જાણો ક્યારથી શરૂ થશે વૈશાખ મહિનો, આ મહિનામાં ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા કરો આ કામ.

0
653

આ વૈશાખ માસમાં આ રીતે કરો ભગવાન વિષ્ણુને પ્રસન્ન, સંકટોથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાય.

હિંદુ ધર્મમાં વૈશાખ મહિનાનું ઘણું મહત્વ છે. આ મહિનામાં ખરમાસ સમાપ્ત થાય છે અને લગ્ન માટેના શુભ મુહૂર્ત પણ ફરીથી શરૂ થઈ જાય છે. આ વખતે 21 એપ્રિલ, શુક્રવારથી વૈશાખ મહિનો શરૂ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ આ મહિનામાં કેટલાક કડક અને ખાસ નિયમોનું પાલન પણ કરવું પડે છે.

હકીકતમાં શાસ્ત્રોમાં વૈશાખ મહિનામાં પાળવામાં આવતા અનેક નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલા માટે આ વખતે 21 એપ્રિલથી શરૂ થતા આ યમ-નિયમો વગેરે વૈશાખ માસની અમાસ સુધી ચાલશે. તો આવો જાણીએ આ સમય દરમિયાન કયા નિયમોનું પાલન કરવું જોઈએ અને તેનાથી ક્યા શુભ ફળ મળશે.

કારકિર્દીની પ્રગતિ માટે : વૈશાખ મહિનામાં શ્રી હરિના માધવ સ્વરૂપની તુલસીપત્ર એટલે કે તુલસીના પાનથી પૂજા કરો અને તેની સાથે જ ભગવાન વિષ્ણુના નામ ગોવિંદ અને કેશવનું ધ્યાન કરો.

સુખ-સમૃદ્ધિ મેળવવા માટે : વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુને તુલસીના પાન સાથે મધ અર્પણ કરો અને ભગવાન વિષ્ણુના માધવ સ્વરૂપની સાથે ભગવાન અનંત અને અચ્યુત સ્વરૂપનું સ્મરણ કરો. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

સંકટોથી છુટકારો મેળવવા માટે : જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં કોઈ સંકટ ન આવે તો વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુને પંચામૃત અર્પણ કરો અને તેમાં તુલસીના પાન પણ નાખો. આ સિવાય ભગવાન વિષ્ણુના દામોદર અને નારાયણ સ્વરૂપનું સ્મરણ કરો.

નાણાકીય સ્થિતિ મજબૂત કરવા : જો તમે ઈચ્છો છો કે તમારી આર્થિક સ્થિતિ સારી રહે તો વૈશાખ મહિનામાં તમારે લોટની બનેલી પંજીરીમાં તુલસીના પાન નાખીને ભગવાન વિષ્ણુને અર્પણ કરવી જોઈએ અને ભગવાન વિષ્ણુના માધવ અને નારાયણ સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ.

સુખી લગ્ન જીવન માટે : પોતાના લગ્ન જીવનને સુખી બનાવવા માટે, પતિ-પત્નીએ વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુને મીઠાઈ અર્પણ કરવી જોઈએ અને તેમના માધવ સ્વરૂપની સાથે ભગવાન શ્રીધર અને પદ્મનાભ સ્વરૂપનું ધ્યાન પણ કરવું જોઈએ.

વ્યવસાયમાં વૃદ્ધિ માટે : જો તમે તમારા વ્યવસાયમાં વૃદ્ધિ ઈચ્છો છો તો વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુની તુલસીના પાનથી પૂજા કરવી જોઈએ. આનાથી તમારોવ્યવસાય દિવસ-રાત બમણી ગતિએ વધશે. આ સિવાય શ્રી વિષ્ણુના માધવ સ્વરૂપની સાથે ત્રિવિક્રમ અને હૃષિકેશ સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.