ઉત્તરાખંડના આ મંદિરમાં ઉભા દીવાની થાય છે પૂજા, નિઃસંતાન દંપતીનો ભરાય છે ખોળો.

0
376

આ મંદિરમાં નિઃસંતાન મહિલાઓ સંતાન પ્રાપ્તિ માટે કરે કે આ આકરું તપ, જાણો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા.  હિંદુ ધર્મમાં કારતક મહિનાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ મહિનો ભગવાન વિષ્ણુની આરાધના માટે મહત્વનો રહે છે. આ મહિનામાં ઘણા ધાર્મિક આયોજન કરવામાં આવે છે અને તહેવાર પણ આવે છે, જે વિશેષ રૂપથી ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. એવો જ એક વિશેષ દિવસ છે વૈકુંઠ ચૌદશ (Baikunth Chaturdashi) જે 28 નવેમ્બરે છે.

કારતક મહિનાના શુક્લ પક્ષની ચૌદશના રોજ વિશેષ રૂપથી નારાયણની પૂજાનું વિધાન છે, જેથી મોક્ષની પ્રાપ્તિ કરવામાં આવી શકે. તેમજ આ વિશેષ દિવસે હિમાલયની તળેટીમાં વસેલા ઉત્તરાખંડના શ્રીનગરમાં આવેલા કમલેશ્વર મંદિર (Kamleshwar Mandir) માં ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે. અને આ પૂજાથી નિઃસંતાન દંપતીઓનો ખોળો ભરાઈ જાય છે.

મંદિરમાં થાય છે મેળાનું આયોજન : વૈકુંઠ ચૌદશના અવસર પર અહીં બે દિવસીય મેળાનું આયોજન થાય છે. અને આ મેળામાં વિશેષ રૂપથી એવી મહિલાઓ આવે છે જે ઘણા પ્રયત્નો છતાં પણ માં નથી બની શકતી. સંતાન પ્રાપ્તિની ઈચ્છા લઈને મહિલાઓ આ મેળામાં આવે છે. અહીં દીવો હાથમાં લઈને આખી રાત ભગવાન સામે પ્રાર્થના કરવામાં આવે છે. આ અનુષ્ઠાનમાં શામેલ થવા માટે રજીસ્ટ્રેશન પણ કરાવવું પડે છે. અને ભાગ્યશાળી દંપતીઓને તેમાં શામેલ થવાનો અવસર મળે છે.

ઉભા દીવાની થાય છે પૂજા : સંતાનની ઈચ્છા માટે મહિલાઓ વૈકુંઠ ચૌદશના દિવસે ઉભા દીવાની પૂજા કરે છે. આ પૂજા ઘણી મુશ્કેલ માનવામાં આવે છે. આ પૂજામાં ચૌદશના દિવસથી શરૂ થયેલા ઉપવાસ પછી રાત્રે મંદિરમાં સ્થાપિત શિવલિંગની સામે મહિલાઓ હાથમાં દીવો પકડીને આખી રાત ઉભી રહે છે, અને ભોલેનાથ પાસે સંતાન પ્રાપ્તિનું વરદાન માંગે છે.

કમલેશ્વર મંદિર સાથે જોડાયેલી છે પ્રાચીન કથા : એવી માન્યતા છે કે પ્રાચીન સમયમાં આ મંદિરમાં ભગવાન વિષ્ણુએ શિવ શંકરની આરાધના કરી હતી. કહેવામાં આવે છે કે, આ દરમિયાન અમુક નિઃસંતાન દંપતી પૂજાના સાક્ષી રહ્યા હતા, જેમણે ભગવાન શિવ પાસે સંતાન પ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે શિવજીએ તેમને વરદાન આપ્યું હતું. ત્યારથી વૈકુંઠ ચૌદશની રાત્રે અહીં નિઃસંતાન મહિલાઓ વિશેષ પૂજા કરે છે અને ઈશ્વરની કૃપાથી તેમનો ખોળો ભરાઈ જાય છે.