જંગલ મા એક સિંહણ પોતાના બચ્ચા ને એકલા મુકી શિ કારમાટે ખુબ દુર નિકળી ગઈ. બહુવાર લાગવા છતા એ પરત ન આવતા એના બચ્ચા ભૂખ્યા થયા. એમની આ હાલત જોઈ ને એક બકરી ને દયા આવી. તેને થયુ લાવ એક ઉપકાર કરી આ બચ્ચા ઓ નુ જીવન બચાવી લવ. એ ભાવનાથી એણે આ બચ્ચાઓને દુઘ પીવડાવી નવજીવન આપ્યું.
આ બચ્ચા બકરી સાથે રમવા લાગ્યા. દુર થી આવતી સિહણ આ દ્રશ્ય જોઈ ગુસ્સે ભરાઈ ને બકરી પરહુમ લો કરવાની તૈયારી માં હતી, ત્યા બચ્ચાઓ એ હકીકત થી વાકેફ કરી. એના ઉપકાર થી વાકેફ કરતા સિહણ ખુબ ખુશ થઇ અને બકરી ને અભય વચન આપી જણાવ્યું કે, હવે થી જંગલ માં બૈખોફ ફરી શકે છે. હુ તારો ઉપકાર કયારેય નહી ભુલુ.
હવે બકરી જંગલ મા નિર્ભય તાથી ફરવા લાગી. કયારેક તો એ સિંહણ ની પીઠ પર ચડી ને ઝાડ ના પાંદડા તોડી ને ખાતી. આ ચિત્ર આકાશ મા ઉડતી એક ચિલે જોયુ. તે ખૂશ થઇ અને હકિકત જાણવા બકરી પાસે આવી અને આ ચમત્કાર કઈ રીતે થયો તેની જાણકારી મેળવી. બકરીએ તેને ઉપકાર નુ મહત્વ સમજાવ્યું.
ચીલે આ વાત જાણ્યા પછી એને પણ કોક લાચાર પર ઉપકાર કરવાનુ વિચાર્યુ. એવામા એણે કીચડ મા ફ સાયલા અને બહાર નિકળવા તળપતા ઉંદર ના બચ્ચા ને જોઈ દયા વશ એ ત્યા ગઈ અને વારા ફરતી તેણે આ બચ્ચા ઓ ને બહાર કાઢી સુરક્ષિત સ્થળે મુકયા. આ બચ્ચા ભિજાયલા હોવાથી અને શરદી ના કારણે થર થર ઘુજતા હોવાથી ચીલ ને દયા આવી અને એણે એ તમામ બચ્ચા ઓ ને પોતાની પાખ નીચે લઈ ને હુફ આપી.
ઘણા સમય બાદ બચ્ચા તંદુરસ્ત થઇ જતા ચીલે ઊડવાની કોશિષ કરતા તે ઊડી ના શકી. એણે જોયુ તો ઊંદરના બચ્ચા એ એની તમામ પાખો કતરી નાખી હતી. લાચાર ચીલ બકરી પાસે ગઈ અને ઘટના કહી સભળાવી કે, તે પણ ઉપકાર કર્યો અને મેં પણ કર્યો તેમછતા ફળ વિપરીત કેમ?
બકરી ખુબ હસી અને ગંભીરતાથી બોલી કે, ઉપકાર સિંહ જેવા સુરવીરો પર કરાય ઉંદર જેવા કાયરો પર ન કરાય. ઉંદર કયારેય કરેલ ઉપકાર નુ સ્મરણ નહી કરે અને સિંહ કદી ઉપકાર ભુલે નહી. દાન જેમ પાત્ર જોઈને થાય તેમ ઉપકાર પણ ખાનદાની જોય ને થાય.
– સાભાર આહિર હિમત હદિયા (અમર કથાઓ ગ્રુપ)