જીવન પ્રબંધન : એક જ સમયે બે લોકો એક સાથે ગુસ્સે થઇ જાય, તો વાત વધારે વણસી જાય છે.

0
49

જયારે સંત તુકારામનું એક વ્યક્તિએ કર્યું અપમાન, તો સંતે કર્યું આવું કામ, જરૂર વાંચો આ ખાસ સ્ટોરી.

ગુસ્સો એક એવો અવગુણ છે, જેના લીધે સંબંધોમાં તિરાડ પડી શકે છે, મિત્રતા તૂટી શકે છે અને બનેલા કામ છેલ્લી ઘડીએ બગડી શકે છે. તેનાથી બચવા માટે સહનશીલતા હોવી ખુબ જરૂરી છે. આ સંબંધમાં સંત તુકારામ સાથે જોડાયેલી એક કથા પ્રચલિત છે. આવો જાણીએ તે કથા વિષે.

સંત તુકારામ પોતાના ઉપદેશોને કારણે ઘણા પ્રસિદ્ધ હતા. તે પોતાના ઘરમાં રોજ પ્રવચન આપતા હતા. ઘણા લોકો પ્રવચન સંભાળવા આવતા હતા. દરેક વ્યક્તિ તુકારામનું ઘણું સમ્માન કરતા હતા, પણ તેમનો એક પાડોશી તેમની ઈર્ષ્યા કરતો હતો. તે પાડોશી પણ રોજ પ્રવચન સાંભળવા આવતો હતો અને તુકારામને નીચા દેખાડવાના અવસર શોધતો રહેતો હતો.

એક દિવસ તુકારામની ભેંસ તે જ પાડોશીના ખેતરમાં જતી રહી. આ વાત જયારે તે પાડોશીને ખબર પડી તો તે ગુસ્સે થઈને સંત તુકારામના ઘરે પહોંચ્યો અને ગાળો આપવા લાગ્યો. પણ તુકારામ ચુપ રહ્યા.

જયારે સંત તુકારામે ગાળોનો કોઈ જવાબ ના આપ્યો, તો પાડોશી વધારે ગુસ્સે થઈ ગયો. તેણે ત્યાં નજીકમાં પડેલો દંડો ઉપાડ્યો અને સંત તુકારામને મારી દીધો. તેમ છતાં પણ તે ચુપ રહ્યા, અને સહન કરતા રહ્યા.

બુમ-બરાડા પાડીને જયારે પાડોશી થાકી ગયો, ત્યારે તે પોતાના ઘરે જતો રહ્યો. બીજા દિવસે સંત તુકારામ પ્રવચન આપી રહ્યા હતા. ત્યારે તેમણે જોયું કે તેમનો પાડોશી પ્રવચન સાંભળવા આવ્યો નહતો. તે તરત જ તેના ઘરે પહોંચ્યા. સંતે પાડોશીને કહ્યું કે, મારી ભેંસને કારણે તમારું જે નુકશાન થયું છે, તેના માટે મને માફ કરો. તમે રોજ પ્રવચન સંભાળવા આવો છો, તો કૃપા કરીને આજે પણ પ્રવચનમાં જરૂર આવો.

તુકારામની સહનશીલતા અને વિનમ્ર સ્વભાવ જોઇને તે પાડોશીએ સંત તુકારામના પગ પકડી લીધા અને માફી માંગવા લાગ્યો. સંત તુકારામે પાડોશીને ઉભો કર્યો અને તેને ભેટ્યા. પાડોશીને સમજ પડી ગઈ કે સંત તુકારામ ઘણા જ મહાન સંત છે.

જીવન ઉપદેશ : ગુસ્સો બધું બરબાદ કરી શકે છે. જો બે લોકો એક સાથે એક જ સમયે ગુસ્સે થઈ જાય તો મોટી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ ગુસ્સે છે તો આપણે સહનશીલતાથી પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.