બુધની ઉંધી ચાલ થશે શરુ, 25 દિવસ સુધી આ લોકોએ રહેવું સાવધાન, નહીં તો થશે ભારે નુકસાન.

0
1509

આ તારીખે બુધ ગ્રહ થઇ રહ્યો છે વક્રી, જેના લીધે આ 5 રાશિવાળાએ કરવો પડશે મુશ્કેલીનો સામનો, વાંચો રાશિફળ.

જ્યોતિષમાં બુધને રાજકુમાર ગ્રહ માનવામાં આવે છે. અન્ય તમામ ગ્રહોની સરખામણીમાં બુધ સૂર્યની સૌથી નજીક છે. જે લોકોની કુંડળીમાં બુધની સ્થિતિ બળવાન હોય છે તેઓ ખૂબ જ સ્માર્ટ અને તેજસ્વી હોય છે. 10 મી મે 2022 ના રોજ બુધ વૃષભ રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે. બુધ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરવામાં લગભગ 15 થી 30 દિવસનો સમય લે છે. સૂર્યની નજીક હોવાને કારણે, બુધ ખૂબ જ ઓછા સમયમાં એક પરિક્રમા પૂર્ણ કરે છે. બુધ વર્ષમાં ઓછામાં ઓછા 3 થી 4 વખત વક્રી થાય છે.

કોઈ પણ ગ્રહની વક્રી થવાનો શું હોય છે અર્થ?

જ્યારે કોઈ ગ્રહ વક્રી થાય છે, ત્યારે તે સીધી દિશામાં ચાલવાને બદલે ઉંધી દિશામાં ચાલવા લાગે છે. કોઈ ગ્રહના વક્રી થવાનું કારણ તેની ગતિ હોય છે. જ્યારે કોઈ ગ્રહ વક્રી થાય છે, ત્યારે તેની અસરો અને પરિણામોમાં ભારે તીવ્રતા જોવા મળે છે.

બુધના વક્રી થવાના કારણે કેટલીક રાશિના લોકોએ સંબંધોમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આનાથી લોકોના સ્વભાવમાં ચીડિયાપણું, અસુરક્ષાની લાગણી આવી શકે છે. આ સિવાય બુધ તમારી આર્થિક સ્થિતિને પણ અસર કરી શકે છે.

વૃષભ રાશિમાં વક્રી બુધનો સમય :

10 મે, 2022 ના રોજ સાંજે 5:16 વાગ્યે બુધ વૃષભ રાશિમાં વક્રી થશે અને ત્યારબાદ 3 જૂન, 2022 ના રોજ બુધ માર્ગી થઇ જશે. આવો જાણીએ કે બુધ ગ્રહના વક્રી થવાના કારણે રાશિઓ પર શું અસર પડશે.

મિથુન – મિથુન રાશિના લોકો માટે આ સમય સ્વાસ્થ્ય માટે અનુકૂળ નથી. આ સમય દરમિયાન તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કોઈ જૂના રોગ ફરી થવાની શક્યતા છે. આ સમય દરમિયાન તમારા નાણાકીય ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. આ ખર્ચાઓને કારણે તમે દબાણ પણ અનુભવી શકો છો.

ઉપાય – તાંબાના વાસણમાં લીલી દાળ ભરીને કોઈ એવી જગ્યાએ દાટી દો જ્યાં કોઈની અવર જવર ન હોય.

કન્યા – આ સમય દરમિયાન કન્યા રાશિના લોકોએ કોઈપણ કાર્ય પૂરું કરવા માટે વધુ મહેનત કરવી પડશે. વિદ્યાર્થીઓ આ સમય દરમિયાન વસ્તુઓ ઝડપથી ભૂલી શકે છે. નોકરિયાત લોકોના બોસ સાથે સારા સંબંધ ન હોવાની શક્યતા છે. તેમજ ઓફિસમાં તમારી ઈમેજ નેગેટિવ થઈ શકે છે. આ દરમિયાન તમારો તમારા પિતા સાથે વિવાદ થઈ શકે છે. આ સમયે તમને વેપારમાં સારા પરિણામ નહીં મળે.

ઉપાય – તુલસીનું છોડ વાવો.

તુલા – તુલા રાશિના લોકો આ સમયગાળા દરમિયાન કોઈ કિંમતી વસ્તુ ગુમાવી શકે છે અથવા કોઈ મોટું નુકસાન થઈ શકે છે. આ સમય દરમિયાન શેરબજારમાં પૈસાનું રોકાણ ન કરો નહીં તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. આ દરમિયાન ભાગ્યના ભરોસે બેસવું તમને ભારે મોંઘુ પડી શકે છે. ખર્ચમાં વધારો થશે. તમે નકામી વસ્તુઓ પર પૈસા ખર્ચી શકો છો.

ઉપાય – જરૂરિયાતમંદ લોકોને દવાઓનું વિતરણ કરો.

વૃશ્ચિક – આ સમય દરમિયાન જીવનસાથી સાથેના સંબંધોમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. બહારના લોકોની દખલગીરીને કારણે દામ્પત્ય જીવનમાં સમસ્યાઓ વધી શકે છે. કુંવારા લોકો માટે આ સમય ઘણો અનુકૂળ રહેશે. વ્યાપારી લોકોએ આ સમય દરમિયાન સાવચેત રહેવાની જરૂર છે. આ સમયગાળા દરમિયાન નાણાંનું રોકાણ કરવાનું ટાળો નહીંતર તમે કપટપૂર્ણ સોદામાં ફસાઈ શકો છો અથવા તમને નુકસાન થઈ શકે છે.

ઉપાય – બુધવારે લીલા કપડાં પહેરો.

ધનુ – તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય આ સમયગાળા દરમિયાન સારું ન રહેવાની શક્યતા છે. જે લોકો આ સમયગાળા દરમિયાન દામ્પત્ય જીવનમાં વિવાદો અને તણાવનો સામનો કરી રહ્યા હતા તેમણે તેમના સંબંધોમાં વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ઉપાય – મંદિરમાં લીલી દાળનું દાન કરો.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.