તમે પણ તુલસી વિવાહના પર્વ પર કરો આ પૌરાણીક કથાનો પાઠ, પૂરી થશે તમામ મનોકામના.

0
2506

તુલસી વિવાહના દિવસે તુલસી મંગલાષ્ટકના કરવા પાઠ, ભગવાન શાલીગ્રામ અને તુલસી માઁ કરશે તમામ મનોકામનાઓ પુરી.

કારતક માસની દેવઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે તુલસીજી અને ભગવાન વિષ્ણુના શાલીગ્રામ રૂપના લગ્ન કરાવવાથી કન્યાદાન સમાન ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે જે પરણિત મહિલાઓ તુલસી વિવાહનું આયોજન અને પૂજા કરે છે તેમને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે પૂજામાં તુલસી વિવાહની પૌરાણીક કથાના પાઠ કરીને, તુલસી મંગલાષ્ટકના પાઠ કરવામાં આવે છે. એમ કરવાથી ભગવાન શાલીગ્રામ અને તુલસી માં તમામ મનોકામનાઓની પૂર્તિ કરે છે. આવો જાણીએ તુલસીજીની પૌરાણીક કથા વિષે.

તુલસી વિવાહ પૌરાણીક કથા : શિવ પુરાણની કથા મુજબ એક વખત ભગવાન શિવના ગુસ્સાથી તેજનું નિર્માણ થયું. આ તેજના સમુદ્રમાં આવવાથી એક તેજસ્વી દૈત્ય બાળકે જન્મ લીધો. જે આગળ જતા દૈત્યરાજ જલંધર કહેવાયો અને તેની રાજધાની જાલંધર કહેવાઈ. જાલંધરના લગ્ન કાલનેમીની પુત્રી વૃંદા સાથે થયા. વૃંદા પતિવ્રતા સ્ત્રી હતી.

જાલંધરે પોતાના પરાક્રમથી સ્વર્ગ જીતી લીધું. પણ એક દિવસ તે પોતાની શક્તિના અભિમાનમાં ધુ-ત-થઇને માતા પાર્વતીને મેળવવાની લાલસામાં કૈલાશ પર્વત જઈ પહોંચ્યો. તેનાથી ગુસ્સે થઈને ભગવાન શંકરે તેનો વ-ધ-કરવાનો પ્રયત્ન કર્યો. પણ શિવનો જ પુત્ર હોવાના કારણે તે શિવ સમાન જ બળવાન હતો અને તેની સાથે વૃંદાના પતિવ્રતની શક્તિ પણ હતી. જેથી ભગવાન શિવ પણ તેનો વ-ધ-નકરી શક્યા હતા. ત્યારે પાર્વતીજીએ સાર વૃતાંત વિષ્ણુજીને સંભળાવી. જ્યાં સુધી વૃંદાનું પતિવ્રત ભંગ નહિ થાય ત્યાં સુદી જાલંધરનો અંત શક્ય નથી.

ભગવાન વિષ્ણુ ઋષિનો વેશ ધારણ કરીને વનમાં જઈ પહોંચ્યા, જ્યાં વૃંદા એકલી ભ્રમણ કરી રહી હતી. ઋષિને જોઈ વૃંદાએ મહાદેવ સાથે યુ દ્ધકરી રહેલા તેના પતિ જાલંધર વિષે પૂછ્યું. ત્યારે ઋષિ રૂપી વિષ્ણુજીએ પોતાની માયાથી બે વાનર પ્રગટ કર્યા. એક વાનરના હાથમાં જાલંધરનું માથું હતું અને બીજાના હાથમાં ધડ. પોતાના પતિની આ દશા જોઈને વૃંદા મૂર્છિત થઇ ગઈ. હોંશમાં આવ્યા પછી તેણીએ ઋષિને પોતાના પતિને જીવિત કરવાની વિનંતી કરી.

ભગવાન વિષ્ણુએ પોતાની માયાથી પુનઃ જાલંધરનું માથું ધડ સાથે જોડી દીધું અને સાથે જ પોતે પણ તેના શરીરમાં પ્રવેશ કરી ગયા. વૃંદાને આ છળનો જરાપણ આભાસ ન થયો. જાલંધર બનેલા ભગવાન વિષ્ણુ સાથે વૃંદા પતિવ્રતાનું વર્તન કરવા લાગી. જેનાથી તેનું સતીત્વ ભંગ થઇ ગયું અને એમ થતા જ વૃંદાનો પતિ જાલંધર યુ દ્ધમાં હાર્યો અને તેનો અંત થયો.

ભગવાન વિષ્ણુની લીલાની જાણ થતા વૃંદાએ ભગવાન વિષ્ણુને હ્રદયહીન શીલા થવાનો શ્રાપ આપી દીધો. વૃંદાના શ્રાપની અસરથી વિષ્ણુજી શાલીગ્રામ રૂપમાં પથ્થર બની ગયા. સૃષ્ટિના પાલન કર્તાના પથ્થર બની જવાથી સૃષ્ટિમાં અસંતુલન સ્થાપિત થઇ ગયું. તે જોઈને તમામ દેવી દેવતાઓએ વૃંદાને પ્રાર્થના કરી અને ભગવાન વિષ્ણુને શ્રાપ મુક્ત કરી દીધા. વૃંદાએ વિષ્ણુજીને શ્રાપ મુક્ત કરી સ્વયં આ-ત્મ-દા-હ કરી લીધો. જ્યાં વૃંદા ભસ્મ થઇ, ત્યાં તુલસીનો છોડ ઉગી આવ્યો.

ભગવાન વિષ્ણુએ જણાવ્યું કે વૃંદા તું તારા સતીત્વને કારણે મને લક્ષ્મીથી પણ વધુ પ્રિય થઇ ગઈ છો. તું તુલસીના રૂપમાં હંમેશા મારી સાથે રહીશ. ત્યારથી દર વર્ષે કારતક મહિનાની દેવઉઠી એકાદશીને તુલસી વિવાહ તરીકે પણ ઉજવવામાં આવે છે.

નોંધ : (આ લેખમાં આપવામાં આવેલી તમામ જાણકારી/ સામગ્રી/ ધારણાની સત્યતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. જુદા જુદા માધ્યમો/ જ્યોતિષીઓ/ પંચાંગ/ પ્રવચનો/ માન્યતાઓ/ ધર્મગ્રંથો માંથી મેળવી આ જાણકારીઓ તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા તેને માત્ર માહિતી સમજીને જ લે. તે ઉપરાંત તેના કોઈ પણ ઉપયોગની જવાબદારી સ્વયં વપરાશકર્તાની જ રહેશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.