તૂટેલા દર્પણો :
પાદર ના કુવા કાંઠે ક્યાં કોઈ પનિહારી દેખાય છે?
આવા દ્રસ્યોનાં દર્પણો તૂટી ગયાં હવે દિલ માં ભોંકાય છે
દાદા ના દેશ નો વ્હાલો વાતો વાયરો
વ્હાલી વાતો મૈયર ની વખત વીતી જાતો
સગવડો ને સુખઃ માની બેઠા આંસુ લુસ વાનો ક્યાં સમય છે?
પાદર ના કુવા કાંઠે ક્યાં !કોઈ પનિહારી દેખાય છે?
સૈયર ટોળે વળતી કરતી સુખઃ દુઃખ ની વાત
પિયુ ની પોથી વાંચતા થઈ જતું પ્રભાત !
હવે નથી સૈયર કે નથી સમય હૈયા નો ભાર ક્યાં હળવો થાય છે ?
પાદર ના કુવા કાંઠે ક્યાં !કોઈ પનિહારી દેખાય છે ?
ચૂંદડી શિર થી સરકતી તો લાજું લોપતી લાખ ની !
હવે વનિતા જ વસ્ત્રો ફાડે કુળ ની કીર્તિ ને કરે ખાખ ની
વર્તારો હતો વેષ નો હવે ક્યાં કોઈ વસ્ત્ર થી ઓળખાય છે?
પાદર ના કુવા કાંઠે ક્યાં કોઈ પનિહારી દેખાય છે?
ભાષા વેંષા ને ભોમકા ના મોંઘા હતા મૂલ !
પારકી પંગત માં બેસવા ની બહુ જ મોટી ભૂલ !
ઓળખ ગુમાવી આપણે હવે અસ્મિતા થી ક્યાં કોઈ ઓળખાય છે?
પાદર ના કુવા કાંઠે ક્યાં કોઈ પનિહારી દેખાય છે ?
આવકારે ઓળખાતા એ સમજું ચતુર સુજાણ !
મહેમાનો માટે ઈ પાથરી દેતા પોતાના પ્રાણ !
હવે આવકારે પણ ઈ ઓછા પડે દિલડાં ઘવાય છે?
પાદર ના કુવા કાંઠે ક્યાં કોઈ પનિહારી દેખાય છે?
“એક ભવ માં બીજો ભવ નઈ “એ સઁસ્કાર થી સમજાતું
એ ભવ ના ભરથાર ને મૂકી બીજે ક્યાંય ન જવાતું !
હવે વાત વાત માં વાંધા પાડી ગોરી બીજે જવા લલચાય છે !
પાદર ના કુવા કાંઠે ક્યાં કોઈ પનિહારી દેખાય છે?
ભલે એ બધું જૂનું જુનવાણી જગત ગણાતું !
જૂનું એ શુદ્ધ સોનુ હતું એ એની જાત થી જણાતું !
હવે આ ભેળસેળીયા યુગ માં અસલ ક્યાં ઓળખાય છે ?
પાદર ના કુવા કાંઠે ક્યાં કોઈ પનિહારી દેખાય છે ?
આવા દ્ર્સ્યો ના દર્પણો તૂટી ગયાં ને હવે દિલમાં ભોંકાય છે !!!
– નેભા કુછડીયા
આધુનિક યુગ.. !આધુનિક સમય છે ! આ શબ્દો હવે ગા ળ જેવા, ઝેર જેવા લાગે છે કઈ શાંતિ છે ક્યાં સંસ્કાર છે? ક્યાં હેત છે ક્યાં પ્રાણ થી પ્યારી પ્રીત છે? જે સમય સુખઃ શાંતિ ચેન હરિ લેય અરે માનવ મૂલ્યો નું નિકંદન કાઢી નાખે એ સમય માં ગમે એવી સગવડો હોય સરળતા હોય સંપત્તિ હોય એ સમય ને વખાણી કે વધાવી શકાય નહીં… !
એક માણસ ને બીજા કોઈ માણસ નું મન માં મૂલ્ય જ નથી !અરે માં બાપ ભાઈ બહેન કોઈ નું સગપણ ગળપણ નું નથી.. શુ કરવો છે શુ સુખઃ લેવું, કયું સુખઃ લેવું ને ક્યાં જઈ ને સુખઃ લેવું આ યુગ નું અને આ યુગ માં ?? થોડી સગવડો વધી છે થોડા દેખાડા વધ્યા છે ઝાઝા આડમ્બર વધ્યા છે વિશ્વાસ ઘાત વધ્યા છે દગાખોરી વધી છે… પ્રેમ ઘટ્યો છે હૈયા નું હેત ઘટ્યું છે સરળતા ઘટી છે સહાયતા ઘટી છે સહદય તા ઘટી છે તંદુરસ્તી ઘટી છે શાંતિ ને નિરાંત નું તો ક્યાંય નામો નિશાન નથી રહ્યું…. !
મર્યાદા માં મીંડું ખાનદાની માં ખોટ આવકાર માં ઓટ અને પરંપરા માં બધાય ભોટ ! આપણું કુળ કયું, આપણી પરંપરા કઈ કોઈ ને મન આનું કોઈ મૂલ્ય જ નથી નથી ચિંતા, માનવ જીવન મન ફાવે એમ જીવવા માં મશગુલ છે ! માને છે… અને એની આડ અસર રૂપે આ અશાંતિ, અજમ્પો અને અકળામણ ના વાવાઝોડા માં કેટલીય માનવ જિંદગી અને માનવ મૂલ્યો હોમાઈ રહ્યાં છે
પેલાં ના સમય માં જીવન થોડું કઠિન હતું પણ એનો ક્યાં કોઈ ને ફરિયાદ હતી..? માનવ મૂલ્યો મજબૂત હતા બે જીવ પતિ પત્ની રૂપે મળતાં તો ભવ ભવ ના બઁધન ગણાતું,, આજે એક સાથે ન ફાવે તો બીજો અથવા બીજી, ત્રીજી ક્યાંય સંતોષ નથી એ સન્તોષ ના ઉકાળા છે બધા ક્ષેત્રો માં ઉલાળા મારે છે પતિ પત્ની, સસરો વહુ, જેઠ વહુ, ક્યાંય મર્યાદા ની મોંઘી મૂડી દેખાતી નથી…. !
ટૂંક માં શુ જરૂર હતી આવી સગવડો ની કે જે શાંતિ છીનવી લેય !? આનાથી સાત ગણો સુવર્ણ યુગ હતો જૂનો જમાનો થોડી ખામીયો પણ હતી એની ના નહીં પણ માણસ ને માણસ નું મૂલ્ય હતું, મર્યાદા નું મૂલ્ય હતું, આડેધડ જીવાતું નહીં અને એમાં જ સુખઃ શાંતિ સમાયેલા હતાં ભલે કોઈ અમને જુનવાણી કહે પણ જુનવાણી માં જીવેલ માણસ ને આજ ની આ આધુનિક જિંદગી જીવન એક બોજ અને સજા લાગે છે, જીવતા તો છે પણ જિંદગી નથી જિંદગી કરોળિયા ના ઝાળા માં અટવાઈ ગઈ છે જે તડપી તડપી ને પાર પાડવી રહી…
બહારો સે ફીજા ચલી ગઈ
ચીરાગો સે રોશની ચલી ગઈ
જિદા તો રહ ગયે મગર “જિંદગી ” ચલી ગઈ…
– નેભા કુછડીયા (અમર કથાઓ ગ્રુપ)