લાલચી વેપારીએ પોતાની પાસે ધન હોવા છતાં મિત્રની મદદ કરવાની ના પાડી, પછી થયું કંઈક એવું કે પસ્તાવાનો વખત આવ્યો.
એક વેપારી હતો. તે ખુબ જ કંજૂસ અને લાલચી હતો. તેણે પોતાનું ધન બચાવી-બચાવીને ઘણા બધું ભંડોળ ભેગું કરી લીધું હતું. વેપારી પોતાના નાણા એક ડબ્બામાં મૂકીને તેને પોતાના ઘરની પાછળ એક ગુપ્ત જગ્યાએ સંતાડી રાખતો હતો. તે વેપારી અઠવાડિયામાં એક વખત ત્યાં જઈને નાણાં લાવતો અને ગણીને ફરીથી તે ગુપ્ત જગ્યાએ મૂકી દેતો હતો.
વેપારીને પોતાના જ પરિવાર માટે ઘણી વખત નાણાંની જરૂર પડી પણ તેણે તે છુપાવેલા નાણાંનો ઉપયોગ કર્યો નહિ. એક સમય એવો પણ આવ્યો જયારે તેને પોતાના વેપારમાં ખુબ ખોટ ખાવી ગઈ, છતાં પણ તે કંજૂસ વેપારીએ સંતાડીને રાખેલા નાણાંનો ઉપયોગ કર્યો નહિ. આ રીતે પાંચ વર્ષથી વધારે સમય જતો રહ્યો. તે દર અઠવાડિયે સંતાડેલા નાણાં ગણતો અને પાછા મૂકી દેતો હતો.
એક દિવસ તેનો એક મિત્ર વેપારી તેની પાસે આવ્યો અને જણાવ્યું કે, મને વેપારમાં ઘણી ખોટ ગઈ છે. જો તું મારી મદદ કરશે તો હું ફરીથી પોતાનો વેપાર શરુ કરી શકીશ. પણ કંજૂસ વેપારી આ સાંભળતા જ ખુબ ગુસ્સે થઇ ગયો.
તેણે ગુસ્સામાં કહ્યું કે, તને વેપારમાં ખોટ આવી તો હું શું કામ તને નવો વેપાર કરવા પૈસા આવું? તારે તારા વેપારમાં વધારે ધ્યાન આપવું જોયતું હતું એ. હવે તું જાણે અને તારું કામ જાણે. મારી પાસે બીજી વખત પૈસા માંગવા આવીશ તો સમજી લે જે આપણી મિત્રતા ખતમ. વેપારીનો મિત્ર જાણતો હતો આ ખુબ કંજૂસ છે, એટલે તેમણે ત્યાંથી જતા રહેવું જ યોગ્ય સમજ્યું.
થોડા મહિના પછી ગામમાં એક ચોર આવ્યો અને તેણે તે કંજૂસ વેપારી પર ધ્યાન રાખવાનું શરુ કર્યું. ચોર જાણતો હતો કે વેપારી ભલે કંજૂસ હોય પણ તેની પાસે ઘણા બધા પૈસા હશે. એટલે તે હંમેશા વેપારીની હરકતો પર ધ્યાન આપતો હતો. વેપારી દર અઠવાડિયે નાણાં ગણવા માટે ગુપ્ત જગ્યાએ જતો હતો. એક વખત તે નાણાં ગણવા જતો હતો તો ચોર પણ તેની પાછણ પાછળ ગયો સંતાઈને બધું જોઈ રહ્યો હતો. વેપારીએ નાણાં ગણીને ફરીથી મૂકી દીધા.
ચોરને ખબર પડી ગઈ કે આ વેપારી હવે ફરીથી એક અઠવાડિયા પછી જ આવશે, એટલે ચોરને સારી તક મળતા તેણે નાણાં ચોરી લીધા અને ભાગી ગયો.
વેપારીને જયારે આ વાતની જાણ થઇ તો તે ખુબ દુઃખી થયો. તેનો બીજો વેપારી મિત્ર જેને તેણે મદદ કરવાની ના પાડી હતી તે પણ ત્યાં આવી પહોંચ્યો. વેપારીએ તેને જણાવ્યું કે મેં ઘણા વર્ષોથી નાણાં સાચવીને રાખ્યા હતા, પરંતુ આજે તે નાણાં ચોરાઈ ગયા છે.
તેના વેપારી મિત્રએ તેને જણાવ્યું કે, તારા આ નાણાં તને આટલા વર્ષો સુધી કોઈ કામ ન આવ્યા, એટલે આગળ પણ તને તે નાણાં કામ લાગતે જ નહિ, કારણ કે તું તેને સાચવીને રાખી મુકતો હતો. જો તું યોગ્ય સમયે તેનો ઉપયોગ કરતે, તો આજે તે ચોરી જ ન થતે. કંજુસી અને લાલચના કારણે તે કોઈની મદદ પણ ન કરી. હવે દુઃખી થઈને કોઈ લાભ નથી. આજથી લાલચ જેવી ખરાબ આદતને દૂર ભગાડ જેથી ભવિષ્યમાં આ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.