આખી ગીતા નહીં સમજો પણ આ 2 શ્લોક સમજીને તેને જીવનમાં ઉતારો તો પણ તમારો બેડો પાર થઈ જશે, જાણો.

0
4526

જીવન નષ્ટ કરી દે છે તમારી આ 3 ખરાબ આદતો, જાણો શ્રીમદ ભગવદ્ ગીતાનું લાઈફ મેનેજમેન્ટ શું કહે છે.

હિન્દુ ધર્મમાં ઘણા ધર્મ ગ્રંથો છે. આ બધા સાથે જુદી જુદી માન્યતાઓ જોડાયેલી છે. પરંતુ આ બધામાં શ્રીમદ ભગવદ્ ગીતા ખૂબ જ ખાસ છે કારણ કે તે એકમાત્ર ગ્રંથ છે જેની જયંતિ ઉજવવામાં આવે છે.

જ્યારે કૌરવો અને પાંડવોની સેના કુરુક્ષેત્રના મેદાનમાં સામસામે આવીને ઊભી હતી, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. તે સમયે અર્જુને મોહવશ થઈને પોતાના શ-સત્રો છોડી દીધા હતા. પછી ગીતાના માધ્યમથી જ ભગવાન શ્રીકૃષ્ણએ સંસારને ધર્મ પ્રમાણે કર્મ કરવાની પ્રેરણા આપી. હકીકતમાં ભગવાન શ્રીકૃષ્ણએ આ ઉપદેશ કળિયુગના માપદંડોને ધ્યાનમાં રાખીને આપ્યા છે. આજે અમે તમને ગીતાના કેટલાક પસંદગીના મેનેજમેન્ટ સૂત્રો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે નીચે મુજબ છે.

શ્લોક 1 :

ત્રિવિધં નરકસ્યેદં દ્વારં નાશનમાત્મનઃ ।

કામઃ ક્રોધસ્તથા લોભસ્તરમાદેતત્તયં ત્યજેત્ ।

અર્થ – કામ, ક્રોધ અને લોભ. આ ત્રણ પ્રકારના નરકના દ્વાર આત્માનો નાશ કરનાર છે, એટલે કે અધોગતિ તરફ લઈ જનાર છે. તેથી આ ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ.

મેનેજમેન્ટ સૂત્ર : કામ એટલે ઈચ્છાઓ, ક્રોધ અને લોભ એ બધી બુરાઈઓના મૂળ કારણ છે. એટલા માટે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને નરકના દ્વાર કહ્યા છે. જે પણ વ્યક્તિમાં આ 3 અવગુણ હોય છે, તે હંમેશા બીજાને નુકસાન પહોંચાડીને પોતાનો સ્વાર્થ પૂરો કરવામાં લાગ્યા રહે છે. જો આપણે કોઈ ધ્યેય પ્રાપ્ત કરવા ઈચ્છતા હોઈએ તો આ 3 અવગુણ હંમેશા માટે છોડી દેવા જોઈએ. કારણ કે જ્યાં સુધી આ અવગુણ આપણામાં રહેશે ત્યાં સુધી આપણું મન ધ્યેયથી ભટકતું રહેશે.

શ્લોક 2

વિહાય કામાન યઃ કર્વાન્પુમાંશ્ચરતિ નિસ્પૃહઃ ।

નિર્મમો નિરહંકાર સ શાંતિમધિગચ્છતિ ।

અર્થ – જે વ્યક્તિ બધી ઈચ્છાઓ અને કામનાઓનો ત્યાગ કરીને મમતા રહિત અને અહંકાર રહિત થઈને પોતાના કર્તવ્યનું પાલન કરે છે, તેને જ શાંતિ મળે છે.

મેનેજમેન્ટ સૂત્ર : ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, માનવી પોતાના મનમાં કોઈપણ પ્રકારની ઈચ્છા અને કામના રાખે તો તે શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. તેથી શાંતિ પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલા માણસે પોતાના મનમાંથી ઇચ્છાઓને દૂર કરવી પડશે. આપણે જે પણ કાર્ય કરીએ છીએ તેની સાથે આપણે પોતાના અપેક્ષિત પરિણામ જોડી દઈએ છીએ.

આપણી પસંદગીના પરિણામની ઈચ્છા આપણને નબળા બનાવે છે. અને મરજી મુજબ પરિણામ ન મળે તો વ્યક્તિનું મન વધુ અશાંત બને છે. મનમાંથી મમતા કે અહંકાર વગેરે લાગણીઓ દૂર કરીને વ્યક્તિએ પોતાના કર્તવ્યનું પાલન કરવું પડે છે. તો જ તેને શાંતિ મળશે.

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.