“ઉજળું માં નું ઓઢણું”
બચપણમાં આંસુ લૂછવાનું હુંફાળું હતું માનું ઓઢણું
કુળની કીર્તિના કુવાનું મજબૂત એ ઢાંકેલ હતું ઢાંકણું
મોટા કરવા બાળ ને પોતાના તનને નાખ્યું તોળી
સપના કરવા સાકાર સંતાનના પોતાના સપના દીધા છોળી,
મમતાળી માવડી પાસે અમારું કેટલું હશે માગણું?
બચપણ માંઆંસુ લૂછવાનું હુંફાળું હતું માં નું ઓઢણું
માં તારા બાળને બતાવવા આ અવની માં પ્રભાત
માં તે તારા સંતાનની ઉદરમાં કેટલી ખમી લાત
માં તારા બાળને કાજ તે જાજી જીલી ઘાત
માં તે મોટું રાખી મન કુળનું પ્રેમે ઝુલાવ્યું પારણું
બચપણમાં આંસુ લુછવાનું હુંફાળું હતું માં નું ઓઢણું
માં તુ જાગી પણ ભાગી નઈ તુ થાકી નઈ ના હારી
તને તારા સંતાન સિવાય બીજી કોઈ ના બલિહારી
જગતમાં જોઈ બહુ ઝાઝી જાત એમાં મીઠી માત
તારા સુખની બંધ કરી બારી સંતાન સુખનું ખોલી નાખું બારણું,
બચપણના આંસુ લૂછવાનું હુંફાળું હતું માં નું ઓઢણું
માં તને જેણે ન જાણી પછી જાણવો શુ જગદીશ ને?
માં જેણે તને જાણી પછી એને ઓળખવો શુ ઈશ ને?
અવનીમા અમૃત આપ્યાં અમને પોતે પીધાં વિષ ને
સંતાનોના સુખ માટે પોતે તનનું તપાવું તાપણું
બચપણના આંસુ લૂછવાનું હુંફાળું હતું માં નું ઓઢણું
માં જસોદાની ઝખનામાં ઝાંખો પડ્યો તો જગદીશ
પછી સોનાની દ્વારકામાં રોયો હતો એ રણછોડ
મને માંથી બોલાવે આ મલક લાડથી સૌ લોક
મારી તુંકારાની તરસ છીપાવવા જસોદાને કહો કોક
માં તારી અવની પરના ઇસ્વરીય અવતારનું લેવું મારે એક ઓવારણું,
બચપણના આંસુ લુછવાનું હુંફાળું હતું માં નું ઓઢણું.
– નેભા કુછડીયા.
માં ના ગુણ ગાઈ શકે એવો કોઈ કવિ કે કોઈ ગાયક નથી જન્મ્યો. ખાલી પ્રયાસ કરી શકે કારણ કે જેમના હોવાથી આપણું અસ્તિત્વ છે એના ગુણ કેમ ગાઈ શકાય? એના ઇસ્વરીય અવતારથી આપણો અવતાર છે. આ અવની પર… એ દેવોમાં એકાક્ષરી દેવ છે. દેવી ઓ ના અવતાર માં એકાક્ષરી દેવ છે અને શાસ્ત્રો પુરાણોમાં એકાક્ષરી વેદ.
એ માં છે જે જન્માવે ને ધવરાવે. નર એ કરી થશે નહીં…. જન્મ દીયે અને પોતાના રુ ધિરથી બનેલું દૂધ પાઈ મોટા કરે, આ બે ગુણ જ માં. સંતાન આખી જિંદગીનું ઋણ છૂટી શકતો નથી છૂટી શકાતું પણ નથી…. અને માને કોઈ ઋણ સરભર નથી કરવું માં ને તો પોતાના સંતાનોને સુખી જોવા છે જિંદગી ભર.
માં ને માલ મિલકત કે કોઈમાં આશ કે અપેક્ષા નથી, પણ મોટું થયેલું પોતાનું સંતાન પોતાની પાસે બેસીને બે ઘડી વાત કરે એ એક જ અપેક્ષા હોય છે. મા ની સાવ મફત છે કોઈ ભાગ્ય શાળી થી પુરી થઇ શકે તો…. મા ને આમ રાજી રાખી શકાય.
– નેભા કુછડીયા (અમર કથાઓ ગ્રુપ)