વાયરા વન વગડામાં વાતાં’તાં વા વા વંટોળિયા!
હાં રે અમે વગડા વીંધવા જાતાં’તાં વા વા વંટોળિયા!
ગાડાં દોડે ઘૂઘરા બોલે બળદ કેરા શિંગડાં ડોલે
હાં રે અમે એક સાથ સાથ મળી ગાતાં’તાં
વા વા વંટોળિયા!
પથ ડોલંતી ધૂળ ઊડંતી ઝાડવાઓની ઝૂલ ઝુલંતી
હાં રે અમે ઝીણી ઝીણી આંખ કરી જોતાં’તાં
વા વા વંટોળિયા!
ધોમ ધખેલો આભ તપેલો ગરમી તણી ગાર લીપેલો હાં રે અમે ઊની ઊની લૂ મહીં ના’તાં’તાં વા વા વંટોળિયા!
હાં રે અમે ગાડામાં બેસીને જાતાં’તાં વા વા વંટોળિયા! વાયરા વન વગડામાં વાતાં’તાં વા વા વંટોળિયા!
-જગદીપ વિરાણી
(સાભાર રાધા પટેલ, અમર કથાઓ ગ્રુપ)