વહુ રાખતી ન હતી સસરાની સંભાળ, પછી પૌત્ર એ જે કર્યું તે જાણી આંખો ભીની થઇ જશે.

0
1995

દાદાની લાકડી :

દાદા! આ લો તમારી લાકડી. અવધ નારાયણજીનો પૌત્ર બબ્બુ લાકડી લાવીને તેમને પકડાવી દે છે.

તને ક્યાંથી મળી બેટા!

તે વરંડામાં પડી હતી, ત્યાં જમીન પર પડી હતી, તે ઉપાડી લીધી, એમ કહીને બબ્બુ બહાર રમવા દોડ્યો અને અવધજી ઊંડા ચિંતન મનનમાં ડૂબી ગયા.

કેટલા દિવસથી તેમની લાકડી મળતી ન હતી? પુત્રવધૂ રેખાને પૂછ્યું, પુત્ર રૂપકને પણ પૂછ્યું હતું, બિચારા શોધી શોધીને પરેશાન થઈ ગયા અને ચાર દિવસથી દુઃખી હતા.

જોકે તે ન તો લાકડી વગર બહાર ફરવા જતા હતા કે ન તો તે બજારમાં જતા. આજે અચાનક પોતાની લાકડી મળતા તે ખુશ થઈ ગયા હતા. લાકડીને જોઈને તેમની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ, કારણ કે તેમના હાથમાં નવી જેવી લાકડી હતી, અને તેમને બરાબર યાદ છે કે તેમની લાકડી થોડી ઝાંખી અને ઘસાઈ ગઈ હતી, પણ તેનાથી તેમને ઘણો સહારો મળતો હતો. અવધજી સમજી ગયા કે બબ્બુ જ નવી લાકડી લાવ્યો છે. દાદાને લંગડાતા જોઈને પુત્રવધૂને કહી રહ્યો હતો કે દાદાની લાકડી ખોવાઈ ગઈ છે, બીજી મંગાવી લઈએ.

પણ પુત્રવધૂએ એ વાત બિલકુલ ધ્યાનમાં ના આપી. તે સસરાથી ખુન્નસ ખાતી હતી. તે એવું ઇચ્છતી હતી કે તેઓ પોતાનું બધું પેન્શન તેને આપે. પણ તેઓ એવું કરતા નહિ, તેથી તે તેમના ખાવા-પીવાથી લઈને દરેક બાબતમાં કાળજી રાખતી નહિ. છતાં પણ અવધ નારાયણજીએ ક્યારેય પુત્રને ફરિયાદ નથી કરી, એમ વિચારીને કે દીકરો થાકીને ઓફિસેથી આવે છે, પુત્રવધૂ વિશે તેને કહેશે તો ટેન્શનમાં આવી જશે.

હવે, અવધ નારાયણજી પોતાની લાકડી લઈને ફરવા નીકળ્યા છે. એપાર્ટમેન્ટના પાર્કમાં બેસીને બાળકોને બેટ બોલ રમતા જોઈને આનંદ માણી રહ્યા છે. મનમાંને મનમાં વિચારી રહ્યા છે કે બાળપણ કેટલું નિર્મળ હોય છે, કોઈ વાતની ચિંતા નથી, ના કોઈ જવાબદારી!

આજે બબ્બુને ત્યાં રમતા જોઈને ખુશ થઈ ગયેલા અવધ નારાયણજી ભગવાનને પ્રાર્થના કરે છે કે, મારો પૌત્ર બહુ મોટો માણસ બને, એના ઉપર વહુની છાપ ના પડે, વહુ તો તેને ફોસલાવે છે, ગેરમાર્ગે દોરે છે, પણ બબ્બુ પર કોઈ અસર નથી. પણ માં તો માં હોય છે ને? ક્યાં સુધી આ રીતે બચી શકશે. પાર્કમાં બેસીને તેઓ મનમાં આવું વિચારી રહ્યા છે.

બબ્બુ બેટા! ચાલ સાત વાગી ગયા.

જી દાદા! ચાલો. દાદાનો હાથ પકડીને બબ્બુ ચાલી નીકળે છે.

તેં મારા માટે નવી લાકડી મંગાવી છે દીકરા, બહુ સારું કર્યું. તને ખબર છે કે હું ચાર દિવસથી ઘરમાં બેસીને કંટાળી ગયો હતો, હું બહારની આબોહવા વિના રહી શકતો નથી. આ વૃદ્ધ શરીર તારી દાદીની ગેરહાજરીમાં એકલતા અનુભવે છે.

કાંઈ નહિ દાદા, હું છું ને તમારા માટે. બબ્બુએ કહ્યું.

