એક સત્ય ઘટના … દુષ્કાળ પડેલો કાઠીયાવાડ માં મરકી નો રોગ નિકળેલો સાહેબ બહુ સરસ પ્રસંગ છે. આ ઈ મરકી ના રોગમાં માણસે માણસ મ **ર વાલાગ્યું. ગામડે ગામડું ખાલી થવા લાગ્યું. ઈ રોગમાંથી બચવા ખાતર એક બાર વર્ષ ની દિકરી ઘરે થી નિકળે છે અને એવો રોગ હતો કે માણસને બાળવા માટે બળતણ પણ નો મળતા સાહેબ તે દિવસે માણસ પર ભેખડુ વાળી દેવામાં આવી હતી.
એવા રોગમાંથી બચવા ખાતર એક દિકરી નિકળે છે. કયા જાવ? શું કરું? કેમ બચવું? વિચાર આવ્યો મામા ને ઘેર જાવ. મામાને ઘરે જાય છે. ગામના પાદરમાં આવે છે. ઉભી બજારે હાલતિ થાય છે. શેરીમાંથી આમ ખડકીમાથી અંદર જાય છે. મામાને ઘરે ત્યારે કાને સબદ પડ્યા છે. કોઈક મરણ પથારીએ પડ્યું છે. અરરે કોઈક નો જીવ નથી જતો કોણ હશે આ જોવા મંડી બાર વર્ષ ની દિકરી.
એક ખાલી ઓરડો હતો. આ બનેલી સોરઠની હકીકત ઘટના છે. એક માં પડી હતી એનો જી વ નહોતો જતો. પડખામાં ત્રણ વર્ષ નો દિકરો સૂતો હતો. જીવ જાય ને આવે ને જાય જીવ ફરી આવે. બાર વર્ષ ની દિકરી જયને એમ કહે છે માં હા બેટા તમારો જીવ નથી જતો. ના દિકરી મારો જીવ નથી જતો કારણ કે મારા રોગમાં મારું આખું કુટુંબ ખલાસ થઈ ગયું છે. છેલો મારો વારો છે. મારા ત્રણ વર્ષ ના દિકરાને ઉછેરીને મોટો કોણ કરશે એટલે મારો જીવ નથી જતો. દિકરી મારો જીવ નથી જતો.
સાહેબ સૌરાષ્ટ્રની બાર વર્ષ ની દિકરી બોલે છે, હે માં એમ કરને તારા દિકરાને તું મને વચનથી પરણાવી દે હું ધણી તરીકે મોટો કરીને ઉજેરીશ. માં તારા જીવને સતગતી કરી દે. ત્યારે મા એ દિકરાને છેલ્લે ધાવણ આપ્યું. માં એક વચનથી મને પરણાવી દે અને સાહેબ બાર વર્ષ ની દિકરી ત્રણ વર્ષ ના દિકરાને પરણી ગય.
એક ડોચીના વચન ખાતર પરણી માંનો જીવ નિકળી ગયો વયો. ગયો માડીનો જીવ અને પછી ત્રણ વર્ષ ધણીને કાખમાં બેસાડીને ગામનાં પાધરમા પાણી ભરવા જતી હશે. ત્રણ વર્ષ ના ધણીને કાખમાં બેસાડીને સાણનો સુડલો નાખવા જતી હશે ને બજારમાં બેઠાં બેઠાં કોઈક જુવાનો એમને પ્રલોભન આપતા હશે કે, ગોરી તને ઘોઘાના ઘોઙલા મંગાવી દવ.
તે દિવસે આ દિકરી બોલી હતી કે, ઘોઘાનો હોરનાર રે કાનો રમે છે. મારી કેડમાં નથડીનો હોરનાર કાનો રમે છે. મારી કેડમાં ચુદડીનો હોરનાર રે કાનો રમે. બાર વર્ષની દિકરી બોલી કે, હૂં લાસાર શું, મારો નટવર નાનો છે, કેડમાં બેઠો છે એટલે તમે મને એમ કહો છો ને નગર ની ચુંદડી ઓઢી દવ મંગાવી દવ, નહિતર તાકાત છે તમે મારી સામે આંખ ઊંચી કરો. હું લાસાર શું કે નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં. આ ગીતના ઉંડાણ છે. સાહેબ શ્રી અમૂક ગીતને તમે ના સમજો ત્યાં સુધી મજા નહીં આવે. વાત ઝવેરચંદ મેઘાણી કહી છે. ભાઈ શ્રી ભીખુદાન ભાઈ ગઢવી પ્રસ્તુત કરે છે મને ખૂબજ ગમ્યો આપણો ઈતિહાસ.
– સાભાર આહીર ભગવાન (અમર કથાઓ ગ્રુપ)