જાણો મહર્ષિ વાગભટ્ટ અનુસાર 9 થી 10 દાતણના પ્રકાર અને તેના વિષેની બીજી જાણકારીઓ.

0
1438

કરંજ, લીમડો , વડ, આંબો, જાંબુડો, બાવળ, ખીજડો, ખેર, આવેળ, અશોક(આસોપાલવ), ગુલર, આમળા, હરડે

આ ઉપર જણાવેલ તમામ વૃક્ષોના દાતણ સદુપયોગ છે

આંબાનું દાતણ જેઠ મહિનામાં કરવાથી શરીરમાં કફનું સમસ્યા ઘટે છે, વાળ કાળા રહે છે અને તંદુરસ્તી આખું વર્ષ જળવાઈ રહે છે આંબાનું દાતણ ત્યારે જ કરવું જ્યારે સાચી કેરીની સાચી સિઝન ચાલુ થઈ જાય.

લીમડાનું દાતણ હોળી પછી કરવું જોઈએ, આ દાતણ ઉનાળામાં ખાસ કરીને ચૈત્ર વૈશાખમાં જરૂર કરવું જોઈએ, આ લીમડો અતિ ગુણકારી હોવાથી તે પિતનું શમન કરીને ગરમી અને તજા ગરમીથી છુટકારો અપાવે છે.

લીમડાના દાતણ ઉનાળામાં જ કરવું.

વડનું દાતણ ચોમાસામાં કરી શકાય અને ઉનાળામાં પણ કરી શકાય વડના દાતણથી દાંતના પેઢા મજબૂત થાય છે. વ્યસનના કારણે નબળા થયેલ દાંત સ્વસ્થ થાય છે.

ખેરનું દાતણ ગરમીમાં કરવું જોઈએ જે ઉનાળામાં મોઢાના ચાંદાઓથી છુટકારો આપવે છે,

બાવળનું દાતણ(દેશી બાવળ) નો ઉપયોગ કોઈ પણ ઋતુમાં કરાય પણ ખાસ શિયાળામાં વધુ ઉપયોગી છે. આ દેશી બાવળના દાતણમાં સલ્ફર હોઈ જે માણસને વ્યસન મુક્તિ માટે ખૂબ જ ઉપયોગી થાય છે.

આમળા અને હરડેનું દાતણ કોઈ પણ ઋતુમાં કરાય, તેનું દાતણ નિરાપદ છે.

ગુલર, ખીજડો ખેર આ પણ નિરાપદ દાતણ છે. આ સિવાય કણજીનું દાતણ મોઢામાં બનતું ખરાબ એસિડ પણ રોકે છે અને જેને દોડવામાં હાફ ચડતો હોઈ એમને આમળાના વૃક્ષનું દાતણ કરવું જોઈએ.

કરંજનુ દાતણ માત્ર કરવાથી મુખની દુર્ગ઼ધ દુર કરવાની સાથે સાથે દાંતમાં થતા પાયોરીયા નામક રોગને મટાડે છે. એ પણ માત્ર આઠ દસ દિવસ નિયમિત દાતણ કરવાથી સાથે સાથે મોંધીદાટ ટુથપેસ્ટ કરતા સારી ફ્રેશનેસ પણ મળે છે, આ દાતણથી

યાદ રાખો આ તમામ પ્રકારના દાતણ ત્રણ મહિના જ પૂરતા કરવા ત્યાર બાદ કોઈ બીજા વનસ્પતિનું દાતણ લેવું.

આ દાતણ 8 આંગલ લાબુંને એક આંગલ જડુ લેવું અને રસદાર હોઈ એ લેવું.

ચાવી ગયેલ દાતણને કાપીને નવેસરથી દાતણ કરવું.

દાતણને તાજું લઈ આવો તો વધુ સારું પણ જો ન મેળ આવે, તો દાતણ કર્યા પછી વપરાયેલ ભાગ કાપીને દાતણને પાણીમાં બોળી રાખવું .

આ દાતણ અતિ ઉપયોગી અને લાભદાયક છે.

– સાભાર વિપુલકુમાર ડોબરીયા (અમર કથાઓ ગ્રુપ)