વહુ ગર્ભવતી હોય છે અને ઘરના લોકો તેની પાસેથી ઘરના કામની આશા રાખે છે, વાંચો તેના દુઃખની સ્ટોરી.

0
2138

ખૂબ સરસ વાર્તા :

સાસુ – સસરાને પૌત્ર જોઈએ છે, પતિને પુત્ર જોઈએ છે, દિયરને ભત્રીજો જોઈએ છે અને નણંદને એક રમકડું જોઈએ જે તેની સાથે રમે અને તેનું મનોરંજન કરે. પરંતુ જ્યારે વહુ ગર્ભવતી હોય છે ત્યારે કોઈની નજર તેના ઉપર નથી હોતી, કે તે કઈ હાલતમાં દિવસ અને રાત પસાર કરી રહી છે.

સાસુ કહે છે કે તે આજકાલ કેટલી મોડી ઉઠે છે, તે ઘણા સમયથી ચા-નાસ્તો પણ નથી આપતી. સસરા કહે શું થયું વહુ, આજકાલ તમે બહુ ઓછું ધ્યાન આપી રહ્યા છો, અમારા પેપર, ચા નાસ્તો અને ખાવાનું ખવડાવામાં. અને પતિ કહે છે કે, શું નાટક ચાલુ કરી દીધા છે તે, જ્યારથી તું ગર્ભવતી થઇ છે ત્યારથી હું તારા માટે ખાવાની પીવાની બધી વસ્તુ લાવી આપું છું, છતાં પણ તું આ બધું ના ખાઈને પોતાની મન મરજી પ્રમાણેના કામ કરી રહી છે.

અને દિયર કહે છે, શું થયું ભાભી, આજકાલ તમે સમયસર મારું ટિફિન અને કપડાં, બુટ અને બેગ તૈયાર કરીને નથી આપતા. અને નણંદ કહે છે કે, વાહ ભાભી, તમે પણ કમાલ કરો છો, ફક્ત તમે જ માં બનવા જઈ રહ્યા છો આ સંસારમાં.

પણ કોઈ એ નથી વિચારતું અને સમજતું કે, જ્યારે દરેક સ્ત્રી ગર્ભવતી હોય છે ત્યારે તે કઈ હાલત અને કેવી પીડામાંથી પસાર થઈ રહી હોય છે. તે બધું તેને જ ખબર હોય છે, જેને આ ઘર માટે અને બધાની નજરમાં સારી વહુ અને સારી ભાભી બનવા માટે એક પુત્રને જન્મ આપવો જરૂરી હોય છે.

પરંતુ કોઈપણ સાસુ-સસરા, પતિ, દિયર અને નણંદને એ વાતનો ખ્યાલ અને અનુભવ નથી હોતો કે તે 9 મહિના કેવી રીતે પસાર કરે છે, દરેક દિવસ અને એક-એક પળને પસાર કરવી કેટલી મુશ્કેલ અને પીડાદાયક છે. તે માત્ર અને માત્ર એક સ્ત્રીને થાય છે.

તેને આપણે સૌ તેની એકમાત્ર નબળાઈ અને કામની ચોરી તરીકે જોતા હોઈએ છીએ. પણ આપણને બધાને એ કેમ નથી દેખાતું, તે ફક્ત પોતાની જ ખુશી માટે નહિ, પણ તમારા અને તમારા પરિવારના સુખ માટે આ બધા દુઃખ અને પીડા ભૂલીને ફક્ત એક દીકરાની ઈચ્છા રાખનારના મનને શાંતિ અને ખુશી આપવા માંગે છે.

દરેક પુત્રવધૂને સમર્પિત જે આ પીડા અને દુ:ખ સહન કરીને ઘરમાં ખુશીઓ લાવે છે.