“ઉગી સોહામણી સવાર” : તમારા બાળપણનું આ કાવ્ય તમને બાળપણની યાદોમાં લઇ જશે.

0
785

ઉગી સોહામણી સવાર આવો કબુતરા

આંગણે મેં નાખી જુંવાર આવો કબૂતરા

ઉગી સોહામણી….

રત્નજડિત આંખડી ભૂરી ભૂરી પાંખડી

શોભી રહ્યા છો અપાર આવો કબૂતરા

ઉગી સોહામણી….

બિશો મા ઉડશો મા આવો કબુતરા

આવો સૌ રહીએ વિહાર આવો કબૂતરા

ઉગી સોહામણી….

જુદા નથી આપણે બાંધ્યો પ્રેમ તો તાંતણે

એક પિતાનો પરિવાર આવો કબૂતરા

ઉગી સોહામણી….