એક સરસ મજાની રમુજી વાત.
એક દિવસ એક બંધ દુકાનનાં ઓટલા પર બે વૃધ્ધ વ્યક્તિઓ બેઠા હતા. તેઓ કોઈ એક વાત પર એકદમ ખડખડાટ હસી રહ્યા હતા.
તેમને ખડખડાટ હસતા જોઈને ત્યાંથી પસાર થતા એક ભણેલા-ગણેલા માણસને ઘણું આશ્ચર્ય થયું. આથી એણે પેલા વૃધ્ધો પાસે જઈને તેમને આ રીતે ખડખડાટ હસવાનું કારણ પૂછ્યું.
તેની વાત સાંભળીને એક વૃધ્ધ માંડમાંડ પોતાનું હસવું રોકીને બોલ્યા કે, મારી પાસે આ દેશની બધી સમસ્યાઓનું એક સમાધાન છે.
પેલા વ્યક્તિએ પૂછ્યું, શું છે એ સમાધાન?
“આખા દેશની પ્રજાને જેલમાં પૂરી દો અને સાથે એક ગધેડાને પણ જેલમાં પૂરો….”
પેલા વ્યક્તિને આ સાંભળીને ઘણું આશ્ચર્ય થયું. આથી તેણે તે વૃદ્ધને પૂછ્યું કે, પણ ગધેડાને શા માટે પૂરવાનો?
આ સવાલ સાંભળીને ફરી બન્ને વૃદ્ધો જોરજોરથી ખડખડાટ હસવા લાગ્યા અને એમાંથી એક વૃધ્ધે બીજા વૃધ્ધને કહ્યું કે,
“જોયું!!! હું કહેતો હતો ને? હવે તને વિશ્વાસ આવ્યો? આખા દેશની પ્રજાનું કોઈ નહીં પૂછે… બધા ગધેડાની જ ચિંતા કરશે.
પેલો ભણેલો-ગણેલો માણસ ચુપચાપ ત્યાંથી નીકળી ગયો.