હનુમાનજીએ 2 વખત તુલસીદાસજીને કરાવ્યા હતા શ્રીરામના દર્શન, વાંચો પૌરાણિક કથા.

0
551

તુલસીદાસજી સમક્ષ આ રૂપમાં આવ્યા હતા ભગવાન રામ, હનુમાનજીએ તેમને ઓળખવામાં કરી હતી મદદ, વાંચો તે કથા.

ગૌસ્વામી તુલસીદાસ હિન્દી સાહિત્યના મહાન કવિ અને રામભક્ત હતા. તેમનો જન્મ 1554 માં શ્રાવણ માસના શુક્લ પક્ષમાં બાંદા જીલ્લાના રાજાપુર નામના ગામમાં માં હુલસીના ગર્ભથી થયો. તેમના પિતાનું નામ આત્મારામ શુકલ હતું. જન્મ વખતે તે રડ્યા નહિ અને તેમના મુખ માંથી રામ નામનું સ્પષ્ટ ઉચ્ચારણ નીકળ્યું. જ્યોતિષીઓની ભવિષ્યવાણીને કારણે માં એ તુલસીદાસને પોતાની દાસી ચુનિયા સાથે મોકલી દીધા.

તુલસીદાસના જન્મના બીજા દિવસે જ તેમની માં એ દુનિયામાંથી વિદાય લીધી આથી ચુનિયાએ જ તેમનો ઉછેર કર્યો. જયારે તે 5 વર્ષના હતા તો ચુનિયા પણ ભગવાનને વ્હાલી થઇ ગઈ. ભગવાન શંકરની કૃપાથી સ્વામી નરહર્યાનંદજી તેમને અયોધ્યા લઇ ગયા. તેમનો યજ્ઞોપવીત સંસ્કાર કરીને તેમનું નામ રામબોલા રાખ્યું. તેમની બુદ્ધી અત્યંત પ્રખર હતી. તે જે પણ તેમના ગુરુ પાસે સાંભળતા તરત જ કંઠસ્થ કરી લેતા હતા.

પછી તે ગુરુ સાથે અયોધ્યાથી સોરોં ગામ જતા રહ્યા જ્યાં ગુરુ મુખે તેમને પવિત્ર રામકથા સાંભળવાની તક મળી. પછી કાશી જઈને તેમણે 15 વર્ષ સુધી વેદ શાસ્ત્રોનો ઊંડાણ પૂર્વક અભ્યાસ કર્યો.

તેમને એક દિવસ મનુષ્યના રૂપમાં એક પ્રેત મળ્યું જેણે તેમને હનુમાનજીનું સરનામું જણાવ્યું. હનુમાનજીને મળીને તુલસીદાસજીએ તેમને શ્રી રઘુનાથજીના દર્શન કરાવવાની પ્રાર્થના કરી. હનુમાનજીએ જણાવ્યું કે તમને ચિત્રકૂટમાં શ્રી રઘુનાથજીના દર્શન થશે. પછી ચિત્રકૂટમાં તેમણે રામઘાટ ઉપર આસન જમાવ્યું.

એક દિવસ તેઓ પ્રદક્ષિણા કરવા નીકળ્યા હતા તે રસ્તામાં તેમને શ્રી રામજીના દર્શન થયા. તુલસીદાસ તેમને જોઈને ખુશ થયા પણ તેમને ઓળખી ન શક્યા. ત્યારે હનુમાનજીએ આવીને તેમને સંપૂર્ણ ભેદ સમજાવ્યો તો તે પસ્તાવો કરવા લાગ્યા. એટલે હનુમાનજીએ તેમને સાંત્વના આપી અને જણાવ્યું કે, સવારે શ્રીરામના ફરી દર્શન થશે.

મૌની અમાસના બુધવારના દિવસે તેમની સામે શ્રીરામ પ્રગટ થયા. તેમણે બાળકના રૂપમાં આવીને તુલસીદાસને કહ્યું, બાબા મારે ચંદન જોઈએ છે. શું તમે અમને ચંદન આપી શકો છો? તે વિચારીને કે ક્યાંક આ વખતે પણ છેતરાઈ ન જાય એટલા માટે હનુમાનજીએ પોપટનું રૂપ ધારણ કર્યું અને દોહો કહ્યો:

चित्रकूट के घाट पर भई संतन की भीर

तुलसीदास चंदन घिसे तिलक डेट रघुवीर

તુલસીદાસ ભગવાન શ્રી રામની અદ્દભુત છબી જોઈ સુદ્ધ બુદ્ધ ખોઈ બેઠા. છેવટે શ્રી રામે પોતાના હાથમાં ચંદન લઈને પોતાના અને તુલસીદાસના મસ્તક ઉપર લગાવ્યું અને અંતર્ધ્યાન થઇ ગયા.

દેવયોગથી તે વર્ષે રામનવમીના દિવસે એવો જ સંયોગ આવ્યો જેવો કે ત્રેતાયુગમાં રામ જન્મનો દિવસ હતો. તે દિવસે સવારના સમયમાં તેમણે શ્રી રામચરિત માનસની રચના શરુ કરી. આ મહાન ગ્રંથનું લેખન 2 વર્ષ 7 મહિના 26 દિવસમાં પૂર્ણ થયું. ત્યાર પછી ભગવાન રામની કૃપાથી તુલસીદાસ કાશી જતા રહ્યા. ત્યાં તેમણે ભગવાન વિશ્વનાથ અને માતા અન્નપૂર્ણાને શ્રી રામચચરિત માનસ સંભળાવ્યું.

રાત્રે પુસ્તક વિશ્વનાથ મંદિરમાં રાખવામાં આવ્યું. સવારના સમયે જયારે મંદિરના પટ ખોલ્યા તો પુસ્તક ઉપર લખેલું મળ્યું સત્યમ શિવમ સુંદરમ તેની નીચે ભગવાન શંકરની સહી હતી. તે સમયે ત્યાં હાજર લોકોએ સત્યમ શિવમ સુંદરમનો અવાજ પણ કાનથી સાંભળ્યો.

આ માહિતી પંજાબ કેસરી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.