“વા વાયા ને વાદળ ઊમટ્યા” વાંચો નરસિંહ મહેતાની અદ્દભુત રચના સાથે ભારતની સંસ્કૃતિ દર્શાવતો વિડીયો પણ છે.

0
2199

વા વાયા ને વાદળ ઊમટ્યા

ગોકુળમાં ટહુક્યા મોર

મળવા આવો સુંદિરવર શામળિયા

તમે મળવા ન આવો શા માટે?

ન આવો તો નંદજીની આણ!

મળવા આવો સુંદિરવર શામળિયા

તમે ગોકુળમાં ગૌધન ચારંતા

તમે છો સદાયના ચોર

મળવા આવો સુંદિરવર શામળિયા

તમે કાળી તે કામળી ઓઢંતા

તમે ભરવાડણના ભાણેજ

મળવા આવો સુંદિરવર શામળિયા

તમે વ્રજમાં તે વાંસળી વાજંતા

તમે ગોપીઓના ચિત્તચોર

મળવા આવો સુંદિરવર શામળિયા

મેતા નરશીના સ્વામી શામળિયા

અમને તેડી રમાડ્યા રાસ

મળવા આવો સુંદિરવર શામળિયા

વા વાયા ને વાદળ ઊમટ્યા

ગોકુળમાં ટહુક્યા મોર

મળવા આવો સુંદિરવર શામળિયા

– નરસિંહ મહેતા.

(આ ગીતને વિડીયો સ્વરુપે જોવા નીચે લિંક આપેલી છે. ફક્ત એકવાર જુઓ. આ ગીતમાં ભારતની સંસ્કૃતિ અને તહેવારોની ઝાંખી બતાવવાનો પ્રયત્ન કરેલ છે. આશા છે. એકવાર વિડીયો જોયા પછી આપ બે-ત્રણ વાર અવશ્ય જોશો. આ વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટમા જણાવશો.)

(સાભાર રાધા પટેલ, અમર કથાઓ ગ્રુપ)