વહુએ આપ્યો દીકરીને જન્મ તો સાસુના ખુશ ના થઇ, પછી દીકરાએ જે કહ્યું તે જાણવું જોઈએ

0
1980

કરુણાએ કડવા ચોથના દિવસે બપોરે 2 વાગ્યે પુત્રીને જન્મ આપ્યો હતો. ચાંદ જેવી સુંદર દીકરી મળવાથી કરુણા, તેના પતિ અખિલેશ અને તેના સસરા ખૂબ જ ખુશ હતા. પણ તેની સાસુ અંબા વિચારી રહી હતી કે પૌત્ર હોત તો તહેવાત ખોટો ન જાત.

રૂમમાં શિફ્ટ થયા પછી શરીરને થોડો આરામ મળ્યો ત્યારે કરુણાએ કહ્યું, “મમ્મી, હવે તો આવતા વર્ષે હું પણ કડવા ચૌથનું વ્રત રાખીશ.”

“ના.” અંબાએ કહ્યું.

“કેમ મમ્મી?” કરુણા હચમચી ગઈ અને આ પ્રશ્ન પૂછી લીધો.

“જો દીકરો થાત તો તહેવાર ખોટો ન જાત… તું આવી તે પહેલા અમારે ત્યાં હોળી પણ ખોટી હતી, પણ તે દિવસે જ્યારે ગાયે વાછરડાને જન્મ આપ્યો ત્યારે અમે હોળી ઉજવી.” અંબાએ કહ્યું.

“મમ્મી! શું દીકરી જાનવરોથી પણ ગઈ ગુજરી છે, કે તેના જન્મ થવા પર ઉત્સવ ઉજવી શકીએ નહિ, અને ગાયના વાછરડાનો જન્મ થવા પર ઉજવણી કરી શકાય?” અખિલેશે માતાને સમજાવતા કહ્યું.

“દીકરી પારકું ધન હોય છે અને દીકરો આ ઘરનો હોય છે.” અંબાએ કહ્યું.

“મમ્મી! તમને પણ ખબર નથી… ઉત્સવ કોના મ-ર-વા ઉપર ખોટો થાય છે? તમે ખાલી લકીરના ફકીર બન્યા છો.” અખિલેશે પણ સહેજ નારાજગીભર્યા સ્વરે કહ્યું.

“જાણે કે તમે ઘણું ખબર છે…” કહી અંબા બહાર આવી અને બેંચ પર બેઠી.

“આ વાત સાચી છે અખિલેશની કે, કરુણાની સાસુ કે વડસાસુને ખબર જ નથી કોના અ-વ-સા-ન પર ઉત્સવ ખોટો થઈ ગયો હતો. તે બંને માત્ર એટલું જ કહેતા હતા કે, કરવા ચોથ પર કોઈનું અ-વ-સા-ન થયું હતું.

મન તો તેમનું પણ કરવા ચોથ ઉજવવા કરતું હતું, પણ પરંપરા કેવી રીતે તોડે? ખોટા ઉત્સવ ઉજવવાથી કંઈ અઘટિત ન થાય તેવો તેમને ભય લાગતો હતો. પણ જેઓને ત્યાં ઉજવાય છે, તેમની સાથે શું અણધાર્યું નથી થતું? જોડી હંમેશા માટે કોની રહી છે? છુટા તો દરેક પડ્યા છે.

આ વિચારોના મહાસાગરમાં ડૂબીને અંબા રૂમમાં ગઈ અને કહ્યું, “કરુણા! હવે આપણે પણ કડવા ચોથની ઉજવણી કરીશું.”

“સાચે મમ્મી! તો બારીની બહાર જુઓ, ચાંદ આવી ગયો છે; અર્ધ્ય આપી દો.” કરુણા આનંદી સ્વરે બોલી.

“અંબાએ પોતાની પૌત્રીને માથા પર ચુંબન કરતાં કહ્યું, “આ જ મારો ચાંદ છે.. આણે ઘરમાં ચાંદની વિખેરી છે.. તેને જોઈને જ હું અર્ધ્ય આપીશ; દીકરી ભલે પારકું ધન હોય પણ તે જન્મ તો આ જ ઘરમાં જન્મ લે છે ને.”

લેખક – દીપ્તિ સિંહ.