વહુને રસોઈ બનાવતા આવડતી ન હતી તો સારું મહેણાં સંભળાવ્યા કરતી, પછી આ રીતે બદલાયા તેમના વિચાર.

0
1010

કવિતાના લગ્નને બે મહિના થઇ ગયા હતા અને તેને હજુ સુધી બરોબર રોટલી બનાવતા પણ આવડતી નહોતી.

તેની સાસુ હંમેશા તેને બોલતી રહેતી કે ‘તારી માં એ તને કાંઈ શિખવાડ્યું નથી, બસ મોકલી દીધી છે. શાક પણ પાણી જેવું બનાવે છે.’

દરરોજની જેમ આજે પણ કવિતા રસોઈ બનાવી રહી હતી અને તેને જમવાનું બનાવતી જોઈને તેની સાસુ પાછી બડબડ કરવા લાગી.

આજે કવિતાથી રહેવાયું નહીં એટલે બોલી પડી, “મમ્મી એ નથી શિખડાવ્યું, તો તમે જ શિખવાડી દો.”

પછી તે પોતાના રૂમમાં જતી રહી અને મનમાં વિચારવા લાગી કે, “માં તો માં જ હોય છે અને સાસુ તો સાસુ.”

કવિતાના પતિએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, મમ્મીની વાતોનું ખોટું ન લગાવવું જોઈએ. તેઓ જે પણ કહે છે તે આપણા સારા માટે જ કહે છે. જો તેમની જગ્યાએ તારી મમ્મી હોત તો શું તે તારા પર ગુસ્સે ન થાત?

કવિતા બોલી – મારી મમ્મી ગુસ્સો કરતે પણ સાથે સાથે મને શિખવાડતે પણ ખરી. પણ તમારા મમ્મી તો મહેણાં જ સંભળાવતા રહે છે.

તેમને જેવો જ કોઈ મોકો મળે એટલે તે મને ખોટી સાબિત કરવામાં લાગી જાય છે. તેઓ સાસુ નહીં પણ માં બનીને મારી ભૂલને અવગણતા શીખી લે કે પછી મને ભૂલ સુધારવા માટે કાંઈક શીખવાડે, તો હું પણ કાંઈક શીખવાનો પ્રયત્ન કરું.”

કવિતાની સાસુ રૂમની બહાર તેની વાતો સાંભળી રહી હતી.

પછી કવિતાએ કબાટમાંથી એક પત્ર કાઢ્યો અને રૂમની બહાર જતી રહી. ત્યાં તેની સાસુ પહેલાથી જ ઉભી હતી.

“મમ્મી આ મારો કોલ લેટર છે, મને એક સારી જોબ મળી ગઈ છે એટલા માટે હવેથી આપણે એક સારો રસોઈઓ રાખી લઇએ જે સારી રસોઇ બનાવતો હોય. અથવા તો આ જોબના બદલે તમે મને પ્રેમથી રસોઈ બનાવતા શીખવાડી દો”.

સાસુ બોલી : “મારી વહુ ઘણી તેજ છે.”

કવિતા : “હા, તમારી વહુ ખૂબ તેજ છે, જે પોતાની સાથે ક્યારે ખોટું કરશે નહિ અને થવા પણ નહીં દે, અને ન તો તમારી સાથે કાંઈ ખોટું કરશે અને ન તો થવા દેશે.”

આટલું કહીને કવિતાએ સાસુને પગે લાગીને તેમના આશીર્વાદ લીધા અને સાસુએ પણ તેને નોકરી કરવાની છૂટ આપી આપી.

કવિતા : ભલે તમે મને નોકરી કરવાની અને ઘરમાં રસોઇયો લાવવાની પરવાનગી આપી, પણ રજાના દિવસે કે ક્યારે ટાઈમ મળે ત્યારે તમારે મને રસોઈ બનાવતા શિખવાડ્યું પડશે.

સાસુ : હા ચોક્કસ.

આજે સાસુ અને વહુ બંનેના ચહેરા પર ખુશી જોવા મળી.