બબ્બુની કિશોરાવસ્થાએ તેને અકાળે પરિપક્વ બનાવી દીધો હતો, તે તેની માતાના ખરાબ સ્વભાવથી દુઃખી હતો. ખબર નહિ દાદા પ્રત્યે કઈ વાતની ઈર્ષ્યા કે ચીડ છે? દાદા બિચારા બધા કામ જાતે જ કરે છે, છતાં મમ્મીને ખુન્નસ છે. બબ્બુ વિચારી રહ્યો છે કે, દાદા અને પપ્પાને ખબર પડે કે મમ્મીએ લાકડી સ્ટોર રૂમમાં છુપાવીને રાખી હતી, જેથી દાદા પોતાના રૂમમાં ચૂપચાપ પડ્યા રહે, તો ઘરમાં મુશ્કેલી સર્જાય જાય. તેની તે નવી લાકડી લઇ આવ્યો.

માત્ર બાર વર્ષના બબ્બુનું મન તેના દાદાને લઈને ચિંતિત છે કે મમ્મી આવું કેવી રીતે કરી શકે છે?

બીજા દિવસે, તેમના ગામનો ભાજીઓ (ખેડૂત) પાકના પૈસા લઈને અવધજી પાસે આવે છે. કાકા, તમારા ખેતરના પાકની આવક 74 હજાર થઈ છે અને ખેડાણને વાવેતર કાપીને પંચાવન હજાર બચે છે. તો આ રહ્યા તમારા ખેતરના પાકના ઉત્પાદનના પૈસા.

એ તો ઠીક છે બ્રિજમોહન! આ વખતે ઘઉંનો પાક પણ લહેરી રહ્યો છે ને, આવતા મહિને હું ગામમાં આવું છું, ત્યાં જ રહેવાનું વિચારી રહ્યો છું. ગામનું ઘર પણ એક વર્ષથી બંધ છે.

એ તો છે કાકા, તમે આવો ને ત્યાં જ રહો, એ પૂર્વજોનું ઘર છે, એનું પણ સન્માન કરવું જોઈએ. ત્યાં જ આપણા દાદા અને પરદાદાના આત્મા વસે છે. તમે સાચો નિર્ણય લીધો છે અને તમને ગામના રઘુકાકા, નરેશ કાકા, બુલબુલ કાકા અને સરપંચ દાદા ખૂબ યાદ કરે છે.

હા હા ઠીક છે, આજે હું મારા દીકરા સાથે વાત કરીશ. પછી અવધજી દીકરાને કહે છે કે, તે ગામ જવા માંગે છે.

પણ પપ્પા! ગામડે શું કામ જશો? રૂપક આશ્ચર્યચકિત અવાજે બોલે છે. મમ્મી પણ હવે નથી? ત્યાં તમારી સંભાળ કોણ રાખશે? ત્યાં કોઈ રસોઈયો નથી અને કાકા-કાકી પણ પુત્ર સાથે બેંગ્લોર ગયા છે. ના પપ્પા, તમે અહીં જ રહો. બબ્બુ તમારા વિના નહીં રહી શકે?

અને તું? અવધજીએ કુતૂહલથી પૂછ્યું.

તમે કેવી રીતે વાત કરો છો પપ્પા, હું તમારો પુત્ર છું અને તમારા વિના રહી શકતો નથી?

અરે, આતો તેં બહુ મોટી વાત કહી કે તારે પિતાની જરૂર છે, પણ એ ન સમજી શક્યો કે પુત્રવધૂને સાસરાની જરૂર છે કે નહીં?

અરે આ શું બોલો છો? રૂપકે પૂછ્યું.

દાદા સાચું કહે છે પપ્પા, ઘણા સમય સુધી બંનેની વાત સાંભળ્યા પછી બબ્બુએ કહ્યું. તમે તમારા કામમાં એટલા ડૂબેલા છો કે દાદા પ્રત્યે મમ્મીનું વર્તન અને વ્યવહાર કેવા છે તે તમે જાણવાની કોશિશ નથી કરી. મમ્મી પોતાનું ફસ્ટ્રેશન દાદા પર ઉતારતી રહી છે અને દાદાના ખાવા-પીવા પ્રત્યે પણ કાળજી નથી રાખતી. બબ્બુ પછી લાકડીવાળી વાત કહે છે.

પત્નીના દુષ્ટ વર્તનથી રૂપક તેના પિતા સામે શર્મસાર થઇ જાય છે.

એવું હોય તો પછી હું તમને રોકી શકતો નથી. તમને યોગ્ય લાગે તેમ કરો. આ પણ તમારું ઘર છે ગામનું ઘર પણ તમારું ઘર છે, પપ્પા! રેખા દહેજમાં ઘર નથી લાવી. તમે ગામમાં શિફ્ટ થઈ જાઓ, હું મહિનામાં એકાદ ફેરો લગાવીશ.

ઠીક છે બેટા! અવધજી આનંદથી ઉત્સાહિત થઈ ગયા. દાદા, હું પણ પપ્પા સાથે આવીશ અને ખૂબ મજા કરીશ.

ઓકે ડન માય ગ્રેન્ડ સન!

લવ યુ દાદા કહી બબ્બુ તેમને ભેટી પડે છે. રેખા દૂર ઉભી ઉભી બધું જોઈને દુઃખ અનુભવે છે.

આજે લો-હી-નો સબંધ જીત્યો છે, જે શાશ્વત અને અતૂટ છે.