જેમના હાથમાં હોય છે આ વલય રેખા, તે અઢળક ધન-સંપતિ છોડીને સંન્યાસી બને છે.

0
634

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જાણો કેવા લોકો બને છે સંન્યાસી, એકાંતમાં બેસીને કરે છે તપસ્યા.

વૈદિક જ્યોતિષમાં જેમ વ્યક્તિની કુંડળીમાં રહેલા ગ્રહોનું વિશ્લેષણ કરીને તેમનો સ્વભાવ અને ભવિષ્ય કહેવામાં આવે છે. એ જ રીતે, હસ્તરેખા શાસ્ત્રમાં વ્યક્તિની હથેળી વાંચીને તેના વ્યક્તિત્વ અને જીવન વિશે કહેવામાં આવે છે. હથેળીમાં અનેક પ્રકારની રેખાઓ હોય છે, જેમ કે – ધન રેખા, જીવન રેખા, મકર રેખા, લગ્ન રેખા વગેરે. એ જ રીતે હથેળીમાં રેખાઓની સાથે વલય પણ હોય છે.

વલય એટલે એક પ્રકાર ઘેરો (વર્તુળ). આજે આપણે ગુરુ વલય વિશે વાત કરવાના છીએ. આ વલય ગુરુ પર્વતની આસપાસ હોય છે. તમે જોયું જ હશે કે કેટલાક લોકો અઢળક સંપત્તિના માલિક હોવા છતાં સંન્યાસીનું જીવન જીવવાનું પસંદ કરે છે. તેમના હાથમાં આ ગુરુ વલય હોય છે.

જાણો ગુરુ વલય ક્યાં હોય છે : જે રેખા ગુરુ પર્વતને ઘેરે છે અથવા બાંધે છે તેને ગુરુ વલય કહે છે. જો કોઈ વ્યક્તિના હાથમાં ગુરુ વલય હોય તો તે આધ્યાત્મિક અને ધાર્મિક સ્વભાવના હોય છે. તે પોતાના ધર્મના પ્રબળ સમર્થક અને ભગવાનની હાજરીને માનવા વાળા હોય છે, અને તે ભગવાનની ભક્તિમાં સંપૂર્ણ રીતે ડૂબેલા હોય છે.

આવા લોકો બને છે સંન્યાસી : હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, જો ગુરુ પર્વત પણ સારી સ્થિતિમાં હોય અને તેની સાથે ગુરુ વલય પણ હોય, તો તે વ્યક્તિને આધ્યાત્મિકતામાં ઉંચાઈ પર લઈ જાય છે. આવા લોકોને અધ્યાત્મમાં સો ટકા સફળતા મળે છે. ઘણા લોકોના હાથમાં બે વલય બને છે, તો આવી વ્યક્તિ ભગવાનની હાજરીમાં વિશ્વાસ કરે છે. આવી વ્યક્તિઓ સંન્યાસી બની શકે છે. ગુરુ વલય વિપુલ સંપત્તિની માહિતી પણ આપે છે.

જો કોઈ રેખા શુક્ર પર્વત પર જાય તો? સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, જો ગુરુ પર્વતની કોઈ રેખા શુક્ર પર્વત સુધી ઉભી હોય તો આવી વ્યક્તિ અઢળક ધન-સંપત્તિ કમાય છે, પરંતુ અંતે તમામ મોહ માયા છોડીને સંન્યાસી બની જાય છે. તેમને ભૌતિકવાદમાં કોઈ રસ નથી હોતો. તેઓ માને છે કે, આ બધી નકામી વસ્તુઓ છે અને અંતિમ સત્ય ભગવાન છે.

માણસ સિદ્ધિ તરફ જાય છે : જો શનિ પર્વત પર ત્રિભુજ પણ જોવા મળે તો વ્યક્તિ સિદ્ધિ તરફ જાય છે અને તે એકાંતમાં બેસીને તપસ્યા કરે છે. ગુરુ પર્વત પર વલયવાળા વ્યક્તિ ઉચ્ચ પદ પ્રાપ્ત કરવાવાળા હોય છે. તેઓ સામાજિક સેવા પણ આગળ આવીને કરે છે. ઉપરાંત, આ લોકો સામાજિક કાર્યક્રમોમાં ખૂબ પૈસા આપે છે. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, આ વલય માત્ર પ્રામાણિક લોકોના હાથમાં જ જોવા મળે છે. જો કોઈ વ્યક્તિના હાથમાં તૂટેલી અથવા અધૂરી વલય રેખા બને છે, તો આવા વ્યક્તિએ પૈસા ભેગા કરવામાં ઘણો સંઘર્ષ કરવો પડે છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.