14 વર્ષ પછી પણ ઉર્મિલાના ધૂપની સુગંધ ઓળખી ગયા હતા લક્ષ્મણ, વાંચો રસપ્રદ કિસ્સો.

0
690

ઊર્મિલા ની આરતી રામના વનવાસ દરમિયાન 14 વર્ષ સુધી પ્રજલ્લવિત રહી.

આરતીની અગ્નિમાં તપની સુગંધ હતી.

હંસોના એક ઝુંડે અયોધ્યામાં અટારી ઉપર આરતી લઈને ઉભેલા ઊર્મિલા ને રામના લંકા વિજયના સમાચાર આપ્યા ત્યારે ઊર્મિલા એ આરતી સામે જોઈને એનો ધૂપ ગ્રહણ કરવા હંસો તરફ આરતી લંબાવી.

હંસોએ આરતીની અગનધૂપને પાંખોમાં ભરી ઊર્મિલા તરફ આદરથી આંખો નમાવી.

ગગનગામી હંસો તો પાછા ઉડ્યા.

ઉડ્યા દક્ષિણ તરફ.

થોડું ઉડ્યા પછી આકાશમાં પુષ્પક વિમાન તેની નજરે પડ્યું.

પુષ્પકમાં રામ અને સીતાજી હતા. લક્ષમણ પણ હતા.

હંસોને પુષ્પકની ગતિ ધીમી લાગી.

તેવો હજુ હમણાજ ઊર્મિલા ની આંખ સામે જોઈને આરતી લઈને ઉડ્યા હતા.

ધીમે ધીમે પુષ્પક વિમાનની પાંખો હંસોની પાંખો સામે આવી.

હંસોને કારણે ઊર્મિલા ના ધૂપની સુગંધ પુષ્પક વિમાન માં બેઠેલા લક્ષમણ સુધી પહોંચી.

લક્ષમણ ઓળખી ગયા એ સુગંધને.

એને હંસો તરફ જોઈને હાથ હલાવ્યો.

આપમેળે ઉડતા પુષ્પકને વધુ ગતિ આપવા કમળ પુષ્પોની ધુરા કરી હંસોએ ઉડતા રથને ધારણ કર્યો.

તેવો ફરી અયોધ્યા તરફ ઉડવા લાગ્યા.

– સાભાર અતુલ રાવ (અમર કથાઓ ગ્રુપ)