ઉધારીમાં સામાન લેવા આવેલી ગર્ભવતી મહિલાને દુકાનદારે તગેડી, પછી તેની પત્નીએ જે કર્યું તે ગજબ કર્યું.

0
944

લઘુકથા – અલ્લાતૌબા :

ફરીદાને લાગ્યું કે કોઈ હમીદ સાથે ક્યારનું રકઝક કરી રહ્યું છે. તેની ગામઠી દુકાન. આગળ બેઠક ને પરચુરણ માલ. વચ્ચે સુવા-બેસવાનો ઓરડો કે માલ ભરવાનું ગોદામ, જે ગણો તે. તે પછી રસોડું. ને ખુલ્લો વાડો.

ફરીદા આગળ આવી. જોયું. પુની કાકલુદી કરી રહી છે. “શેઠ, કાલ પણ ખાધું નથી. મારા વરને કામ ઓછું મળે છે. થોડું ઘણું મળે. તો ડા રુ પી જાય છે. હું કામે ચડીશ ત્યારે આગલા ને આજના બધા પૈસા ચુકવી દઈશ.”

ફરીદાએ પેટ સામે જોયું. પુની બેજીવ છે. પણ હમીદ ટસ નો મસ ના થયો. ઠાલા હાથે પુની ચાલતી થઈ.

જતી પુનીને ફરીદાએ રોકી “મારા હાથમાં શાક સમારતાં છ રી વાગી છે. થોડા વાસણ વાડામાં છે. ઘસી દે ને.”

વચ્ચેના ઓરડામાં આવી ફરીદાએ પુછ્યું “સુનીયે.. મેરે કુછ પુરાને કપડે હૈ.. ઈસકો દે દેતી હું.”

“જો તુમારી મરજી.”

રાત્રે હમીદે કહ્યું “તુમને ઉસકો થેલા દીયા વો તો ભારી દીખતા થા. કપડે હોતે તો હલ્કા હોતા.”

પડખું ફેરવી ફરીદા બોલી “તુમ મરદ.. ઔરતકી બાત ના સમજો. ઉસકે પેટમેં બચ્ચા હૈ. વો ભુખોં મરતી. તો બચ્ચેકા ક્યા હાલ હોતા. અલ્લાતૌબા. મૈં ઐસા કહર નહીં દેખ શકતી. મૈંને સામાન દીયા હૈ. પૈસે ઉસકે ખાતેમેં લીખ લેના.”

હમીદ થોડીવાર કંઈ ના બોલ્યો.. ફરીદાનો હાથ પકડ્યો..

બોલ્યો..”બીબી તુમ ગજબકી હો. હાથકો તો કુછ નહીં હુઆ. તુમને જુઠ બોલકર ભી સબાબ પા લીયા. ખૈર. જાનેદો. આજકી ખાતાવહી તો બંદ હો ગઈ. અબ ક્યા લીખના.”

– જયંતીલાલ ચૌહાણ ૧૯ -૯ -૧૯