આવવાનું શું કારણ છે? માતા! તે મને જણાવો, કેમ કે તપસ્વીઓનું ધ્યાન ભંગ કરવું હંમેશા પાપજનક અને અમંગળકારી હોય છે. શ્રીકૃષ્ણ કલ્યાણ કરે, કૃપાનિધિ વિઘ્નનો વિનાશ કરે અને મારા ધ્યાન ભંગમાંથી ઉત્પન થયેલો દોષ તારા માટે અમંગલકારક ન બને.
તેના ઉપર તુલસીએ કહ્યું – પ્રભુ, હું ધર્માત્મજની નવયુવતી કન્યા છું અને તપસ્યામાં સંલગ્ન છું. મારી એ તપસ્યા પતિ પ્રાપ્તિ માટે છે, એટલે કે તમે મારા સ્વામી થઇ જાવ. તુલસીની વાત સાંભળીને અગાધ બુદ્ધી સંપ્પન ગણેશ શ્રી હરિનું સ્મરણ કરતા વિદુષી તુલસીને મધુરવાણીમાં બોલ્યા.
શ્રીગણેશે કહ્યું – હે માતા. લગ્ન કરવા ઘણું ભયંકર હોય છે, એટલે તે વિષયમાં મારી જરાપણ ઈચ્છા નથી, કેમ કે લગ્ન દુઃખનું કારણ હોય છે, તેનાથી સુખ ક્યારેય મળતું નથી. તે હરિ ભક્તિનું વ્યવધન, તપસ્યાના વિનાશનું કારણ, મોક્ષદ્વારનું તાળું, ભવ બંધનનો રસ્તો, ગર્ભવાસ કારક, સદા તત્વજ્ઞાનનો છેદક અને સંશયોનું ઉદગમ સ્થાન છે. એટલા માટે મહાભાગે. મારી તરફથી મન પાછુ લઇ લો અને કોઈ બીજા પતિની શોધ કરો.
ગણેશના આવા વચન સાંભળીને તુલસીને ગુસ્સો આવી ગયો. ત્યારે તે સાધ્વીએ ગણેશને શ્રાપ આપતા કહ્યું – તમારા લગ્ન થશે. એ સાંભળીને ગણેશે પણ તુલસીને શ્રાપ આપ્યો, તું નિસંદેહ અસુર દ્વારા ગ્રસ્ત થઇ જઈશ. તેમ જ મહાપુરુષોના શ્રાપથી તું વૃક્ષ બની જઈશ. ગણેશ એટલું કહીને ચુપ થઇ ગયા. આ શ્રાપને સાંભળીને તુલસીએ ફરી સુરશ્રેષ્ઠ ગણેશની સ્તુતિ કરી. ત્યારે પ્રસન્ન થઈને ગણેશે તુલસીને કહ્યું.
ગણેશે કહ્યું – મનોરમે, તું પુષ્પોની સારભુતા થઇ જઈશ અને સ્વયં નારાયણની પ્રિયે બનીશ. મહાભાગે, આમ તો તમામ દેવતા તને પ્રેમ કરશે, પરંતુ શ્રીકૃષ્ણ માટે તું વિશેષ પ્રિય રહીશ. તારા દ્વારા કરવામાં આવેલી પૂજા મનુષ્યો માટે મુક્તિદાયીની થશે અને મારા માટે સર્વદા તું ત્યાજ્ય રહીશ. તુલસીને એમ કહીને ગણેશજી પુનઃ તપ કરવા જતા રહ્યા. તે શ્રીહરિની આરાધનામાં વ્યગ્ર થઈને બદ્રીનાથના સાનિધ્યમાં ગયા.
અહિયાં તુલસી દેવી દુઃખી હ્રદયથી પુષ્કરમાં જઈ પહોંચી અને નિરાધાર રહીને ત્યાં દીર્ઘકાલીન તપસ્યામાં સંલગ્ન થઇ ગઈ. ત્યાર પછી ગણેશના શ્રાપથી તે ચીરકાળ સુધી શંખચુડની પ્રિય પત્ની બની રહી. ત્યાર પછી અસુરરાજ શંખચુડ શંકરજીના ત્રિશુળથી મૃત્યુને પ્રાપ્ત થઇ ગયો. ત્યારે નારાયણ પ્રિય તુલસી ક્લાંશમાંથી વૃક્ષ ભાવને પ્રાપ્ત થઇ ગઈ.
આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.